________________ ભવિષ્યકાળ બગડે નહીં તે માટે શુભકર્મનો આદર અત્યારથી જ ચાલુ કરી દેવો જોઇએ. મUTIFIત (2) વતિ - મનાતન (પ.). (ભવિષ્યકાળ, વર્તમાનકાળની અપેક્ષાએ ભવિષ્યનો સમય) મUTIR (5) નિહિ - સનાતન પ્રાપ () (ભવિષ્યકાળનું ગ્રહણ કરવું, ભવિષ્યકાલ ગ્રાહ્ય વસ્તુનું અનુમાન) અનુયોગદ્વારગ્રંથમાં કહેલું છે કે, કાળો ભમ્મર ગર્જના કરતો મેઘ હોય, અવ્યભિચારીપણે દિશાઓમાં પ્રશસ્ત વાયુ હોય તથા વૃષ્ટિકારક આર્કાદિ નક્ષત્રોનો સુયોગ હોય તેમજ માહેન્દ્રાદિ નક્ષત્રોમાં ઉલ્કાપાત, દિગ્દાહ વગેરે અન્ય શુભ નિમિત્તોને જોઈને, નિશ્ચય કરીને અનુમાન કરાય છે કે, આગામી સમયમાં અહીં સારો વરસાદ પડશે. તેવી રીતે વર્તમાન સમયમાં સ્વયંની મન-વચન અને કાયાની શુભપ્રવૃત્તિથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે, આપણો ભવિષ્યકાળ કેવો હશે. જો સુંદર વર્તન હશે તો સદ્ગતિ કે પરંપરાએ મોક્ષમાં જઇશું અન્યથા, નરક અને તિર્યંચગતિ તો છે જ. શુભાશુભ આચરણથી નક્કી આપણે જ કરવાનું છે કે હવે આપણું ભવિષ્ય શું હશે. IT Idદ્ધ - સનાતીઠ્ઠા (સ્ત્રી) (ભવિષ્યમાં ઉત્પન્ન થનાર પુદ્ગલપરાવર્ત, ભવિષ્યકાળ) ભૂતકાળ ચાલ્યો ગયો છે, ભવિષ્યનું તાળું હજુ સુધી ખુલ્યું નથી. પરંતુ નહીં આવેલા કાળને સુધારવાની ગુરૂચાવી વર્તમાન આપણી પાસે છે. આપણી પાસે અવધિજ્ઞાન કે કેવલજ્ઞાન જેવું વિશિષ્ટ જ્ઞાન હોત તો ભવિષ્યની ચિંતા કરવાની જરૂરત જ નથી રહેતી. પરંતુ એ સત્ય છે કે આપણી પાસે જ્ઞાન નથી, માટે નહીં દેખેલો ભવિષ્યકાળ બગડે નહીં તે માટે શુભકર્મનો બંધ અત્યારથી જ ચાલુ કરી દેવો જોઇએ. સ/પામ - નાકામ (પુ.) (આગમના લક્ષણોથી રહિત આગમ, અપૌરુષેય આગમ) કોઇ વિશિષ્ટ મહાપુરુષ વડે સકારણ રચાયેલા શાસ્ત્રો પૌરુષેય આગમ કહેવાય છે. જ્યારે જે આગમોને રચવામાં કોઈપણ હેત ન હોય અને કોઇ પુરુષનો તેને રચવામાં પ્રયત્ન પણ ન હોય છતાં જે આગમ વિદ્યમાન હોય તેને અપૌરુષેય આગમ કહેવાય છે. જેમ કે નવકારમંત્ર અપૌરુષેય મનાય છે. તેને કોઇએ રચ્યો નથી, અનાદિકાળથી તે વિદ્યમાન છે અને રહેશે. अणागमणधम्म - अनागमनधर्मन् (त्रि.) (લીધેલી પ્રતિજ્ઞાને વહન કરનાર, સંયમ લઈને પુનઃ ઘરે પાછા ન ફરનાર) આચારાંગસૂત્રમાં કહેલું છે કે, જેઓ શિયાળીયા જેવા સ્વભાવવાળા હોય છે તેઓ સંયમના કષ્ટોથી ડરીને સાધુવેશનો ત્યાગ કરી પુનઃ સંસારમાં આળોટવા જતા રહે છે. પરંતુ જેઓ સિંહના જેવી વૃત્તિવાળા હોય છે તેઓ એકવાર લીધેલા સંયમવ્રતોનો ગમે તેવી પરિસ્થિતિમાં પણ ભંગ કરતા નથી અને પુનઃ ગૃહવાસની ઇચ્છા પણ કરતા નથી. अणागयपच्चक्खाण - अनागतप्रत्याख्यान (न.) (અનાગતકાળ સંબંધી પચ્ચખાણનો એક ભેદ) પચ્ચખાણના વિવિધ ભેદોમાં અનામતપ્રત્યાખ્યાનનો પણ એક ભેદ છે. જિનશાસનમાં આરાધક માટે વાર્ષિક કર્તવ્યોમાં આવે છે કે પર્યુષણમાં એક અઠ્ઠમ અવશ્ય કરવો. પરંતુ આચાર્યની સેવા, બાળ, વૃદ્ધ, ગ્લાન કે તપસ્વીની આકસ્મિક સેવા વગેરે વિશિષ્ટ કારણોસર પર્યુષણ પર્વમાં કરવાના તપને પહેલાથી કરી લે, તેને અનાગત પ્રત્યાખ્યાન કહેવાય છે. अणागलिय - अनर्गलित (त्रि.) (નહીં અટકાવેલું, જેને રોકવામાં ન આવેલું હોય તે) નગરની ચારે બાજુ કિલ્લો કરવામાં ન આવે તથા સૈનિકો દ્વારા સુરક્ષાનો પ્રબંધ કરવામાં ન આવે તો દુશ્મનો નગરમાં પ્રવેશીને જાનમાલનું નુકશાન કરીને નગરને છિન્ન-ભિન્ન કરી નાખે છે. તેમ મનને શુભભાવ અને ક્રિયારૂપ કિલ્લાથી ઘેરીને જિનાજ્ઞાના પાલન વડે દુર્વિચારોને રોકવામાં ન આવે તો કર્મશત્રુ આત્મા પર ચઢાઈ કરીને સદ્ગુણોનો વિનાશ કરી નાખે છે. 258