________________
સમકિત સભ્યોહાર,
પરથી તે જેઠમલ મહામૃષાવાદી અને ઉત્સુત્ર પરૂપવાવાળો હતો એમ પ્રત્યક્ષ સિદ્ધ થાયછે, કારણ કે પુર્વોક્ત પ્રશ્નમાં તે પોતેજ લખેછે કે માનુષોત્તર પર્વત ઉપર ચૈત્ય નથી, અને આ પ્રશ્નમાં લ
બે કે માનુષોત્તર પર્વત ઉપરનાં ચત્ય કેમ ન વાંધાં ? તો તે ઉ પરથી માનુષોત્તર પર્વત ઉપર ચૈત્ય છે એમ સિદ્ધ થાયછે. આ પ્રમાણે જ્યાં જેમ પોતાને ફાવતું આવ્યું તેમ લખ્યું છે પણ સુત્ર વિરૂધ લખવાનો ભય મુદ્દલ ધારણ કર્યા નથી.
વળી તે લખેછે કે ચારણમુનિઓને ચારિત્રમોહનીનો ઉદય છે તેથી તેઓને જવું પડયું છે” પણ રે મુઢ ! એતો પ્રત્યક્ષ છે કે તેમને તો તે કાર્યથી ઉલટી દર્શનશુદ્ધિ છે, પરંતુ ચારિત્રમોહનીનો ઉદય તો તમારા ઢંઢકોને છે એમ પ્રત્યક્ષ જણાઈ આવે છે.
વળી તે લખેછે કે ચારણમુનિઓએ પોતાને સ્થાનકે - વીને કયાં ચૈત્ય વાંચાં છે તેનો ઉત્તર—સુત્રપાડમાં ચારણમુનિ માનજીરૂ એટલે અહીં આવે એમ કહ્યું છે તેનો ભાવાર્થ એવો છે કે જે ક્ષેત્રમાંથી ગયા હોય તે ક્ષેત્રમાં આવે, આવીને રૂને ગાડું વલ્ડ એટલે આ ક્ષેત્રનાં ચૈત્ય કે અસાશ્વતી જીન પ્રતિમા તેને વાંહે એમ કહ્યું છે.પરંતુ પોતાને ઉપાશ્રયે આવે એમ નથી કહ્યું. આ ભાખતમાં જેઠમલ કુયુક્તિ કરીને લખે છે કે ઉપાશ્રયમાં તો ચૈત્ય હોય નહિ માટે ત્યાં કયા ચૈત્ય વાંદ્યાંચ્યા કે વળ મુર્ખતા ભરેલું લખાણ છે. વળી ભગવતી સુત્રના પાઠે કરીને, અસાશ્વતી અને સાશ્વતી જીનપ્રતિમા સરખીજ છે અને તે બંનેમાં અંશમાત્ર પણ ફેર નથી, એમ સિદ્ધ થાયછે.
જેોનિાવ લખેછે કે ચારણમુનિ તે કાર્ય કરી આવીને ચ્યાલોયા પડિમ્યા વિના કાળ કરે તો વિરાધક થાય એમ કહ્યું છે તે ચક્ષુદ્રીના વિષયના પ્રેર્યા થકા દ્વીપસમુદ્ર જેવા ગયા છે માટે સમજવું” આ લખાણ તદન મિથ્યા છે. કારણ કે તેને જે આલોયણા પ્રતિક્રમણા કરવી છે તે જિનવંદનાની કરવી નથી પરંતુ તેમાં થયેલા પ્રમાદની છે; જેમ સાધુ ગોચરી કરી આવીને આ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org