________________ બુદ્ધિશાળી પુરુષ તે છે કે, જે સન્મુખ રહેલી આપત્તિઓથી વ્યાકુળ થયા વિના વિવેક અને વિચારપૂર્વક તેને દૂર કરવા માટે પ્રવૃત્ત થાય છે. ભારવિ કવિકૃત કિરાતાર્જનીયમુ કાવ્યમાં પણ લખેલું છે કે, જેઓ અવિચારી પગલું ભરે છે તેને આપત્તિઓ ક્યારેય પણ છોડતી નથી. 437 (ત્રિ.) (નિર્મળ, સ્વચ્છ 2. આદિશ વિશેષ 3. રીંછ 4. સ્ફટિક રત્ન ૫.ભક્ષણ કરવું) અન્ય રત્નોની જેમ સ્ફટિક રત્ન પૃથ્વીકાયનો એક ભેદ છે. આ રત્ન એટલું સ્વચ્છ હોય છે કે તેની એક બાજુએ રહેલી વસ્તુ બીજી બાજુથી કોઇપણ આવરણ વિના એકદમ સ્પષ્ટ દેખાય છે. શ્રમણો પણ શાસ્ત્રાધ્યયનથી પરિકર્મિત મતિવાળા હોવાથી પદાર્થના ઉપભોગ અને તેના કરુણ પરિણામને સ્ફટિકરત્નની જેમ સ્પષ્ટ જોઈ શકે છે. ક્રમણ (ત્રિ.) (જલનો વિશેષ ગુણ રસ) પાણીનો એક સ્વભાવ છે કે તેને જેવા પાત્રમાં નાખો તેના જેવો આકાર ધારણ કરી લે છે અને તેને તમે જે દિશામાં વાળો તે દિશામાં તે વળી પણ જાય છે. બસ ! ઘરમાં અવતરેલું સંતાન પણ આ જળ જેવું જ છે. તેને તમે જેવા સંસ્કાર અને વર્તન આપશો તેવું જ તે શીખશે. જો સુસંસ્કાર આપશો તો તે સદાચારીના સાંચામાં ઢળશે. પરંતુ તેને કસંસ્કાર મળ્યા તો જળપ્રપાતની જેમ તેને અધોગતિમાં જતો રોકી પણ નહીં શકાય. $ (રેશ) (અતિશીધ્ર 2. અત્યંત) લોકો માટે ગમનાગમનના વ્યવહારમાં વપરાતું અત્યંત ઝડપી સાધન વિમાન છે. તેથી પણ અત્યંત વધારે ઝડપી અવકાશમાં ઉપગ્રહ છોડવા માટે વપરાતાં રોકેટ આદિ છે. તેમ આત્મા એક શરીરનો ત્યાગ કરી અન્ય ગતિમાં જાય ત્યારે તેની ગતિ ઘણી સ્પીડવાળી હોય છે. સમયની સૂક્ષ્મ ગતિમાટે વ્યવહારમાં નેનોસેકન્ડ વગેરે જણાવાય છે તેમ શાસ્ત્રમાં કાળના અત્યંત સૂક્ષ્મ માપને સમય તરીકે ઓળખાવેલ છે. એક ગતિમાંથી બીજી ગતિમાં ઉત્પન્ન થતી વખતે આત્મા કરોડો, અબજો કિલોમીટર કરતાં પણ ઘણુંઘણું વધારે અંતર અત્યંત જૂજ સમયમાં કાપે છે. મછંદ - છન્દ્ર(ત્રિ.) (જે સ્વાધીન ન હોય તે, પરાધીન, પરતંત્ર 2. અભિપ્રાયરહિત) જે વ્યક્તિઓ આજીવિકા ચલાવવા માટે નોકરી વગેરે કરતાં હોય, જેઓ અવસ્થા આદિને કારણે પરાધીન થઈને અન્યના સહારે વ્યતીત કરતા હોય, તેમણે દરેક વસ્તુઓમાં પોતાની વિશિષ્ટ ઈચ્છા-અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ. કેમ કે પરાધીનતાના કારણે પણ તેઓ સુખી તો નથી હોતા અને તેમાં પાછું પોતાની ઈચ્છાનો અનાદર વધુ દુઃખકારી બને છે. મર્ઝા - 7 (પુ.) (મોરાક ગામમાં વસતો તે નામનો પાખંડી) મોરાક ગામમાં અચ્છેદક નામનો પાખંડી વસતો હતો. તે મંત્ર-તંત્રનો જાણકાર હોવાથી લોકોમાં પૂજાતો હતો. ભગવાન મહાવીરને નજીક આવેલા સાંભળી લોકો ભગવાનના ભક્ત થઈ જશે તો મને પૂજશે કોણ? આવા ભયથી તે ભગવાનની સામે આવ્યો અને તેણે “હાથમાં ગ્રહણ કરેલા તૃણને કોઈ પણ છેદી શકશે નહીં' આ પ્રમાણે પ્રતિજ્ઞા કરી, આથી શક્રેન્દ્ર વજથી તે તૃણને છેદતાં તૃણની સાથે-સાથે તેની દશેય આંગળીઓ છેદાવાથી લોકોમાં હાંસીપાત્ર બન્યો. આ પ્રમાણે આચારાંગસૂત્રની ચૂલિકામાં જણાવેલું અચ્છUT - માસન (). (આસન, બેઠક 2. સેવા, પર્યાપાસના 3. પ્રતિશ્રવણ) ભૌતિક પદાર્થો પ્રત્યેની વાસના-આસક્તિ જીવને ઉપાસના તરફ ડગલુંય માંડવા દેતી નથી. કેમ કે એક સત્ય હકીકત છે કે, જીવાત્મા જો એકવાર પર્યપાસના તરફ વળી જાય પછી કોઇપણ પુદ્ગલની તાકાત નથી કે જીવને ફસાવી શકે. અનાદિકાળથી ld