Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 11
________________ આઠ સમતાના લક્ષયથી યુક્ત હોય તે જ્ઞાનને, તે શ્રદ્ધાને અને તે ચારિત્રને જ સમ્યફ શબ્દથી ઓળખાવાય છે. સમકિત, ચુત કે ચારિત્ર પણ સમતાના ધ્યેયથી જ આદરવાનાં છે. એ જણાવવા માટે તે ત્રણેની સાથે સામાયિક શબ્દ જોડવામાં આવ્યું છે અને તે અનુકમે સમકિત સામાયિક, શ્રત સામાયિક અને ચારિત્ર સામાયિક કહેવાય છે. પાંચ પ્રકારના ચારિત્રમાં પણ પ્રથમ સામાયિકચારિત્ર છે અને તે પાંચે ચારિત્રમાં અનુગત હોય છે. એટલે બીજા ચારિત્રેની સફળતાનો આધાર પણ સામાયિક ચારિત્ર છે. આ રીતે સામાયિક ધર્મ એ પરમ ધર્મ છે અને તે સમતા, સમભાવ કે સામ્યને તેના પ્રકર્ષ પર્યત કેળવવાથી સિદ્ધ થાય છે. સમતાને આ પરમ પ્રભાવ કહ્યો છે કે પાપી આત્માઓ પણ તેના પ્રભાવે એક ક્ષણવારમાં મોક્ષને પામે છે ? આ બને લઘુકૃતિઓમાં ધર્મના પ્રાણભૂત સિદ્ધાંત-આ સામ્ય” અથવા “સમતા” નું વર્ણન છે. આવા એક ઉગી પ્રકાશન દ્વારા શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ પિતાના ધ્યેય પ્રત્યે એક ડગલું આગળ વધે છે અને મુમુક્ષુ જીને મેક્ષમાર્ગની કૂચમાં પરમસહાયક એવી એક સામગ્રીની ભેટ કરે છે. બેડા, રાજસ્થાન. પાર્શ્વ જન્મકલ્યાણદિન વિ. સં. ૨૦૨૮ તા. ૧૨-૧૨–૭૧ ) પં. ભદ્રકવિજયગણી * अयं प्रभावः परमः समत्वस्य प्रतीयताम् । यत्पापिनः क्षणेनापि पदमियरति शाश्वतम् ॥ શ્રી હેમચંદ્રસૂરિકૃત યોગશાસ્ત્ર, પ્રકાશ-૪ રપ ટીકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 120