________________ ઇચ્છા આપણે રાખતા હોઇએ છીએ પરંતુ, એ જ ધર્મનું પાલન કરવામાં સખત આળસુ છીએ. આ હકીકત જ જણાવે છે કે, આપણામાં અનુશાસનનો કેટલો બધો અભાવ છે. મHUJ - મન (ત્રિ.). (અભિન્ન, અમૃથક 2. મોક્ષમાર્ગથી ભિન્ન નહીં તે, જ્ઞાનાદિ 3. અસાધારણ, અદ્વિતીય) જે મોક્ષમાર્ગમાં વર્તતો નથી તે માર્ગથી ચુકેલો છે, માર્ગભિન્ન છે. પરંતુ જે જિનેશ્વર ભગવંતે કહેલા આચારો અને મર્યાદાઓનું પાલન કરે છે તે મોક્ષમાર્ગથી અભિન્ન છે. આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના તૃતીય અધ્યયન અને બીજા ઉદ્દેશામાં કહેવું છે કે આવો સંયમી આત્મા મોક્ષમાર્ગથી ભ્રષ્ટ કરનાર હિંસાનું સ્વયં સેવન કરતો નથી, અન્ય પાસે હિંસા કરાવતો નથી અને જેઓ હિંસા આચરે છે તેમને સારા માનતો પણ નથી. તેનું સમ્યક્ત અર્થાત્, આત્મજ્ઞાન અડીખમ છે. તે બીજાઓમાં પોતાનું દર્શન કરે છે. મUTUોય - મનનેય (ત્રિ.) (અન્યથી ન દોરવાય તેવો, સ્વયંબુદ્ધ) સૂત્રકૃતાંગ આગમના પ્રથમ શ્રુતસ્કંધ અને બારમા અધ્યયનમાં કહેલું છે કે, સ્વયંબુદ્ધ આત્માઓ અનન્યનેય હોય છે. કારણ કે તેઓને બીજા કોઇની પાસેથી હિતની પ્રાપ્તિ અને અહિતના ત્યાગરૂપ ઉપદેશની જરૂર પડતી નથી. તેઓ સ્વયં જ એટલા પ્રબુદ્ધ હોય - છે કે, પોતાના માટે શું હેય છે અને શું ઉપાદેય છે તેનું સ્પષ્ટ જ્ઞાન તેઓને હોય છે. अणण्णदंसि (ण) - अनन्यदर्शिन् (पुं.) (પદાર્થને યથાવસ્થિત જોનાર, પદાર્થ જે રીતે છે તે પ્રમાણે જોનાર). જગતના દરેક પદાર્થને જોવા જોવામાં દૃષ્ટિ ભેદ હોય છે. જે જીવ તત્ત્વજ્ઞાનને નથી સમજેલો, સમ્યક્તને નથી સ્પર્શેલો તે જીવ પદાર્થના માત્ર વર્તમાન સ્વરૂપને જોનારો હોય છે. દા.ત. તે વર્તમાન સમયમાં ઇંટ, ચૂનો, સીમેન્ટ અને રેતીથી બનેલા મકાનને ઘર સ્વરૂપે જુવે છે. જયારે સમ્યગ્દષ્ટિ આત્મા મકાનમાં બનાવવા માટે વપરાયેલા પદાર્થોના ભૂતકાળના સ્વરૂપ અને ભવિષ્યમાં થનારા પરિણામ સ્વરૂપને જોનારા હોય છે. અર્થાત્ ભૂતકાળમાં તે પૃથ્વીકાયરૂપે હતા, શસ્ત્રાદિના ઘાતથી તે ઇંટ, ચૂનાદિનું સ્વરૂપ આપીને ઘર તરીકે બનાવવામાં આવ્યા અને સમય જતા મકાન જીર્ણ થશે અને પુનઃ પોતાના મૂળ સ્વરૂપમાં આવી જશે. ઉત્પત્તિ, વિનાશ અને સ્થિરતા એ દરેક પદાર્થનો સ્વભાવ હોય છે. આમ દરેક પદાર્થને યથાવસ્થિત જોનારા હોય છે. મUTUાપરમ - મનચપરમ (પુ.). (સંયમ, ચારિત્ર, ઇન્દ્રિયનિગ્રહ) આચારાંગસૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના દ્વિતીય અધ્યયન અને પ્રથમ ઉદ્દેશામાં કહેલું છે કે, જે જ્ઞાની આત્મા કર્મોના પરિણામને જાણે છે. પ્રતિપળ સંયમના યોગોમાં રત છે. તેને પ્રમાદ દોષ ક્યારેય પણ પીડી શકતો નથી. અને પ્રમાદમુક્ત શ્રમણ શુભયોગો દ્વારા અશુભ કર્મોનો નાશ કરતો અપ્રતિપાતિ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. મામા - મનચમનસ્ (ત્રિ.) (એકાગ્ર ચિત્તવાળો, તલ્લીન ) આનંદઘનજી મહારાજે પરમાત્માનું ધ્યાન કેવી રીતે ધરવું તેનું ઉદાહરણપૂર્વક ખૂબ સુંદર નિરૂપણ કરેલું છે. તેઓએ લખ્યું છે કે, જેવી રીતે દોરડા પર ચાલતા નટને જોવા માટે લાખો આવતા અને જતા હોય છે છતાં પણ નટનું ધ્યાન લોક તરફ ન જતાં પોતાની ચાલ પર હોય છે. ગાય આખો દિવસ ભલે ગમે ત્યાં ફરે છતાં તેનું ચિત્ત પોતાના વાછરડામાં હોય છે. સોની, જુગારી વગેરેનું ચિત્ત સોના અને જુગારમાં જ લાગેલું હોય છે. તેની જેમ જ્યારે પરમાત્મા સાથે ચિત્ત તલ્લીન થઇ જાય ત્યારે જ જીવાત્મા સ્વયં પરમાત્મસ્વરૂપ બની જાય છે. अणण्णहावाइ (ण) - अनन्यथावादिन् (पुं.) (સત્ય કહેનાર) આવશ્યકસૂત્રના ચતુર્થ અધ્યયનમાં કહેલું છે કે, જેઓ સંપૂર્ણપણે નિઃસ્વાર્થ છે અને પરોપકારની જ વૃત્તિવાળા છે. વળી જેમણે રાગ-દ્વેષ અને મોહને જીતી લીધા છે એવા જિનેશ્વર પરમાત્માને અસત્ય બોલવાનું કોઈ કારણ જ નથી હોતું. તેઓ અનન્યથાવાદી - 235