________________
સંતની અમૃતવાણું : ૯૯
દુખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે, એવા રાગદ્વેષ અને અજ્ઞાનાદિ દેષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી, એમ સર્વ જ્ઞાની પુરુષને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રજરૂપ છે, તેને સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુ–વચનનું શ્રવણવું કે સશાસ્ત્રનું વિચારવું એ છે. –આંક, ૩૭૫
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org