________________ अज्झुसिरत्तण - अशुषिरतृण (न.) (દર્ભ-ડાભ, છિદ્રરહિત ઘાસ, તૃણ) જે સ્થાન જલબહુલ હોય તેવા સ્થાને ડાભની ઉત્પત્તિ જોવા મળે છે. દર્ભનામક ઘાસ અતિપવિત્ર હોવાથી પૂજા-અર્ચના કે યજ્ઞાદિમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહિ પ્રાચીનકાળમાં જૈનશ્રમણો વનવાસમાં જ વધુ રહેતા હોવાથી સવા માટેની શયા તરીકે નિર્દોષ રીતે પ્રાપ્ત થયેલ દર્ભનો ઉપયોગ કરતા હતા. મોસT - અધ્યેષUT (સ્ત્રી.) (સત્કારપૂર્વકની આજ્ઞા ૨.અધિક પ્રાર્થના, વિશેષ યાચના) કલ્પસૂત્રમાં ભદ્રબાહસ્વામી લખે છે કે, માતા ત્રિશલાને જ્યારે ચૌદ સ્વપ્ર આવ્યા તેનું ફળ જાણવાની ઈચ્છાથી મહારાજ સિદ્ધાર્થ નિમિત્તશાસ્ત્રના જાણકાર જ્યોતિષીને બોલાવવા માટે કૌટુમ્બિકપુરુષોને મોકલે છે ત્યારે તેઓ સેવકોને પણ તુચ્છકારથી ન બોલાવતાં સત્કારપૂર્વક આજ્ઞા કરે છે અને તે સેવકો પણ ગ્લાનિ વગર અતિપ્રસન્નતાપૂર્વક તે આજ્ઞાનો સ્વીકાર કરે છે. આ હતો અહીંનો સ્વામી-સેવક ભાવ આજના કાળમાં ચાલતો નોળિયાને સર્પ જેવો નહીં. अज्झोयरय - अध्यवपूरक (पुं.) (સોળ ઉદ્ગમના દોષો પૈકીનો સોળમો દોષ, સાધુ નિમિત્તે ઉમેરો કરી બનાવેલી ગોચરી વહોરાવવાથી લાગતો દોષ) અધિ એટલે વધારે. અવપૂરણ એટલે ભરવું, ઉમેરવું. પોતાના માટે રસોઈ બનાવતા હોય ત્યારે ઉપાશ્રય વગેરેમાં સાધુને આવેલા જાણીને તેમના નિમિત્તે રસોઈમાં ઉમેરો કરી ભોજન બનાવવું તે અધ્યવપૂરક કહેવાય છે અને તે અધ્યવપૂરકથી યુક્ત ભોજન પણ અધ્યવપૂરક કહેવાય છે. શાસ્ત્રમાં લખેલું છે કે, ભિક્ષા લેનાર અને દેનાર બન્ને જાણતા હોય કે ગોચરી દોષિત છે તો બન્ને પાપના ભાગીદાર છે. પરંતુ લેનાર શુદ્ધચારિત્રી હોય તો તે ડૂબે કે ના ડૂબે પરંતુ, દેનાર તો ચોક્કસ સંસારસમુદ્રમાં ડૂબે જ છે. અર્થાત દોષનો ભાગી બને છે. મોકિમ(રેશ) (વક્ષસ્થળનું આભૂષણ 2. વક્ષસ્થળના આભૂષણોમાં કરવામાં આવતી મોતીની રચના) अज्झोववज्जणा - अध्युपपादना (स्त्री.) (વિષયોમાં આસક્તિ, વિષયમગ્નતા) ઇંદ્રિયોના વિષયોમાં આસક્તિ પેદા થાય તેને અધ્યપપાદના કહેવામાં આવે છે. તે ત્રણ પ્રકારે છે. 1. જ્ઞાતા 2. અજ્ઞાની 3. વિચિકિત્સા. જ્ઞાતા એટલે જ્ઞાનપૂર્વક વિષયજન્ય પદાર્થોને વિષે અત્યંત આસક્તિ. અજ્ઞાની એટલે અજાણતા વિષયજન્ય પદાર્થોને વિષે અત્યંત આસક્તિ અને વિચિકિત્સા એટલે વિષયજન્ય પદાર્થોને વિષે સંશયપૂર્વકની અત્યંત આસક્તિ. अज्झोववण्ण - अध्युपपन्न (त्रि.) (વિષયોમાં વૃદ્ધ, આસક્ત, મૂર્શિત) જેમ કાંટામાં લગાવેલા ભોજન પ્રત્યેની આસક્તિ માછલીને મૃત્યુ તરફ દોરી જાય છે તેમ પાંચેય ઈંદ્રિયોના વિષયો પ્રત્યેની આસક્તિ જીવને દુર્ગતિ તરફ દોરી જાય છે. આ વિષયોના ઉપભોગથી સુખની પ્રાપ્તિ થતી નથી કિંતુ સુખનો માત્ર આભાસ જ થાય છે. વાસ્તવમાં સુખ કોને કહેવાય તે સામાન્ય જીવને ખબર જ નથી હોતી. अज्झोववाय - अध्युपपात (पुं.) (કંઈપણ ગ્રહણ કરવામાં ચિત્તની એકાગ્રતા) અન્યની વસ્તુને પ્રાપ્ત કરવાની સતત તીવેચ્છાને અધ્યપપાત કહેવામાં આવે છે. પરાઈ વસ્તુને પ્રાપ્ત કરવાની સતત ઈચ્છા કરવાથી લોભ તથા મૂછ ઉત્પન્ન થાય છે. જેનાથી જીવ સારાસારનો વિચાર ત્યાગીને અવિવેકી બને છે. મJ - 6 (થા.) (આકર્ષિત કરવું, ખેંચવું 2. લખવું, ચિત્ર બનાવવું, રેખાંકિત કરવું) જાણે સાક્ષાત વસ્તુ પોતે જ ન હોય તેવી કલાકૃતિઓ બનાવીને આકર્ષિત કરનારા કલાવિદ્ કુશળ કારીગરો પણ આ દુનિયામાં છે. 190