________________ શિલ્પશાસ્ત્રમાં જિનાલયને પ્રાસાદપુરુષની ઉપમા આપવામાં આવેલી છે. અને ગર્ભગૃહ તે પ્રાસાદપુરુષનું હૃદયસ્થાન છે. દરેક જૈને પ્રતિદિન ગર્ભગૃહમાં રહેલા પરમાત્માની પૂજા કરતાં ભાવના ભાવવી જોઇએ કે, હે પરમાત્મા ! જેમ જિનાલયના ગર્ભગૃહમાં રહીને સમસ્ત સંઘના અમંગલ દૂર કરો છો. તેમ મારા હૃદયગૃહમાં વાસ કરીને મારા આત્મામાં રહેલા અશુભ કર્મોને દૂર કરો અને મારા ચિત્તને પવિત્ર બનાવો.. મફાસTI - અબ્બાસના (ટી.) (સહન કરવું તે). સ્ત્રીને સહનશક્તિની પ્રતિમા માનવામાં આવેલી છે. સહનશક્તિનો મતલબ અત્યાચાર સહન કરવા તે નહીં, પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં ભાંગી ન પડવું તે. દુઃખદ સંજોગોમાં પણ પોતાની સહિષ્ણુતા ન ગુમાવવી. આજે ખેદ સાથે કહેવું પડે છે કે સ્ત્રીએ પોતાની સહિષ્ણુતા ગુમાવી દીધી છે જેનું પ્રત્યક્ષ ઉદાહરણ આજના કાળમાં પ્રચુર માત્રામાં થતાં છૂટાછેડાઓ છે. માહીર - અધ્યાહાર (ઈ.) (આકાંક્ષિત પદનું અનુસંધાન કરવું તે, મૂળમાં ન દેખાતા પદને અન્યસૂત્રમાંથી લેવું 2. તર્ક, ઊહા 3. અપૂર્વ ઉભેક્ષા) ઘણી વખત ગ્રંથકાર મહર્ષિઓ પોતાના વાક્યની અંદર અમુક પદોનો ઉલ્લેખ નથી કરતા હોતા. ત્યારે ત્યાં તેઓએ કહેલા વાક્યનો બોધ કરવા માટે અમુક પદો અન્ય સૂત્રાદિમાંથી લઈને અનુસંધાન કરવામાં આવે છે તેને અધ્યાહાર કહેવાય છે. મન્સ - મક્ષી (1) (અક્ષય, અખૂટ, અક્ષીણ 2. સામાયિકાદિ અધ્યયન, પ્રકરણ, અધ્યાય) કેવલી ભગવંતે કહેવું છે કે, આ સંસાર અનાદિકાળથી છે અને અનાદિકાળ સુધી રહેવાનો છે. જેમ સંસાર અનાદિ છે તેમ તેમાં વસનારા જીવો પણ અનાદિકાળથી છે. આ જીવો અક્ષયનિધિ જેવા છે અર્થાતુ, અખૂટ છે. સંસારમાં જીવોનો અભાવ ક્યારેય થવાનો નથી. જીવો વગરનો સંસાર જેવું ક્યારેય નહીં બને. अज्झीणझंझय - अक्षीणझञ्झाक (त्रि.) (અક્ષીણ કલહ, કલેશ-કંકાશથી નિવૃત્ત નહીં થયેલું). કલહને વિનાશનું ઘર માનવામાં આવ્યું છે. આથી જ લોકો કલહથી વધારે દૂર રહેવાનું પસંદ કરે છે. સુભાષિતોમાં પણ કહેવામાં આવ્યું છે કે જે ઘરમાં કલહ અનવરત ચાલ્યા કરે છે તે ઘર ખૂબ જલદી સ્મશાનગૃહમાં ફેરવાઇ જાય છે. અર્થાત નિત્ય કલહવાળા ઘરમાં કોઈ સંબંધો ટકી શકતા નથી. આવવUUT - અષ્ણુપપન્ન (ત્રિ.) (વિષયાસક્ત, વિષયભોગમાં તલ્લીન) કોઇક મૂર્ખ લખી દીધું કે, “ઘરડે ગોવિંદ ગાશું અને જેઓ વિષયાભિલાષી છે તેઓએ આ પંક્તિને પકડી લીધી. તેમને જ્યારે પણ ધર્મારાધનાની વાત કરવામાં આવે ત્યારે બસ આ જ પંક્તિનું બહાનું કાઢીને ધર્મથી દૂર ભાગે. પરંતુ સત્ય હકીકત એ જ છે કે જો વિષય ભોગવવાની ઉંમર યુવાની છે તો ધર્મ કરવાનો સમય પણ યુવાનીનો જ છે. જ્યાં સુધી શારીરિક બળ અને માનસિક બળ હશે ત્યાં સુધી જ ધર્મારાધના થઇ શકે છે. બાકી વૃદ્ધાવસ્થામાં શરીરબળ ચાલ્યા જતાં ધર્મ પણ આચરી શકાતો નથી. જે યુવાનીમાં ધર્મ કરે છે તે જ ઘડપણમાં ગોવિંદ ભજી શકે છે. બાકી વાણીવિલાસથી સર્યું. મળ્યુસર - મશુષિર (ત્રિ.). (છિદ્રરહિત 2. તૃણ વગેરેથી નહીં ઢંકાયેલું 3, એક પ્રકારની શપ્યા 4. રાફડા વગરનું). નદી પાર ઉતરવામાં કારણભૂત એવી નાવમાં જો છિદ્ર હોય તો કાર્યસિદ્ધિ થતી નથી. માટે નાવ એકપણ છિદ્ર વગરની હોવી આવશ્યક છે. જો સામાન્ય સિદ્ધિ માટે પણ છિદ્રાભાવ હોવો જરૂરી છે તો સર્વોત્કૃષ્ટ મોક્ષ પ્રાપ્તિમાં કારણભૂત માનવભવમાં દોષોરૂપી છિદ્રોની પ્રચુરતા કેવી રીતે ચાલી શકે? અર્થાતુ, ન જ ચાલી શકે. આથી મળેલા માનવભવને સફળ કરવા માટે જેમ બને તેમ આત્મામાંથી દોષોનો હાસ અને ગુણોનો વાસ થાય તેવો પ્રયત્ન કરવો જોઇએ. 189