________________
સમકિત સહકાર
વળી આ પ્રસંગમાં જેઠમલ વિજય ચોરને અધિકાર લખીને બતાવે છે કે વિજ્યોર રાજગૃહી નગરીમાં પેસવાના માર્ગ નિસરવાના માર્ગ, મદ્યપાન કરવાના ઘર, વિયાના ઘર, ચોરના ઠામ, બે રસ્તા, ત્રણરતા તથા ચાર રસ્તા પડે તેવા માર્ગ, નાગદેવના, ભૂતના તથા જાના દહેરાં એટલા ઠામ જાણે છે એવું સુત્રમાં કહ્યું છે તે જગહીમાં તિર્થંકરના દહેરાં હોય તો કેમ ન જાણે ઉ. તર–પ્રથમ આ દષ્ટાંતજ નિરૂપયોગી છે. પરંતુ મુખે જેમ પોતાની ગુર્ખતા જણાવ્યા વગર રહે નહિ તમ જેઠમલજીએ પણ આવા નિરૂપયોગી લખાણુ કરી પોતાની પુર્ણ મુર્ખતા જણાવી છે; કારણ કે આ દાંત બીલકુલ તેિના મતને લાગુ પડતું નથી. એક અપમતિનો માણસ પણ સમજે કે આ અધિકારમાં ચોરને રહેવાના, સંતાવાના તથા પિસવા નિકળવાના જે જે સ્થાનકો તથા રતા છે તે વિજય ચોર જાણતો હતો એમ કહ્યું છે. ખરું છે કે એવી રીતના સ્થાનકો જાણતો ન હોય તો ચોરી કરવી મુશ્કેલ પડે. વળી તે જાણતો હતો તિમાં શેઠ શાહુકારની હવેલીઓ રાજ્યમંદિર, હસ્તિ શાળા, અશ્વશાળા, અને ઉપાશ્રય વિગેરે કહ્યા નથી તેમજ જીન મંદિર પણ કહ્યા નથી, કારણ કે તેવા સ્થાનકો ચોરને રહી શકવાના હોતા નથી તેથી તે ભણવાનું તેને કાંઈ પણ પ્રયોજન ન હોતું પરંતુ તે ઉપરથી એમ ન સમજવું કે તે નગરીમાં તે સમયે જીન મંદીર ઉપાશ્રય વિગરે નહોતા પણ એ નગરીની અંદર રહેનારા તમામ શ્રાવકો નિરંતર જીનપ્રતિમાની પૂજા કરતા હતા તેથી જનમંદિર ઘણું જ હતાં એમ સિદ્ધ થાય છે.
વળી આ બાબતમાં જે કુમતિ કોણુક રાજાએ ભગવંતને વંદના કરી તેની શાખ આપીને એમ કરાવે છે કે તેણે ટ્રિપદિની પિઠે પૂજ કેમ ન કરી? કારણ કે પ્રતિમાથી ભગવંત અધિક હતા તેનો ઉત્તર–ભગવંત ભાવતિર્થંકર હતા માટે તેની વેદના સ્કૃતિ વિગેરેજ થાય છે અને તેમની સમીપે સર પ્રકારની પૂજામાંથી વાછત્રપુજા, ગીતપુજ, તથા નત્યપુજા, વિગેરે પણ થાય છે, ચામર ઢળાય છે, વિગેરે જે પ્રકારની ભક્તિ ભાવતિર્થંકરની કરવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org