________________ બાકી રહેતું હતું તેથી તેમણે છેવટે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં પણ થોડા દિવસ રહેવું પડ્યું. અહો ! કેવા છે અભિમાન કરવાના કટુફળ. I/Rવાસ - IIRવાસ (પુ.) (ગૃહવાસ, ગૃહસ્થાશ્રમવાસ). કવિ કાલિદાસે રઘુવંશ કાવ્યમાં તેની પ્રારંભિક ભૂમિકામાં રઘુવંશની ગુણવત્તા અને ખાનદાનીનો પરિચય આપતા લખ્યું છે કે, રઘુકુળમાં ઉત્પન્ન થનારા રાજાઓ ગૃહસ્થાવાસમાં હોય ત્યારે બાળપણમાં તેઓ વિદ્યાનું અધ્યયન કરનારા, યુવાનીમાં શીલનું પાલન કરનારા તથા ગૃહસ્થોને ઉચિત વિષયોનું આસેવન કરનારા અને વૃદ્ધત્ત્વમાં મુનિ જેવી વૃત્તિવાળા એટલે કે, અંતકાળે યોગપૂર્વક દેહનો ત્યાગ કરનારા હતા. આ માત્ર રઘુકુળનું નહીં કિંતુ ભારતીય સંસ્કૃતિનું ઘોતક છે. મારિ () - મરિન(કું.) (ગૃહસ્થ, ગૃહસ્થાશ્રમવાસી) શ્રમણ ધર્મનું પાલન કરવાને અસમર્થ ગૃહસ્થ પણ જો ધર્મનો સ્વીકાર, યથાશક્ય પાલન આદિ પૂર્વક સ્વ અને પરને વિષે સમાન દૃષ્ટિવાળો થઈને સમતાભાવ રાખે તો ગૃહસ્થ હોવા છતાં પણ તે ઉચ્ચગતિ પ્રાપ્ત કરી શકે છે. માવિષ્પ - મરિન (જ.) (ગૃહસ્થનું કાર્ય, ગૃહસ્થની સાવદ્યાદિ ક્રિયા 2. જાતિ આદિનો મદ કરવો તે). યોગશાસ્ત્રમાં શ્રાવકનું વર્ણન કરતાં જણાવ્યું છે કે, જે ચારિત્ર લેવાને અસમર્થ હોવા છતાં જેના હૃદયમાં સતત સંયમ ધર્મના તાર રણઝણતા હોય તે સાચો શ્રાવક છે. આવો શ્રાવક જીવનોપયોગી સિવાયના સાવદ્ય વ્યાપારના ત્યાગવાળો હોય છે અને સંસારવાસમાં રહ્યો હોવા છતાં એક યોગીની સમાન રહે છે. પરમ તત્ત્વની પહેચાન થયા પછી સંસારના ભાવો સહયોગી બની જતા હોય છે. સામાન્ય લોકો જે નિમિત્તાથી કર્મબંધ કરે છે એ નિમિત્તોથી તે નિર્જરા કરતો હોય છે. માયિંગ - મર્થક() (ગૃહસ્થોનું અંગ-કારણ 2. જાત્યાદિક મદસ્થાન) મદનું કાર્ય દારૂ જેવું છે. દારૂ પીધેલી વ્યક્તિ જેમ સારાસારનો વિવેક વિસરી જાય છે તેમ અભિમાની વ્યક્તિ પણ યોગ્ય-અયોગ્યનું ભાન ભૂલી જાય છે. યાદ રાખજો ! ઉચ્ચ જાતિમાં જન્મ વગેરે શ્રેષ્ઠ વસ્તુની પ્રાપ્તિ સત્કાર્યજનિત પુણ્યના કારણે છે. માટે તેનું અભિમાન કરીને તમારા ભવિષ્યને અંધકારમય ન બનાવો. અમIરી - મારો (સ્ત્રી.) (ગૃહિણી, ગૃહસ્થ સ્ત્રી) કોઈ ઠેકાણે કહેલું છે કે, એકમાત્ર પુરુષ જ જયાં રહેતો હોય અને તેની પાસે સર્વસુખ-સુવિધા સંપન્ન બંગલો હોય તો પણ તેને ઘર , નથી કહેવાતું, પરંતુ જ્યારે ગૃહિણી સાથે હોય ત્યારે જ તે ઘર બને છે. આ વાક્ય દ્વારા ગૃહસ્થપણામાં સ્ત્રીની કેટલી આવશ્યકતા છે તે જણાવ્યું છે. ગૃહસ્થાશ્રમને વિષે સ્ત્રીને અત્યંત મહત્વ આપતાં તે કેવી હોવી જોઈએ? તે વિષયમાં કહેલું છે કે ભોજન કરાવવામાં માતા સમાન, સંસારિક કષ્ટોને સુલઝાવવામાં મંત્રી કે મિત્ર સમાન, શયનને વિષે રંભા સમાન અને દરેક પ્રકારે પતિનું તથા કુટુંબનું હિત કરનારી હોવી જોઈએ. अगारीपडिबंध - अगारीप्रतिबन्ध (पुं.) (ગૃહસ્થ સ્ત્રીનો પ્રતિબંધ-અટકાવ) છ છેદસૂત્રમાં જેનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે તે વ્યવહારસૂત્રના ચતુર્થ ઉદ્દેશામાં સાધુઓને ઉદ્દેશીને જણાવ્યું છે કે, ગૃહસ્થ સ્ત્રી સાથે આલાપ, સંલાપ અને નિકટનો પરિચય કરવાથી સ્વ-પરને વિષે અનેક દોષો ઉત્પન્ન થવાનો ભય રહે છે. તેથી ગૃહસ્થાસ્ત્રીઓ સાથે ઘનિષ્ઠ પરિચય ન કરવો જોઈએ. દ - Tધ (ત્રિ.) (ગંભીર) 108