________________
૧૯૮
સમષિ સહ્યોદ્વાર. દત, અને સાળી નદીમાં તણાઈ જતી હોય તો તેને કાઢી લાવવાની સાધુને આજ્ઞા કેમ દેતી આ પ્રમાણે કેટલીએક આશા દીપેલી છે માટે એમ સમજવું કે જે જે કાર્યમાં તેમણે આજ્ઞા આપ
છે તે ભવ્ય પ્રાણીઓનું હિત જાણુને આપેલી છે, હિંસા જાણુંને આપેલી નથી તેથી આ સંબંધનું જેઠા મૂઢમતિનું કરેલું લખાણુ તદન અસત્ય ઠરે છે.
સામાયકમાં સાધુ તથા શ્રાવક પૂર્વોક્ત ગા શાદથી બ્રાદિક દ્રવ્યપૂજાની અનુમોદના કરે છે. સાધુને દ્રવ્યપૂજન કરવાનો નિષેધ છે પરંતુ ઉપદેશદ્વારાએ દ્રવ્યપૂજા કરાવવી અને તેની અનુમોદના કરવી તેનો ત્યાગ નથી એવું ભાષકારે કહેલું છે.
જે પાંચ અભીગમન બાબત લખે છે પરંતુ પાંચ અભી ગમનમાં જે સચિત વસ્તુનો ત્યાગ કરવાનો છે તે પોતાના શરીરના ભોગની વસ્તુનો કરવાનો છે, પણ પ્રભુપૂજા નિમિત્તે પાદિક દ્રવ્ય લઈ જવાનો ત્યાગ કરવાનું નથી. જે સર્વ વસ્તુને ત્યાગ કરીને સમવસરણુમાં જવાનું કહેશત સમવસરણમાં ઢીંચણું પ્રમાણ સચિત કુલ ભરેલા હોય છે તેનું કેમ? બુદ્ધિમાન પુરૂષોએ જેટલું બોલવું અથવા લખવું તેમાં વિચાર કરવો જોઈએ છતાં જેઠાએ વિચાર ન કરતાં જેમ આવે તેમ લખ્યું છે તેથી કરીને પોતાની મઈ બતાવી છે. આ બાબત સૂર્યોભને અધિકારે વિસ્તારથી લખાયેલું છે. ઈતિ. "
૩૫ છકાયના આરંભ વિષે. પાંત્રીશમા પ્રશ્નોત્તરમાં છકાયના આરંભને નિષેધવા માટે જેઠા કુમતિએ શ્રી આચારાંગ સત્રમાંથી નીચે લખેલો પાઠ લખ્યો છે યતા
तथ्यखलुभगवयापरिन्नापवेड्या, इमस्सचेव
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org