________________ માતા - ૩નાન (કું.) (કલ્પવૃક્ષ વિશેષ) અકર્મભૂમિમાં હંમેશાં તથા કર્મભૂમિના પ્રથમ ત્રણ આરામાં યુગલિક કાળ હોવાથી તેઓમાં કોઇપણ પ્રકારનો વ્યવહાર પ્રવર્તમાન હોતો નથી. આથી તેઓની જરૂરિયાત પૂરી કરવા માટે તે સમયે દેવાધિષ્ઠિત 10 પ્રકારના કલ્પવૃક્ષો રહેતા હોય છે. તેમાં અણિગણ નામનું લ્પવૃક્ષ તે યુગલિકોને પહેરવા માટે વસ્ત્ર પૂરા પાડતું હોય છે. અર્થાત્ તે વૃક્ષ જોડે વસ્ત્રની માગણી કરતાં સુંદર દિવ્ય વસ્ત્રો આપતું હોય છે. अणिगामसोक्ख - अनिकामसौख्य (त्रि.) (તુચ્છ સુખ, અલ્પસુખ,) જ્યારે સર્વોત્કૃષ્ટ સુખ આપવાની ક્ષમતાવાળો સ્વયં સમ્રાટ હોવા છતાં તેને છોડીને તેના ચરણોની સેવા કરનારા સેવકોની પાછળ ફરનારને શું આપણે મૂર્ખ નહીં કહીએ? તેમ લોકોત્તર જિનશાસનમાં શાશ્વત સુખ આપનાર ત્રિલોકી પરમાત્મા અને તેમણે બતાવેલી આરાધના સાધના હોવા છતાં તેને છોડીને અનિત્ય સુખ આપનારા દેવોની પાછળ આંધળા થઈને ભટક્યા કરીએ તે કેટલું વ્યાજબી ગણાય? अणिग्रहण - अनिगूहन (न.) (નહીં છૂપાવવું તે) શાસ્ત્રોમાં કહેવું છે કે, તમે એક અક્ષર પણ જેની પાસેથી શીખ્યા હોવ તે તમારા ગુરુ છે અને તેને ગુરુ તરીકે સ્વીકારવા જોઇએ. કોઈ પૂછે કે આ કલા તમે કોની પાસેથી શીખ્યા? ત્યારે ભલે તે જાતિ, ઉંમર વગેરેથી નાનો હોય તો પણ જાહેરમાં તેને ગુરુ તરીકે સ્વીકારવા જોઇએ. તેમનું ગુરુપણું છૂપાવવું જોઈએ નહિ. જે ગુરુની ઓળખાણ છૂપાવે છે તેને શાસનમાં નિહ્નવ તરીકે પ્રસ્થાપિત કરેલો છે. अणिगूहियबलवीरिय - अनिगूहितबलवीर्य (पु.) (જેણે શારીરિક બળ અને ચિત્તનો ઉત્સાહ નથી છુપાવ્યો તે) સાધુ અને શ્રાવકના વ્રતના અતિચારોમાં અણિગૃહિયબલવરિય નામનો અતિચાર આવે છે. તેનો અર્થ છે - તપાદિ અનુષ્ઠાનો કરવા માટેની શક્તિ હોવા છતાં પણ તપ કે ક્રિયાના ભયથી કે પ્રમાદથી પોતાના બળને છુપાવવું. પરંતુ જે એકમાત્ર કર્મક્ષયના લક્ષ્યવાળા છે તેવા ભવ્યાત્માઓ ધર્માનુષ્ઠાનના પ્રસંગે પોતાના શારીરિક બળ અને ચિત્તના ઉત્સાહને ક્યારેય છૂપવતા નથી. તેઓ ક્રિયાના અવસરે અપૂર્વ વીર્ય ફોરવીને કર્મોનો નિરંતર ખાત્મો બોલાવી દેતા હોય છે. માથાદ - નિદ(ઈ.) (જેને ઇન્દ્રિયો વશ નથી તે 2. સ્વૈરી, ઉચ્છંખલ 3. અગ્યારમું ગૌણ અબ્રહ્મ) જેમ બંધનરહિત અને ઉદ્ધત બનેલો આખલો જાન-માલની હાનિ કરી દે છે તેમ ગુવંજ્ઞાના બંધન વગરનો સ્વછંદપણે વિચરનારો, ઇન્દ્રિયો અને કષાયોનો નિગ્રહી ન હોવાથી તેને વશ થયેલો સાધુ લોકમાં સ્વયં હાસ્યપાત્ર તો થાય જ છે સાથે સાથે જિનશાસનની અપભ્રાજના કરનારો પણ બને છે. તેનો સંસાર પણ દીર્ઘ થાય છે. મળત્ર - નિત્ય (ત્રિ.) (અનિત્ય, અસ્થિર, અશાશ્વત, ક્ષણભંગુર, નાશવંત) જેના માટે અત્યાર સુધી એમ કહેવાતું હતું કે અમુક ભાઈ છે, બોલાવે છે, બેઠા છે વગેરે અને એક દિવસ એવો આવે છે કે તેમના માટે આપણે બોલતા થઇ જઇએ છીએ કે બહુજ સારા વ્યક્તિ હતા. પરગજુ હતા. ગુણવાન હતા. અહો! સંસારનું આ કેવું આશ્ચર્ય છે કે જેના માટે ‘છે' બોલાતું હતું તેના માટે જ હતા એમ બોલવું પડે છે. સંસારની અનિત્યતાનું આ જ સૌથી મોટું ઉદાહરણ છે. માટે જ કહેવાયું છે કે, “નિત્યાન શરીરજ, વિમવો નૈવ શાશ્વત:....' अणिच्चजागरिया - अनित्यजागरिका (स्त्री.) (સંસારનું અનિત્ય સ્વરૂપ ચિંતવવું તે). 278