________________ ભાઈ! તારી પાસે જ્યારે સગવડ થાય ત્યારે પૈસા આપી જજે. અન્યથા ક્યાંક વૈરાનુબંધ પડી જાય તો ભવ-ભવાંતર સુધી તે પરિણામ ભોગવવાનો વારો આવે છે. अणबलभणिय - ऋणबलभणित (पुं.) (અમારું દ્રવ્ય આપ એમ લેણદાર વડે કહેવાયેલો કરજદાર). ધર્મસંગ્રહ ગ્રંથમાં કહેવાયું છે કે, ધમરંભમાં, કન્યાદાનમાં, ઋણ ચૂકવવામાં, શત્રુના ઘાતમાં અને જલોદર જેવા રોગમાં ક્યારેય પણ કાળક્ષેપ કરવો જોઇએ નહિ. અર્થાત્ જેટલો જલદી બને તેટલા જલદી ઉપાય કરવો જોઇએ. ઋણ ચૂકવવાની વાતમાં કહેલું છે કે લેણદાર એવું કહે કે મારું ધન પાછું આપ ત્યાં સુધી રાહ ન જોતા તુરંત ધન આપી દેવું હિતાવહ છે. ગામ - મનખ (ત્રિ.) (વાદળ વિનાનું) વરસાદ વરસી ગયા બાદ વાદળોરહિત થયેલું સ્વચ્છ આકાશ દરેકના મનને હરી લે છે. તે દશ્ય નયનરમ્ય બને છે. ચિત્તમાં આહ્વાદ ઉત્પન્ન કરનાર હોય છે. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે, જ્યારે આત્મા પરથી મિથ્યાત્વરૂપી વાદળો હટી જાય છે અને સમ્યગ્દર્શનથી આત્મા સ્વચ્છ બને છે ત્યાર બાદ જે જગતનું દર્શન થાય છે તે સમ્યગ્દષ્ટિ આત્માને આનંદ ઉપજાવનારું હોય છે. અર્થાતુ વસ્તુના સાચા સ્વરૂપનું જ્ઞાન સમ્યગ્દષ્ટિ આત્માને આધ્યાત્મિક જગતમાં આગળ લઈ જનારું બને છે. સમય - સનમ (ત્રિ.) (અબરખરહિત). अणब्भुवगय ‘अनभ्युपगत (त्रि.) (શ્રુત સંપદાને ન પામેલું, આત્માને ન જાણનાર) આચારાંગસૂત્રમાં કહેલું છે કે, “જે ના સબંના' અર્થાત જેણે પોતાના આત્માને જાણ્યો છે તેણે જ આખું જગત જાણ્યું છે અને જેણે પોતાના આત્માને નથી જાણ્યો તે કશું જ જાણતો નથી. મUTબંનr - ઋUTHવ (પુ.). (લીધેલા દ્રવ્યને નહીં આપનાર કરજદાર). લાંચ, રૂશ્વત દ્વારા કે બીજા પાસેથી ઉછીના લઇને પાછા નહીં આપવા દ્વારા લોકો પૈસા ખાઈ જતા હોય છે એ જેટલું સત્ય છે. તેમ ખોટા માર્ગેથી ખાધેલો પૈસો ક્યારેય પચતો નથી એ પણ તેટલું જ સત્ય છે. સમજી રાખજો! अणभिओग- अनभियोग (पुं.) (ચઢાઈ કરવા યોગ્ય નહીં તે, આગ્રહરહિત) જિનશાસનમાં આગ્રહને સ્થાન આપવામાં આવેલું છે. કોઈપણ બાબત માટેનો આગ્રહ હોય ત્યાં સુધી બરોબર છે. પરંતુ તે આગ્રહ હઠાગ્રહમાં ફેરવાઇ જાય તો પરમાત્માનું શાસન તેને ક્યારેય સ્વીકારતું નથી. પછી તે સંસારની બાબતોનો હઠાગ્રહ હોય કે પછી ધર્મ સંબંધી હોય. કેમ કે હઠાગ્રહ ક્યારેય પણ મોક્ષ અપાવતો નથી આથી દરેકે હઠાગ્રહરહિત બનવાનો પ્રયત્ન કરવો જોઇએ. अणभिक्कंत - अनभिक्रान्त (त्रि.) (સજીવ 2. ઉલ્લંઘી ગયેલું નહિ) ઓઘ નિયુક્તિ વગેરે શાસ્ત્રોમાં એક સ્થાને બંધાયા વિના ગ્રામાનુગ્રામ વિહાર કરનારા શ્રમણો માટે કેવા સ્થાનોમાં વસવાટ કરવો અને કેવા સ્થાનોમાં ન કરવો તે સંબંધી આચાર બતાવવામાં આવેલા છે. તેમાં કહેવું છે કે જે સ્થાનોમાં લોકોની અવર-જવર નથી અને જે જગ્યા અભિક્રાન્ત અર્થાત, અન્યો દ્વારા ભોગવાઇ નથી તેવી વસતિમાં સાધુએ ઉતરવું જોઇએ નહિ. કારણ કે તેવા સ્થાનોમાં જીવોત્પત્તિ હોવાની સંભવાના છે. સfમયંતરિય - ૩માન્ત (ટી.) (ચરકાદિ ઋષિઓએ જેનું સેવન નથી કર્યું તે સ્થાન) આજના આધુનિક જમાનાના ડૉક્ટરને દરદીઓ જ્યારે આહાર સંબંધી પૂછે છે ત્યારે બધાનો એક જ સૂર નીકળે છે કે બધું જ 242