________________ ‘મન ઈશ્વ મનુષ્યાપાં વારdi વંધમોક્ષયોઃ' એટલે કર્મબંધ અને મોક્ષ પ્રાપ્તિમાં મનને જ મુખ્ય કારણ માનવામાં આવેલું છે. આથી સર્વપ્રથમ ચિત્તવિજય મેળવવો આવશ્યક છે. શાસ્ત્રોમાં કહેવું છે કે, અધ્યાત્મના ઇચ્છુક પુરુષે ચિત્તજયના ઉપાય બતાડનારા શાસ્ત્રોનો વધુમાં વધુ અભ્યાસ કરવો જોઇએ. જેનાથી વૈરાગ્યભાવ દૃઢ થાય અને કર્મો પર વિજય મેળવી શકાય. સાસુદ્ધિ-અધ્યાત્મશુદ્ધિ(ત્રી.) (ચિત્તશુદ્ધિ, અંત:કરણની શુદ્ધિ) આવશ્યકચૂર્ણિના પ્રથમ અધ્યયનમાં કહેવામાં આવેલું છે કે, અધ્યાત્મશુદ્ધિ જ ફળ આપનારી છે બાહ્યશુદ્ધિ નહીં. જેવી રીતે ભરત ચક્રવર્તી પાસે આચાર પાલન માટેના બાહ્ય ઉપકરણો ન હોવા છતાં માત્ર ચિત્તશુદ્ધિના પ્રતાપે તેમને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ હતી. જયારે અભવ્ય જીવો પાસે જીવદયાપાલનના રજોહરણાદિ બાહ્ય સાધનો હોવા છતાં પણ આંતરિક શુદ્ધિના અભાવે તેઓ ક્યારેય મોક્ષને પ્રાપ્ત કરી શકતા નથી. अज्झत्तसोहि-अध्यात्मशोधि (त्रि.) (ચિત્તશુદ્ધિ, અધ્યાત્મશોધિ) મત્તિય - ૩માધ્યાત્મિક (ત્રિ.) (આત્મામાં ઉત્પન્ન થયેલું 2. આત્મા કે મન સાથે સંબંધ રાખનાર 3. આઠમું ક્રિયાસ્થાન) ચિત્તમાં કે આત્મામાં જે ઉત્પન્ન થાય તે અધ્યાત્મ. આત્મામાં સુખ અને દુઃખ બન્ને ભાવો ઉત્પન્ન થતા હોય છે. આ સુખ-દુઃખ અત્યંતર અને બાહ્ય એમ બે પ્રકારના છે. વાત-પિત્ત-કફાદિ બાહ્ય દુઃખ છે અને ક્રોધ-માન-માયા-લોભાદિ અત્યંતરદુઃખો છે. તેવી રીતે શારીરિક નિરોગીતા બાહ્ય સુખ છે અને આત્મરણતા, પ્રશમાદિભાવો અત્યંતર સુખ છે. अज्झत्तियवीरिय - आध्यात्मिकवीर्य (न.) (આત્મિક શક્તિ, આત્મવીર્ય, ક્ષમા-કૃતિ-ઉદ્યમ-સંયમ-તપાદિરૂપ આત્મિક સત્ત્વ) ઓલા સંગમદેવને પોતાની દૈવિક શક્તિ પર અભિમાન હતું કે, સામાન્ય મનુષ્ય એવા મહાવીરને હું પળવારમાં હરાવી નાખીશ અને ઈન્દ્રની વાહ વાહ મેળવીશ. પરંતુ ભૌતિક શક્તિવાળા તે અજ્ઞાનીને પરમાત્માની આધ્યાત્મિક શક્તિની ક્યાં ખબર હતી. તેણે પરમાત્મા પર ઘોરાતિઘોર ઉપસર્ગો કર્યા પરંતુ, વિરપ્રભુની આત્મશક્તિના સત્ત્વરૂપી વીર્ય સામે તે બધા જ વામણા પુરવાર થયા. અંતે સંગમદેવને હાર માનીને પાછા ફરવું જ પડ્યું. મ0 - મધ્યાત્મ (1.) (આત્મામાં ઉત્પન્ન થયેલું, આત્મરણતા, સમ્યગુ ધર્મધ્યાનાદિ શુભભાવના) જે બાહ્ય પુદ્ગલોથી કે કોઇ ઘટના વિશેષથી પ્રાપ્ત ન હોય કિંતુ સાહજિક રીતે આત્મામાં રહેલું કે આત્મામાં ઉત્પન્ન થયેલું હોય તેવા આત્મ કહે છે, આનંદઘનજી મહારાજ આવા જ અધ્યાત્મયોગી પુરુષ હતા. તેઓના રચેલા દરેક સ્તવન-પદ્યાદિમાં તેમની આત્મરમણતા, ચિદાનંદતા અનુમાનથી જાણી શકાય છે. अज्झत्थओग - अध्यात्मयोग (पुं.) (અધ્યાત્મયોગ, રાગ-દ્વેષરહિત અંતઃકરણની એકાગ્રતા, ધર્મધ્યાન) મનના જે પણ શુભ વિચારો, વચનના જે પણ પ્રયોગો અને કાયા દ્વારા આચરવામાં આવતા જે પણ અનુષ્ઠાનો જો આત્માને પરમાત્મા સાથે જોડી દે, પોતાના સહજ સ્વભાવને પ્રાપ્ત કરાવે તો તે પ્રત્યેક મન-વચન-કાયાના યોગો અધ્યાત્મયોગ બને છે. अज्झत्थओगसाहणजुत्त - अध्यात्मयोगसाधनयुक्त (पुं.) (ચિત્તના ધર્મધ્યાનાદિ વ્યાપારોને સાધનાર એકાગ્રતાદિ યુક્ત) अज्झत्थओगसुद्धादाण - अध्यात्मयोगशुद्धादान (त्रि.) (શુભચિત્તથી વિશુદ્ધ થયેલા ચારિત્રવાળો) જો તમારે ઘરને કે અન્ય કોઈપણ જગ્યાને સાફ કરવી હોય તો જળનો પ્રયોગ કરવો પડે છે. કેમ કે, જળનો સ્વભાવ અશુદ્ધિને દૂર કરીને જગ્યાને ચોખ્ખી કરવાનો છે. તેમ ચારિત્રરૂપી સ્થાનને ચોખું કરવાનું કાર્ય કરે છે ચિત્તના શુભ વિચારો. મનના શુભ 181