________________ વાસના અને ઉપાસનાની લડાઈમાં અંતે તો વાસના જ હંમેશાં હારતી આવી છે. અક્ષા (કું.) (અહિંસા) શાસ્ત્રોમાં હિંસા બે પ્રકારની કહેલી છે. 1. સ્વરૂપ હિંસા 2. હેતુ હિંસા. પહેલા પ્રકારની હિંસામાં જીવ જે પ્રવૃત્તિ કરતો હોય છે તેના દેખાવમાં લાગે કે હિંસા છે, પરંતુ તેમાં જીવહિંસાના ભાવ ન હોવાથી તથા પરિણામે પુણ્યબંધ કરનારી હોવાથી તે શાસ્ત્રમાન્ય છે. જેમ કે પ્રભુની દ્રવ્યપૂજા. જ્યારે હેતુ હિંસામાં દેખીતી રીતે પણ હિંસા છે અને હિંસા કરનાર જીવનો પરિણામ પણ કૂર છે માટે એ ખરી હિંસા છે. જે પાપાનુબંધ કરનારી છે. આથી તેને ત્યાજય ગણવામાં આવેલી છે. મછU/યરી - માસનJહક્ક () (બેઠકનું સ્થાન, વિશ્રામસ્થાન). ઉત્તરાધ્યયનસુત્રની ચૂર્ણિમાં શિષ્યને વટવૃક્ષ જેવો કહેલો છે. જેમ વૃક્ષ આવતાં જતાં કેટલાય વટેમાર્ગુઓને માટે વિસામાનું સ્થાન બની રહે છે તેમ ગુરુને પ્રીતિપાત્ર બનેલ શિષ્ય વૃક્ષની જેમ ગુરુભગવંતની બધી ચિંતાઓ દૂર કરીને તેઓ માટે વિશ્રામસ્થાન બને છે. અર્થાતુ ગુરુ પોતાની બધી જ ચિંતાઓ એ શિષ્યને કહી શકે અને તે શિષ્ય પણ ગુરુની બધી જ ચિંતાઓ દૂર કરવામાં સહયોગી બને. अच्छणजोय - अक्षणयोग (पुं.) (અહિંસક પ્રવૃત્તિ). વિનોબા ભાવેએ યુદ્ધો અને ક્રાંતિથી દેશમાં શાંતિ સ્થાપનાની વિચારધારાવાળાઓને ઉદ્દેશીને કહ્યું છે કે, વિશ્વમાં શાંતિ સ્થાપના યુદ્ધો કે ક્રાંતિકારી વોથી નહીં પરંતુ, અહિંસાથી જ થશે. અને તેય પાછી ભગવાન મહાવીરે બતાવેલી અહિંસાથી જ, જ્યારે પણ તમામ રાષ્ટ્રો પરસ્પર શાંતિપૂર્ણ વ્યવહાર રાખતા હશે ત્યારે સમજી લેજો કે, તે અહિંસક પ્રવૃત્તિનો જ પ્રભાવ હશે. કોઈપણ સમાજ કે દેશનું સર્વતોરાહી હિત અહિંસકવૃત્તિજન્ય પ્રવૃત્તિથી જ શક્ય બને છે. अच्छण्णत्थ - अच्छन्नस्थ (त्रि.) (પ્રગટ સ્થાનમાં રહેલું) વાસ્તુશાસ્ત્રમાં રહેવા યોગ્ય સ્થાનના જે રીતે નિયમો બતાવ્યા છે તેવી રીતે શ્રાદ્ધવિધિ પ્રકરણ નામક શાસ્ત્રમાં શ્રાવકે કેવા ઘરમાં રહેવું તેનું સૂચન કરેલું છે. તેમાં લખેલું છે કે શ્રાવકે અતિગુપ્ત કે અતિપ્રગટ સ્થાનમાં ન રહેતાં સમસ્થાનમાં રહેવું જોઇએ. અર્થાત્ જ્યાં કોઇની અવર-જવર ન હોય તેવા એકાંત સ્થાનમાં વસવાટ કરવો ન જોઈએ. જ્યાં લોકો સહેલાઈથી આવ-જાવ કરી શકતા હોય, લોકો પર આપણી નજર રહે અને લોકોની પણ નજર રહે તેવું સ્થાન પસંદ કરવું જોઇએ. અછત (6i) ત - માચ્છાદિત (ત્રિ.) (ઢાંકેલુ, આચ્છાદિત). શ્રાવકાતિચારમાં એક પાઠ આવે છે કે અનેરાનો મર્મ પ્રકાશ્યો. કોઇએ વિશ્વાસ કરીને પોતાની ગુપ્ત વાત કરી હોય, તેને ચાર જણ વચ્ચે ઉઘાડી પાડવી તેને મર્મ પ્રકાશ્યો કહેવાય. સજ્જન તો તે છે કે, જે અન્યની કોઇએ કહેલી ન હોય અને પોતે જાણતો હોય તેવી વાતને પણ તે ઢાંકી રાખે. બીજા આગળ ખુલ્લી ન પાડે. એ માટે જ ગંભીરતાને સર્વગુણપ્રધાન કહી છે. अच्छत्तय - अच्छत्रक (त्रि.) (છત્ર રહિત) ચૈત્યવંદન ભાષ્યમાં જિનાલયમાં પ્રવેશતી વખતે જાળવવાના પાંચ ઔચિત્ય પૈકી એક ઔચિત્ય આવે છે કે દર્શન કરવા આવનાર જો રાજા હોય અને તેણે છત્ર ધારણ કરેલું હોય તો પરમાત્મા સમક્ષ જતા પૂર્વે જિનાલયની બહાર જ તેનો ત્યાગ કરવો જોઇએ. કેમ કે પરમાત્મા જેવું શિરછત્ર મેળવ્યા પછી સાંસારિક છત્રની શી જરૂર છે? મચ્છવ - મચ્છકવ () (સ્વચ્છ પાણી, નિર્મળ જળ) 144