________________ अजणियकणिया - अजनितकन्यिका (स्त्री.) (અજનિતકન્ડિકા નામક પ્રવ્રજયાનો એક ભેદ) પંચકલ્પ ભાષ્ય અને તેની ચૂર્ણિમાં કુલ સોળ પ્રકારના સંયમનું વર્ણન આવે છે તેમાંનો એક પ્રકાર છે અજનિતકન્યિકા. કોઇ સ્ત્રીને પુરુષના સંસર્ગ વગર જ ગર્ભ રહી જાય અને તે પુત્ર મોટો થઇને વ્રજ્યા ગ્રહણ કરે તેને અજનિતકચિકા કહેવામાં આવે છે. મામેરુ - મનને (ઈ.) (અજમેર નગર) - પ્રિયગ્રન્થસૂરિએ જ્યાં પ્રતિષ્ઠા કરી હતી અને સુભટપાલ રાજાથી રક્ષિત હર્ષપુરનગરની નજીકમાં અજમેરુ નામનું નગર આવેલું હતું. જેને આજે અજમેરના નામથી આપણે ઓળખીએ છીએ. ખરતરગચ્છીય પ્રસિદ્ધ આચાર્ય શ્રીજિનદત્તસૂરિજીનો કાળધર્મ આ જ નગરમાં થયો હતો. મય - મયત (પુ.) (યતના રહિત, સર્વસાવદ્ય વિરતિહીન 2. અવિરત સમ્યગ્દષ્ટિ 2. ગૃહસ્થ કલ્પ સાધુ) દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં જણાવ્યું છે કે, સર્વસાવદ્ય કર્મોની પ્રતિજ્ઞાવાળા સાધુએ ક્યારેય પણ અવિરત પુરુષને ગમનાગમનાદિ કાર્યનો નિર્દેશ કરવો નહીં કારણ કે, જેને સર્વ સાવદ્ય વ્યાપારનો ત્યાગ નથી તેવો ગૃહસ્થ જયણાનું પાલન નહીં કરતો અસંખ્ય જીવોની વિરાધના કરશે, જેનો દોષ સર્વસાવઘવિરત શ્રમણ ભગવંતને લાગ્યા વગર રહેતો નથી. अजयचउ - अयतचतुर (पुं.) (અવિરત સમ્યગ્દષ્ટિથી ઉપલક્ષિત અવિરત સમ્યગ્દષ્ટિ-દેશવિરત-પ્રમત્ત-અપ્રમત્ત આ ચાર ત્રીજાદિ ગુણસ્થાનકવર્તી) નથરિ () - મયતનારિન (કું.) (જયણારહિત કાર્ય કરનાર 2. અસંયત સાધુ) નિશીથસૂત્રની ચૂર્ણિમાં આ શબ્દની વ્યાખ્યા કરતા કહ્યું છે કે, જે સાધુ જયણાના પાલન વગર કોઈપણ પ્રવૃત્તિ કરે તેને અજયણકારી કહેવાય. એ જ રીતે જે સાધુ કારણ વગર શાસ્ત્રનિષિદ્ધ વસ્તુઓનો પરિભોગ કરે તે સાધુ પણ અજયણકારી અર્થાત, અસંયત છે ' એમ જણાવ્યું છે. ૩નયT - યતિના (સ્ત્રી.) (યત્ના-જયણાનો અભાવ, અજયણા, ઈર્યાદિનું પાલન ન કરવું તે) શ્રાવક પોતે સર્વસાવદ્ય વ્યાપારથી નિવૃત્ત નથી તેથી શૂલપણે જયણાનો પાલક છે. જ્યારે ગચ્છાચાર પન્નાના ત્રીજા અધિકારમાં જણાવેલું છે કે, જે સાધુ અભ્યાગત સાધુઓ પ્રત્યે વાત્સલ્યભાવ રહિત છે તેઓ અતિથિ એવા તે સાધુઓની ભક્તિ-વેયાવચ્ચ જયણાના પાલન વગર કરનારા હોય છે. अजयदेव - अजयदेव (पुं.) (ત નામે એક રાજા, અજયદેવ રાજા) વિવિધ તીર્થકલ્પમાં આવતા ઉલ્લેખ પ્રમાણે દૌલતાબાદ નામના મ્લેચ્છ નગરથી વિહાર કરી આવતા આચાર્ય શ્રીજિનપ્રભસૂરિને અજયદેવ નામના રાજાએ ‘ભટ્ટારક રાજ એવું માનવંતુ બિરુદ આપ્યું હતું. આ રાજા વિ. સં. ૧૩૮૯ના વર્ષે થયેલા તેમ જણાવ્યું મનમાવ - (ત્રિ.). (અયતનાનો ભાવ, જયણારહિત પરિણામ, અસંયત અધ્યવસાય) પિંડનિર્યુક્તિ ગ્રંથમાં “અયતભાવની વ્યાખ્યા કરતા જણાવ્યું છે કે, અયત એટલે અશુદ્ધ એવા અશનપાનાદિ આહારનો જે પરિત્યાગ ન કરે તેવા સાધુનો જીવરક્ષાના પરિણામશુન્ય આંતરીક ભાવ તે અયતભાવ છે. તેને અસંયત અધ્યવસાય પણ કહે છે. મનાયવિ () - યતિવિન (ત્રિ.) (અયત્ના-જયણા વગર દોષોનું સેવન કરનાર 2. સંયમનો વિરાધક) 154