________________
ચાર નિક્ષેપે અરિહંત વંદનિક છે તે વિષે.
૭૧
પમતિવાળાને પણ સમજણ પડે તેવી છે. રે! ટુંકો ! તમારા મનથી તમારે તે વસ્તુ તજવાથી પુન્યનો બંધ નહિ હોય પણ અત્રે તો એમ સમજીએ છીએ કે જેટલા સુમાર્ગ અને પુન્યના રસ્તા છે તે ધર્મશાસ્ત્રાનુસારેજ છે. માટે ધર્મશાસ્ત્રથીજ માંસ મદીરાનું ભક્ષણ કરવું તેમાં પાપ છે એવું સ્પષ્ટ માલમ પડેછે અને તેથીજ સર્વ શ્રાવકો તેને તજેછે અને પણ પુત્ય બાંધેછે.
વળી નથ્થુનું કહેવાથી ઇંદ્ન તથા દેવતાાગ્યે પુન્યનો બંધ કર્યાછે એ વાત પણ નિઃશંશય છે.
વળી ઈંદ્રે પણ શુભ કરાવીને મહાપુન્ય ઉપાર્જન કર્યું છે અને બીજા શ્રાવકોએ તથા રાજાઓએ જૈનમંદિર કરાવ્યાં છે અને તેથી સુગતિને પામ્યા છે તે વાત અમે અગાઉ લખી ગયા છીએ. જેો લખેછે કે જીનપ્રતિમા દેખીને શુભ ધ્યાન ઉપજે તો મલ્લિનાથને તથા તેમની સ્ત્રીરૂપની પ્રતિમાને દેખીને છ રાજા કામવ્યાસ કેસ થયા ! માટે સ્થાપનાનિક્ષેપો વંદનીક નહિ” તેનો ઉત્તર-મહાસતી સાધવીને રૂપવંતી દેખીને કેટલાએક દુષ્ટ પુરૂષોના હૃદયમાં કામવિકાર ઉત્પન્ન થાયછે તો તેથી કરીને જેઠાના મત પ્રમાણે તો સાધવી પણ વંદનીક ઠરશે નહિ, અને ભગવંતે તો સાધવીને વંદન નમસ્કારાદિ કરવાનું શ્રાવક શ્રાવિકાને કહેલું છે માટે આ કારણથી તો જેણે નાનાનો ઉત્થાપક છે. પરંતુ આ બાબતમાં સમજવાનું તો એમ છે કે જે દુષ્ટ પુરૂષોને સાધ્વીને દેખીને કામ ઉત્પન્ન થાયછે તે તેમને મોહનીકર્મનો ઉદય અને સાડી ગતિનું બંધન છે; પરંતુ તેથી કાંઈ સાધવી અવંદનીક ઠરતા નથી. તેમજ મહીનાથજીને સ્ત્રીવેદમાં અત્યંત સ્વરૂપવંત દેખીને છ રાજા કામ વ્યાસ થયા તે તેમને મોહનોકર્સનો ઉદય છે. પરંતુ તેથી કરીને દ્રવ્યનિક્ષેપો તથા સ્થાપનાનિક્ષેપો અવંદનીક રતા નથી.
વળી અનાર્ય લોકોને પ્રતિમા દેખીને શુભ ધ્યાન કેમ ઉપજનું નથી ! એસ જેઠાએ લખ્યુંછે પણ તેનું કારણ તો એછે કે તેણે પ્રતિમાને પોતાના શુદ્ધ દેવરૂપે જાણી નથી, અને જો જાણે તો તેઓને શુભ ધ્યાન ઉપજ, અને તેઓ વ્યાસાતના કરેજ નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org