________________ મન - વેન (.) (વસ્ત્રનો અભાવ, અલ્પમૂલ્ય વસ્ત્ર, વાસ ગંધ નાવિન્યાદિના અભાવવાળું વસ્ત્ર). શ્રમણ સામાચારીમાં રહેલા સાધુઓને કર્મક્ષય માટે વિવિધ કલ્પો સ્વીકારવાનું વિહિત કરવામાં આવેલ છે. જેમાં એક છે જિનકલ્પ આચાર. આ સ્વીકારનાર સાધુ જિનેશ્વર પરમાત્માની જેમ આહાર, ઉપાધિ વગેરે પર મમતા રાખ્યા વિના સંપૂર્ણ નિર્વસ્ત્રપણે અથવા અલ્પવસ્ત્રો કે ઓઘો મુહપત્તિ રાખીને વિવિધ પ્રકારના ઉપસર્ગો-પરિષહોને સહન કરીને આત્મશુદ્ધિ કરે છે. તેઓ આ કલ્પ દરમિયાન લોકસંપર્કથી દૂર રહેતા હોય છે, માત્ર આહાર-પાણી પૂરતું જ ગામ કે નગરમાં પ્રવેશ કરતા હોય છે. મત (T) - મન () (કું.) (જને વસ્ત્ર નથી તે, વસ્રરહિત ૨.અલ્પ અને જીર્ણ વસ્ત્ર રાખવાનો જિનકલ્પિકાદિ સાધુઓનો આચાર) કલ્પસૂત્ર શાસ્ત્રમાં ભગવાન ભદ્રબાહુસ્વામીએ સાધુના દસ આચાર બતાવ્યા છે તેમાં પ્રથમ આચાર છે અચેલ આચાર. અચેલનો અર્થ કરવામાં આવ્યો છે અલ્પમૂલ્યવાળા કે જીર્ણવસ્ત્ર. વચ્ચેના બાવીસ તીર્થંકરોના સાધુને છોડીને પ્રથમ અને અંતિમ તીર્થકરોના સાધુઓને બહુમૂલ્ય વસ્ત્રો કલ્પે નહીં. આવા અલ્પમૂલ્ય વસ્ત્રો ધારણ કરનાર સાધુને અચેલક કહેવામાં આવે છે. મત્રથમ - મતથ (.) (જિનકલ્પિક વિશેષની અપેક્ષાએ અવિદ્યમાન અને વિકલ્પની અપેક્ષાએ જીર્ણ-મલિન-અલ્પ-શ્વેત વસ્ત્ર છે જેમાં તે અચેલકધર્મ, પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનમાં સંમત સાધુનો આચારવિશેષ) વિશેષ સત્ત્વના અભાવે જે સાધુઓ જિનકલ્પ વગેરે આચારો સ્વીકારી શકતા નથી, તેવા સ્થવિરકલ્પમાં રહેલા સાધુઓ અત્યંત અલ્પમૂલ્યવાળા કે જીર્ણ વસ્ત્ર ધારણ કરવારૂપ શાસ્ત્રોક્ત આચારનું પાલન કરતા હોય છે. આ આચારને અચલકધર્મ પણ કહેવાય અન્નપર (1) સદ - વેત્નપર (1) પદ (પુ.) (અદીનપણે વસ્ત્રરહિત રહેવાનો પરિષહ, જીર્ણ કે અલ્પમૂલ્યવસ્ત્રને અદીનતાપૂર્વક સહન કરવું તે, અચલપરિષહ) સાધુભગવંતને અદીનપણે વસ્રરહિત કે જીર્ણવસ્ત્ર રહેવું તે અચલપરિષહ છે. વસ્ત્રરહિત રહેવાની આ વાત જિનકલ્પી આદિ વિશિષ્ટ શ્રમણો માટે છે. અન્ય શ્રમણો તો વસ્ત્રયુક્ત હોવા છતાં પણ જીર્ણ, ટુંકા, મલિન કે અલ્પમૂલ્યવાળા વસ્ત્રોને શોક, લજ્જા, દીનતાદિના ત્યાગપૂર્વક સમતાભાવે ધારણ કરે તેને અચલપરિષહ કહેવાય છે. अचेलपरि (री) सहविजय - अचेलपरि (री) षहविजय (पुं.) (અદીનપણે વસ્રરહિત કે જીર્ણવસ્ત્રધારી રહેવારૂપ પરિષહ સહન કરવો તે, જીર્ણ યા હલકા વસ્ત્રોને અદીનતાપૂર્વક ધારણ કરવા, તે, વસ્ત્રોની કમીને સમભાવથી સહન કરવી તે) પ્રથમ સંઘયણથી પ્રાપ્ત થતા દેઢશરીરના અભાવવાળા આ દુષમકાળમાં સંયમનો નિર્વાહ કરનારા મુનિઓ ઠંડીમાં રજાઈ વગેરેનું ગ્રહણ કે અગ્નિનું સેવન કરતા નથી. સંયમની રક્ષા માટે તેઓ અલ્પમૂલ્યવાળા જીર્ણ કે મલિન વસ્ત્રોને ધારણ કરે છે. તે પણ શોક કે લજ્જાદિ ભય રાખ્યા વગર સમતાભાવથી ધારણ કરે છે. તેથી તેઓ અચેલપરિષહવિજયી કહેવાય છે. ત્રિમ - ત્નિ (ત્રી.) (વસ્ત્ર વગરની સ્ત્રી) લોકોમાં ઉપહાસપાત્ર અને લોકનિંદાનું ભાજન થવાની સંભાવના હોવાથી તેમજ સાનુકૂળ પ્રતિકૂળ અનેક પરિષહાદિ ઉપસ્થિત થવારૂપ ગંભીર કારણોસર સાધ્વીજી ભગવંતોને નિર્વસ્ત્ર રહેવાનો નિષેધ કરાયેલો છે. આ બાબતે બૃહત્કલ્પસૂત્રના પાંચમા ઉદેશામાં સવિસ્તર હેતુપુરસ્સર જણાવાયું છે. સોગ - અતિ (ત્રિ.) (અપ્રેરિત, જેને પ્રેરણા કરવામાં ન આવી હોય તે). ધન-સંપત્તિ વગેરેથી નહીં આકર્ષાયેલો અને સરળ પ્રકૃતિવાળો શિષ્ય ગુરુ દ્વારા ધર્મ માર્ગમાં સામાન્યથી પ્રેરિત કે પ્રેરણા ન કરવા છતાં પણ તે શીધ્ર સુશિક્ષિત થાય છે. પરંતુ લાલચુ અને કટિલમતિવાળો અયોગ્ય શિષ્ય ગમે તેટલી ગુરુની પ્રેરણા થવા છતાં 133