________________ રીતે જે સ્વયં આચારવાન અને દઢસંયમી છે તેઓ ક્યારેય અન્યને અસંયમી કે શિથિલ બતાવવાનો પ્રયત્ન નથી કરતા. પરંતુ જેઓ સ્વયં અંદરથી પોકળ હોય છે તેઓ પોતાને મહાનું અને અન્યને શિથિલાચારી વગેરે લેબલ આપતા ફરતા હોય છે. માફvi - યાતિ (સ્ત્રી.) (આત્માના જ્ઞાનાદિ ગુણોનો ઘાત ન કરનાર કર્મપ્રકૃતિ, અઘાતી કર્મપ્રકૃતિ) કર્મગ્રંથમાં ઘાતી અને અઘાતી એમ બે પ્રકારે કર્મપ્રકૃતિ કહેવામાં આવેલી છે. જે કર્મપ્રકૃતિઓ જ્ઞાન-દર્શનાદિ મૂળગુણોનો નાશ નથી કરતી તે પ્રકૃતિઓ અઘાતી કહેવાય છે. આવી અઘાતી પ્રકૃતિઓ ચાર છે. 1. વેદનીયકર્મ, 2. આયુષ્યકર્મ, 3. નામકર્મ, 4. ગોત્રકર્મ. આ કર્મપ્રકૃતિઓ જ્ઞાનાવરણીયાદિ ઘાતી પ્રકૃતિઓ સાથે રહેલી હોવાથી તે ઘાતિની જેવી પ્રતીત થાય છે. अघाइरस - अघातिरस (पुं.) (જ્ઞાનાદિ ગુણોના ઘાતનું સામર્થ્ય નહીં ધરાવનાર અઘાતિકર્મના રસસ્પર્ધકોનો સમૂહ) જે અઘાતી કર્મ પ્રવૃતિઓનો ઘાતીપણાને આશ્રયીને કોઇ વિષય ન બનતો હોય અર્થાત, જે કર્મપ્રકૃતિઓનો કોઇપણ વિષય જ્ઞાનાદિ મૂળગુણોનો નાશક નથી હોતો તેવી કર્મપ્રકૃતિઓના રસસ્પર્ધકોનો સમૂહ. આ અઘાતી પ્રકૃતિઓ પણ સર્વઘાતી એવી મોહનીયાદિ પ્રકૃતિઓના સંપર્કમાં આવીને ઘાતીરસવાળી બને છે. જેમ લોકમાં ચોરનો સાથીદાર પણ ચોર કહેવાય છે. મયુતિ (ય) - મયુતિ (ત્રિ.). (ઘુણો-લાકડું ખાનાર જંતુ વડે નહીં ખવાયેલ, અખંડ) લાકડાનો મોટામાં મોટા દુમન છે ઘણો, ઉધઈ વગેરે. તે ગમે તેવી જગ્યામાં રહેલા લાકડામાં પેસીને તેને કોતરી-ખાઈને પોલું કરી નાંખે છે અને મોંઘાદાટ રાચ-રચીલાને નષ્ટ કરી નાખે છે. મિથ્યાત્વ પણ ઘણો જેવું જ છે. તે જેને પણ લાગે છે તેનામાં રહેલા જ્ઞાનાદિગુણો દૂષિત થઈ જાય છે. અને તે જીવ સદ્ગતિથી ભ્રષ્ટપ્રાય થઈ જાય છે. પરંતુ જેમણે સમ્યક્તથી પોતાના આત્માને સુરક્ષિત કર્યો છે તેના આત્મગુણોને મિથ્યાત્વરૂપ ઉધઇ ભેદી શકતી નથી. રં (ચં) વરિયમટ્ટ - માધ્વરિતમઠ્ઠા (સ્ટી.) (ધન્ય શ્રેષ્ઠીની ભટ્ટા સ્ત્રીથી ઉત્પન્ન પુત્રી) ધન્ય નામક શ્રેષ્ઠીની અચંકારીભટ્ટા નામે પુત્રી હતી. ઘરમાં અતિલડકી હોવાના કારણે તેની સામે કોઇ ચૂંકારો પણ નહોતું કરતું. આથી તેનું અચંકારીભટ્ટા નામ પડ્યું હતું. પોતાની બધી આજ્ઞા માને તેવા રાજમંત્રી પુરુષ સાથે તેના લગ્ન કરવામાં આવ્યા. તે પોતાના પતિને દાબમાં રાખતી હતી. એક દિવસ રાજકાર્ય વશ પતિએ તેની આજ્ઞા માની ન માની આથી રિસાઇને તે રાત્રે ઘર છોડીને ચાલી નીકળી. રસ્તામાં તેને ચોરોએ લૂંટી, રંગારાના ત્યાં વેચી દેવામાં આવી. ત્યાં ઘણું જ કષ્ટ વેઠવું પડ્યું. ઘણા પ્રયત્ન પાછી લાવવામાં આવી. જીવનની સત્યતા સમજીને તેણે ક્રોધ કરવાનું છોડી દીધું. અને સરળતા સ્વીકારી. મુનિપતિ ચરિત્રમાં તેનું વિશદુ વર્ણન કરવામાં આવેલું છે. મયંવત્ન -- અવઝન (ત્રિ.) (જેણે ઇંદ્રિયોને વશ કરી છે, અચંચળ). જ્ઞાનસાર ગ્રંથના ઇંદ્રિયજય નામક અષ્ટકમાં કહેલું છે કે હે આત્મન્ જો તને આ ભયાનક સંસારથી ડર લાગ્યો હોય અને તેનાથી છૂટીને શાશ્વત સુખના સ્થાનભૂત મોક્ષને પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવતો હોય તો ઇંદ્રિયો પર વિજય મેળવવા તારું પૌરુષત્વ વિસ્તાર, કેમ કે જેણે ઇંદ્રિયો પર વિજય મેળવ્યો છે તેણે જ લોકમાં ખરો વિજય મેળવ્યો છે. અવંs - મવા (ત્રિ.) (નિષ્કારણ પ્રબળ કોપ રહિત, તીવ્રક્રોધ વગરનો, સૌમ્ય, ક્ષમાશીલ) ધનવાન કે બળવાન ક્યારેય લોકમાં રાજ્ય કરી શકતા નથી. પરંતુ જેઓ વાત-વાતમાં ગુસ્સે નથી થતા, નિષ્કારણ કોઈ પર ક્રોધ નથી કરતા અને સૌમ્ય સ્વભાવવાળી ક્ષમાને ધારણ કરી રાખે છે તેઓ જ લોકહૃદયમાં શાસન પ્રાપ્ત કરી શક્યા છે. કારણ કે રાજ કરવા માટે જોઇએ લોકોનો પ્રેમ અને વિશ્વાસનું સંપાદન. તે મેળવવા માટે ક્ષમા એ જ ઉત્તમ હથિયાર છે. 125