Book Title: Samayshataka tatha Samtashatak
Author(s): Sinhsuri , Yashovijay Upadhyay, Bhadrankarvijay
Publisher: Jain Sahitya Vikas Mandal

View full book text
Previous | Next

Page 10
________________ સાત છે અને તે સમતા” છે. એક સમતા જ મેક્ષનું અનન્ય સાધન છે. સમતાના આરાધન વિના કેઈ જવને મોક્ષ થયો નથી, થતું નથી, થવાનું નથી અને એ જ કારણે શ્રી જૈનશાસનમાં સઘળીએ બાહ્ય-આંતર ક્રિયાઓ સમતાભાવ કેળવવા માટે, સમતાભાવની વૃદ્ધિ કરવા માટે ઉપદેશવામાં આવી છે. ક્રેડો જન્મ સુધી તીવ્ર તપને કરવા છતાં જે કર્મોને ક્ષય થતું નથી તે કર્મોને, સમભાવથી ભાવિત ચિત્ત થાળ જીવ અર્ધ ક્ષણમાં ખપાવે છે. બાહ્યથી શ્વેતામ્બર છે, દિગબર છે, બૌદ્ધ હે યા અન્ય હે પણ જેનું ચિત્ત સમભાવથી ભાવિત હોય તે અવશ્ય મેક્ષે જાય છે. એક મૂલ ઉત્તર ગુણોનું પાલન, બાઢા-આત્યંતર તપનું સેવન, ધારણા ધ્યાનાદિ ગાંગોનું આરાધન, જે સમતાભાવને પામવાના લક્ષ્યવાળું હોય તે સાર્થક છે, અન્યથા નિરર્થક છે; એમ શ્રી, જિનશાસનનું સ્પષ્ટ પ્રતિપાદન છે. જ્ઞાનાદિ ગુણોમાં મેક્ષની કારણતા એક સમતાગુણને અવલંબીને છે. સમતાસહિત અથવા * પન્નરભેદ જે સિદ્ધના રે, ભાવલિંગ તિહાં એક, દ્રવ્યલિંગ ભજના કહી, શિવસાધન સમતા છેક રે, તેહમાં છે સબલ વિવેક રે; તિહાં લગી મુજ મન ટેક છે. ભામે છે અવર અનેક રે, બલિહારી ગુણની ગોઠડી મેરે લાલ. –શ્રી શાંતિજિન-નિશ્ચય વ્યવહાર સ્તવન ઢાળ-૫, ગાથા-૨. કર્તા ઉપા. શ્રી યશોવિજ્યજી મહારાજ * सेयंवरो वा दिगंबरो वा बुद्धो वा अहव अन्नो वा । समभावभावियप्पा लहइ मुक्खं न संदेहो ॥१॥ - સંબધ સિરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 120