________________ પ્રભુશાસન પામેલાની ફરજ બની જાય છે કે ગ્લાન-રોગી સાધુ ભગવંત અને મા-બાપની સારી રીતે સેવા કરીને તેમને સમાધિશાતા પ્રદાન કરવી. યાદ રાખજો કેયાવચ્ચને અપ્રતિપાતી ગુણ કહ્યો છે. બીજા ગુણોથી કદાચ લાભ થાય કે નહીં પણ સેવા-ભક્તિ ક્યારેય નિષ્ફળ જતી નથી. ચારિત્રાદિ શ્રેષ્ઠગુણોના ધારક મહાત્માઓને શાતા ઉપજાવે છે તેનું શરીર પણ નીરોગી રહે છે. અઢાર અક્ષોહિણી સેનાની તાકાત કરતાં વધુ શક્તિવાળા ભરત ચક્રવર્તીને પણ બાહુબલીએ હરાવ્યા હતા. કારણ જાણો છો? પૂર્વભવમાં તેમણે પાંચસો મહાત્માઓની હર્ષોલ્લાસ પૂર્વક સેવા કરી હતી. તેના ફળ સ્વરૂપે તેઓ અતુલબળના સ્વામી બન્યા હતા. ગાય - મીત (પુ.) (અગીતાર્થ) બૃહત્કલ્પસૂત્ર આગમમાં સાધુ ભગવંતો માટે 1. ગીતાર્થ અને 2. ગીતાર્થ નિશ્રિત એમ બે જ પ્રકારના વિહાર દર્શાવ્યા છે. તેના સિવાયના અગીતાર્થનો કે અગીતાર્થનિશ્રિતનો વિહાર નિષિદ્ધ કરેલો છે. કારણ કે જ્ઞાની સાધુ જ્યાં પણ જશે દેશકાળને અનુરૂપ દીર્ઘદૃષ્ટા બની સ્વ-પરનું હિત સાધશે પણ અહિત તો નહીં જ થવા દે. વસ્થ - ગીતાઈ (.) (અગીતાર્થ, જેણે છેદસૂત્રાર્થ ગ્રહણ નથી કર્યો અથવા ગ્રહણ કરીને વિસ્તૃત કરી દીધો છે તે). જેણે શાસ્ત્રોના પરમાર્થ નથી જાણ્યા તે અગીતાર્થ કહેવાય છે. અર્થાત્ ગુરુગમથી આગમોના રહસ્યોનો જાણકાર ન હોવાથી તે અગીતાર્થ છે. સંયમી હોવા છતાં પણ આવા અગીતાર્થને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું અજ્ઞાન હોવાથી તે ઉત્સર્ગને અપવાદ અને અપવાદને ઉત્સર્ગ બનાવતો લોકોમાં શાસનહીલનાનું ઘોરપાપ આચરતો હોય છે. શાસ્ત્ર કહે છે કે, “દી તુ યતિ થાન, યતિત જ્ઞાની' અર્થાત્ શ્રાવકે ચારિત્રી બનવાનું છે અને સાધુ થયા પછી અનુભવજ્ઞાની બનવાનું છે. મુળ - અમુળ (કું.) (ગુણરહિત, દોષ) “મારા હલન-ચલનથી માતાને પીડા ન થાઓ” એવા વિચારથી પ્રભુ વીરે ગર્ભમાં હલન-ચલનની પ્રક્રિયા બંધ કરી દીધી. પરંતુ માતાને સુખ ઉત્પન્ન થવાને બદલે ગર્ભ નિદ્માણ થઈ ગયાની ભ્રાન્તિથી દુઃખ થયું. એટલે જ શાસ્ત્રકારોએ કહ્યું છે કે ઉપદેશ કે સહાયતા જે યોગ્ય-પાત્ર હોય તેને જ કરવા. અન્યથા જેમ દુષ ધાતુનો ગુણ કરવાથી દોષ બને છે તેમ કોઇ અપાત્રને કરેલો ગુણ અહિતકારી પણ બને છે. માWITTT - TWITT (કું.) (અગુણનું કોઇકને ગુણપણે વિપરિણમવું-બદલાવું તે, અગુણમાં ગુણપણું થવું તે). ભગવાને કહ્યું છે કે દુષમ એવા આ પંચમ આરામાં બધા જીવો પ્રાયઃ જડ અને વક્ર થશે. અર્થાત્ તેઓમાં બુદ્ધિની જડતા અને વર્તનની વક્રતા પ્રચુર માત્રામાં હશે. પરંતુ સબૂર ! આવા પંચમકાળમાં પણ પરમાત્માનું શાસન સાડા અઢાર હજાર વર્ષ સુધી અખંડરૂપે ચાલવાનું છે. તે માત્ર ને માત્ર આ જ દુર્જનકાળમાં પાકેલા ઋજુ અને પ્રાજ્ઞ જીવોના આધારે. કાળd - TUત્વ (.). (નિર્ગુણીપણું, નિર્ગુણીતા, ગુણનો અભાવ) વીંછીનો સ્વભાવ છે ડંખ મારવાનો. તેના પર ગમે તેટલો ઉપકાર કરવામાં આવે તો પણ તે પોતાના સ્વભાવને છોડતો નથી તેમ સજ્જનો હંમેશાં પરોપકારના સ્વભાવવાળા હોય છે. કોઇ તેમનું ગમે તેટલું ખરાબ કરે તો પણ તેઓ કાયમ બીજાનું હિત જ ઇચ્છતાં હોય છે. જો દુર્જનોમાં નિર્ગુણીતાની પરાકાષ્ઠા હોય છે તો સજ્જનોમાં સદૂગુણિતાની પરાકાષ્ઠા હોય છે. अगुणपेहि (ण)- अगुणप्रेक्षिन् (त्रि.) (અગુણદર્શી, દુર્ગુણોને જોનાર) ચૌદ ગુણસ્થાનકમાં મિથ્યાત્વ ગુણસ્થાનક અને સમ્યક્ત ગુણસ્થાનક એમ બે ગુણસ્થાનક આવે છે. તેમાં મિથ્યાત્વ ગુણસ્થાનકે રહેલો જીવ ગુણવાન પુરુષ કે ગુણકારી પદાર્થમાં પણ માત્ર દોષદર્શન કરતો હોય છે. જ્યારે સમ્યક્ત ગુણસ્થાનકે રહેલો જીવ નિર્ગુણીમાં પણ ગુણદર્શી હોય છે. જેમ કે કૃષ્ણ મહારાજે આખા શરીરમાં કીડા પડી ગયેલા અને દુર્ગધ મારી રહેલા કૂતરામાં પણ 110