________________
૨૦ : સંતની અમૃતવાણી
સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત એ હછ પદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે, તે સ્વપ્નદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે તે સહજમાત્રમાં જાગ્રત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય, સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેક્ષને પામે.
–આંક, ૪૯૩
આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભક્તા છે, મોક્ષપદ છે અને મોક્ષનો ઉપાય છે. એ છ પદ.
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org