________________ જ એવા છે જેમાં જગતના સમસ્ત ભાવોનું પ્રતિપાદન કરીને આત્મશુદ્ધિકારક વિષયોનું અદ્વિતીય વિશ્લેષણ કરે છે. અષ્ટાપ (, .). (ધૂતક્રીડા, જુગાર 2. ચોપટ, શતરંજની રમત, તેનું ફલક 3. બોતેર કલામાંની ૧૩મી કળા 4. જેના પર ઋષભદેવસ્વામી નિર્વાણ પામ્યા તે પર્વત 5. અષ્ટાપદ નામનો દ્વીપ 6. અષ્ટાપદ પક્ષી 7. અષ્ટધાતુમાં ગણતરી પામેલું 8. કરોળિયો 9. અણિમાદિ અષ્ટસિદ્ધિથી યુક્ત 10. કૈલાસ 11. કૃમિ 12. ખીલો) સૂત્રકૃતાંગસૂત્ર, કલ્પસૂત્ર આદિ આગમગ્રંથોમાં અષ્ટાપદ શબ્દનો અનેકવાર પ્રયોગ થયો છે. એના અનેક અર્થો થાય છે. જેમ કે, ઉપરોક્ત અર્થ સિવાય વાચસ્પત્યમ્ આદિ કોશોમાં સુવર્ણ વગેરે પણ અર્થ કરાયેલા છે. મટ્ટાવાયારૂ () - અષ્ટાપ વાવિન (કું.) (એક બ્રાહ્મણનું નામ-જે ભગવાન મહાવીરદેવની પાસે પ્રથમવાર આવેલા ઇન્દ્રભૂતિ ગૌતમની સાથે આવ્યો હતો) યજ્ઞ કરતા ઇન્દ્રભૂતિ ગૌતમ જ્યારે ભગવાન મહાવીરની પાસે વાદ કરવા જઈ રહ્યા હતા ત્યારે તેમની સાથે અનેક બ્રાહ્મણ શિષ્યો ગયા હતા તેની સાથે આ અષ્ટાપદવાદી બ્રાહ્મણ પણ ગયો હતો એમ કલ્પસૂત્રની અંદર ઉલ્લેખ કરાયેલો છે. માવીસ - અષ્ટાવિંશતિ (સ્ત્રી.) (અઠ્યાવીશની સંખ્યા, વીસ અને આઠ) સદ - અષ્ટાદ (.) (આઠ દિવસનો સમૂહ) પહેલાના જમાનામાં ધાર્મિક કે સામાજિક શુભકાર્યો નિમિત્તે ઉત્સવ મહોત્સવ આઠ-આઠ દિવસો સુધી સતત ચાલતા હતા. આજે તો તેમાં પણ ઓટ આવી ગઈ છે. ચાહે જિનભક્તિનો ઉત્સવ હોય કે લગ્નાદિ પ્રસંગો હોય પ્રારંભ અને પૂર્ણાહુતિ બસ એકાદ દિવસમાં બધું સમાપ્ત કરી લેવાય છે. પંચમકાળમાં મનુષ્યોના શુભકાર્યો પણ સતત હ્રાસ પામતા જાય છે. માદિયા - મણદિા (સ્ત્રી.) (નિરંતર આઠ દિવસનું, આઠ દિવસનો મહોત્સવ) તીર્થંકર પરમાત્માનું અલૌકિક માહાભ્ય તો જુઓ! તેઓના પાંચેય કલ્યાણકોની ઉજવણી દેવો અચૂકપણે કરતા હોય છે. તેમાં વિશેષ ભક્તિ નિમિત્તે નંદીશ્વરદ્વીપના શાશ્વત જિનાલયોમાં અણહ્નિકા મહોત્સવ કરી પોતાના કર્મો હળવા કરતા હોય છે. ટ્ટિ - રિજી () (હાડકું 2. કાપાલિક (પુ.) 3. કુલક) હાડ-માંસને ઓગાળી નાખે તેવી કડકડતી ઠંડીમાં પણ આપણા અણગારો-મુનિવરો રજાઈ ઇત્યાદિનો ઉપયોગ નથી ઇચ્છતા. તેઓ શીત પરિષદને હસતા મોંએ સહન કરીને પરિષહજય દ્વારા અનંતગણી કર્મનિર્જરા કરી લેતા હોય છે. ધન્ય છે મુનિચર્યાને. ટ્ટિ() - ધન (ત્રિ.). (પ્રયોજનવાળો, મતલબી 2. પ્રાર્થી, અભિલાષી). ધનનો મતલબી જેમ સતત ધનને જ ઇચ્છતો હોય છે અને તેનો પુરુષાર્થ પણ તે દિશાનો જ રહેતો હોય છે તેમ સમ્યત્વના સ્પર્શવાળો ભવ્યાત્મા નિરંતર મોક્ષનો જ અભિલાષી હોય છે. સંસારની કોઈપણ વસ્તુ તેને ધ્યેયથી વિચલિત કરી શકતી નથી. अट्ठिअगाम - अस्थिकग्राम (पुं.) (ત નામે પ્રાચીન એક ગામ, અસ્થિકગામ) કલ્પસૂત્ર અને આવશ્યક સૂત્રની ટીકામાં અસ્થિકગ્રામનો ઉલ્લેખ કરાયેલો છે જેનો સંબંધ ભગવાન મહાવીરદેવ સાથે હતો. પ્રાચીનકાળમાં વર્ધમાનપુર નગર હતું. ત્યાં કોઈકવાર વણજારાએ પોતાનો ક્લાન્ત બળદ મહાજનને સોંપ્યો જે સેવાના અભાવમાં મૃત્યુ પામી શૂલપાણિ નામે યક્ષ થયો. તેણે વૈરભાવે વર્ધમાનપુરના લોકો પર મહામારી રોગ મૂક્યો. તેના કારણે એટલા બધા લોકો મરણને શરણ થયા કે હાડકાંઓના ઢગલેઢગલા થઈ ગયા. તેથી તે ગામનું નામ અસ્થિકગ્રામ પડ્યું. છેવટે ગામ બહાર તેનું દેહરું બનાવતા શાંતિ થઈ હતી. ભગવાન મહાવીરદેવને પણ અસ્થિકગામમાં આ જ યક્ષે ઉપસર્ગ કર્યો હતો. 205