________________ મયUOT - પ્રવેક્સ (ત્રિ.). (અકુશલ, અનિપુણ 2. ખેદને નહીં જાણનાર) મૂર્ખ વ્યક્તિઓ ઉપદ્રવયુક્ત દેશનું, નઠારા ધંધાનું, દુષ્ટ નારીનું, કુત્સિત-ખરાબ સોબતનું અને દૂષિત ભોજનનું સેવન કરે છે. જેના લીધે તેઓ ડગલે ને પગલે દુઃખી થયા કરે છે. જ્યારે ડાહ્યા માણસો ઉપરોક્ત વસ્તુઓનો ત્યાગ કરીને હંમેશાં સુખી રહે છે. 34 - (પુ.) (વૃક્ષ 2. પર્વત 3. સૂર્ય 4. ગમન નહીં કરનાર શૂદ્રાદિ) વૃક્ષો પોતાના સ્થાનથી ક્યારેય ખસતા નથી. પર્વત ગમે તેવા પવનની સામે અડીખમ ઊભો જ રહે છે. સૂર્ય પણ પોતાની નિર્ધારિત ગતિથી ક્યારેય વિચલિત નથી થતો. એકમાત્ર મનુષ્ય જ એવું વિચિત્ર પ્રાણી છે કે, જો ક્યાંય લાલચ દેખાઈ કે પોતાના ન્યાય, નીતિ અને સદાચારને નેવે મૂકીને તરત જ અનાચારમાં પ્રવૃત્ત થઈ ગયો. હાય રે લાલચ બુરી બલા ! કામ - મસુર () (અસુર, દૈત્ય) શાસ્ત્રોમાં વિપરીત સમજને મિથ્યાત્વ કહ્યું છે. તેનું વાસ્તવિક સ્વરૂપ અજ્ઞાનતામાં સમાયેલું છે. વ્યક્તિ ગમે તેટલો હોશિયાર હોય પણ જો તેનામાં જ્ઞાનનું વૈપરીત્ય હોય તો તે વ્યક્તિ માટે દૈત્યનું કામ કરી જશે. અનંતાનંત જીવો આવા મિથ્યાત્વરૂપ અસુરના ભરડામાં અનંતકાળથી ભટકી રહ્યાં છે. મિથ્યાજ્ઞાન એ જ ખરેખરો અસુર છે જે જીવને ભવોભવ હલાલ કરતો રહે છે. અફસમાવUCT - ૩માતિસમાપન્ન (પુ.). (નારક, નરકાદિગતિમાં ગયેલ, દુર્ગતિ પ્રાપ્ત). સ્થાનાંગસૂત્રમાં આવતા વર્ણન પ્રમાણે નારકો બે પ્રકારના છે. એક ગતિસમાપન્ન અને બીજા અગતિસમાપન્ન. ગતિદંડકમાં પ્રાપ્ત થયેલા જીવો નરકમાં જતાને અથવા નરકપણે ઉત્પન્ન થયેલાને ગતિસમાપન્ન કહે છે. જ્યારે અગતિસમાપન્ન એટલે દ્રવ્યનારકો અર્થાત, ચલ-સ્થિરત્વની અપેક્ષાએ અગતિસમાપન્ન સમજવા. મહિમ - અસ્થિ (2) (કેળુ-કદલીફલ 2. ટુકડારૂપ સમારેલું ફળ 3. અધ્વકલ્પ-કાળકલ્પ) સાધુ ભગવંતોના આહાર-પાણીની ખેવના કોઈ એક સંઘની નહીં પરંતુ, સમસ્ત જૈનોની છે. તેઓ ધર્મોપદેશ દ્વારા પ્રાણીમાત્રના હિતનું સર્વોપરિ કાર્ય કરતા હોય છે. એટલે જૈન હોવાના નાતે દરેક જૈનને તેમના આહાર-પાણી ઉપધિ આદિ બાબતોનો ચોક્કસ ખ્યાલ હોવો જ જોઇએ. ગોચરી વહોરાવતી વખતે એ ખ્યાલ હોવો જ જોઇએ કે, તેમને અચિત્ત આહાર-પાણી કલ્પ, સમારેલા ફળો 48 મિનિટ પછી જ વહોરાવવા કલ્પે વગેરે. જો આપણે આ બાબતોનું ધ્યાન નથી રાખતા તો સમજવું કે આપણે માત્ર જન્મે જૈન છીએ, કર્તવ્યતાની રૂએ નહીં. મહિનો (રેશ) (યૌવનોન્મત્ત, યુવાનીથી ઉન્મત્ત થયેલું) આજના યુવાનો ફેશન-વ્યસન અને ઉદ્ધત વર્તનોમાં પોતાની આન-બાન અને શાન સમજે છે. યુવાનીના મદમાં છાકટા થયેલા તેઓ રોજ સવાર પડે ને જાણે પોતે હીરો હોય તેમ કલાકો સુધી દર્પણ સામેથી ખસે નહીં. સ્ત્રીઓની જેમ ચેનચાળાઓ કર્યા કરે અને જેને ગધેડાઓ પણ ન સૂધે તેવા તમાકુ, ગુટકાઓને મોઢામાં ટેસથી ચલાવતા ફરે છે ત્યારે સંત કબીરના પદો યાદ આવી જાયઃ 'मुखडा क्या देखो दर्पन में, धन यौवन ज्यूं ढलता पानी, ढल जाए इक पल में, मुखडा क्या देखो दर्पन में' મહૂયમ - અવqય (કું.) (નહીં ખંજવાળવાનો અભિગ્રહવિશેષ ધારણ કરનાર) બાર પ્રકારના તપમાં એક તપ આવે છે ઇચ્છાનિરોધ. જેમાં ઇચ્છાઓ પર કાબૂ મેળવવો એ જ તપ બને છે. આવો તપ કરનારા ઘણાબધા તપસ્વીઓ હોય છે. તેમાં સર્વોત્કૃષ્ટ ઇચ્છાનિરોધનો તપ જિનકલ્પી સાધુઓમાં હોય છે. તેઓ કોઇપણ જાતની અપેક્ષાઇચ્છારહિત હોય છે. આહાર મળ્યો તોય શું કે ન મળ્યો તોય શું. ઠંડી ગરમી કે કોઇપણ ઋતુમાં તેઓ રક્ષણ શોધતાં નથી. અરે