________________
દ્રૌપદીએ જનપ્રતિમા પુછે તે વિશે ૧૦૧ એટલે ઘણું અરિહંતના ચૈત્ય છે એમ કહ્યું છે. અને બીજી બધી નગરીના વર્ણનમાં ચંપાનગરીની ભલામણું સુત્રકારે દીધેલી છે તે તિથી સર્વે નગરીઓમાં પળેપળે ચંપાનગરીની પિડે જનમંદિર હતા એમ નિર્ણય થાય છે. વળી આણંદ, કામદેવ, શંખ, પુષ્કળી પ્રમુખ શ્રાવકોએ તથા એક મહાબળ પ્રમુખ રાજાઓએ પુજા કર્યાને અધિકાર સુત્રોમાં ઘણી જગ્યાએ છે. માટે જે જે જગ્યાએ પુજા કર્યાનો અધિકાર છે તે તે જગ્યાએ જીનમંદિર તો છે જ તેમાં કોઈ શક નથી. વળી તે શ્રાવકોના પૂજા કરવાના અધિકારમાં જ કયબળીકમ્મા” શબ્દ પ્રત્યક્ષપણે છે, જેનો અર્થ સ્વદર્શનમાં તથા પરદર્શનમાં તમામ જગ્યાએ દેવ પુજા કરી એવો જ થાય છે. માટે ઘણું શ્રાવકોએ પ્રતિમા પુછે છે અને ઘણે ઠેકાણે મંદિર હતા એમ સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે.
પછી તે લખે છે કે “ફક્ત પદીએજ પૂજા કરી છે અને ત પણ આખા ભવમાં એક જ વાર કરી છે તેને ઉત્તર–એકમતિના કહેવાનો સાર એ છે કે પૂજાના અધિકારમાં સ્ત્રી બતાવી તો કોઈ શ્રાવક કેમ ન કહ્યું? તે મુખે પ્રભુજીને રેવતી શ્રાવિકા એવધ વહેરાવ્યું તો કોઈ શ્રાવકે વહરાવ્યું એમ કેમ ન કહ્યું? વળી પ્રથમ સિદ્ધ મરૂ દેવી માતા થયા, શ્રી વીર પ્રભુનો અભિગ્રહ છમાસ પાંચદિન છે ચંદનબાળાએ પ, સંગમના ઉપસર્ગથી છ મહિને વત્સ પાળી ડેશીએ પરમા પ્રભુને પારણું કરાવ્યું, તથા આ ચોવીશીમાં મલીનાથજી અનંતી ચોવીસીએ સ્ત્રીપણે તિ
કર થયા, ઈત્યાદિક આ ચોવીશીમાં સ્ત્રીઓએ ઘણું મોટાં કામ કર્યા છે; પ્રાયે પુરૂષ શુભ કાર્યો કરે તેમાં શી વડાઈ! પણ સ્ત્રીઓને કરવું દોહલું છે; પૂરૂષને તે પૂજાનાં કારણે મેળવવાં સુગમ છે પણ સ્ત્રીને વિષમ છે માટે દ્રોપદીનો અધિકાર વિસ્તારે કહ્યું છે. જે સ્ત્રીએ એમ પુજન કરી તે પુરૂષે ઘણું જ કરી છે એમાં શું સંદેહ છે? અર્થાત–કાંઈ સંદેહ નથી. વળી કુમતિઓ કહે છે કે એક જ વાર
૧ ક્ષીર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org