________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરપેક્ષભાવે ભિન્ન ભિન્ન જવાબદારી વચ્ચે પણ સાઘત તપાસી ક્ષતિ રહિત કરનાર પૂજ્યપાદ પંન્યાસપ્રવરશ્રી કુલચંદ્રવિજયજી મહારાજા..
તથા પુસ્તક લેખનમાં ઉપયોગી પુસ્તકોને તાત્કાલિક પ્રાપ્ત કરી આપવા તથા પ્રેસ આદિનાં કામકાજમાં પણ જેઓશ્રીનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો છે, એવા પૂજ્ય પંન્યાસશ્રી મુનિચંદ્રવિજયજી મ. સા.
તથા સુંદરતમ સંસ્કારનું ચિંતન. સદ્ગુરુદેવોનો સમાગમ-શાસ્ત્ર સ્વાધ્યાયાદિનાં વૈરાગ્યપોષક નિમિત્તોનાં દાન દ્વારા જીવનબાગમાં સંયમની શ્રેષ્ઠ હરિયાળી સર્જાવી છે એવા પરમ તપસ્વી પૂજનીય પિતા મુનિરાજશ્રી ચન્દ્રયશવિજયજી મ. સા. તથા સાઈઝ-પોઈન્ટ, આર્ટિસ્ટ વિગેરેનાં યથાયોગ્ય સૂચનો સાથે પ્રસ્તુત પુસ્તકની તમામ જવાબદારી શિરે લીધી છે એવા બધુ મુનિરાજશ્રી પૂ. ભાગ્યેશવિજયજી મ. સા., પૂ. મહાયશવિજયજી મ. સા.
૯૩-૯૩ વર્ષની જૈફવયે પણ એક ટેકો આપવા જેટલો પણ પ્રમાદ સેવ્યો નથી એવા અપ્રમત્તતાના અવતારસમા પ્રવર્તિની પદે વિરાજમાન વયોવૃદ્ધસ્થવિરા દાદી ગુરુણીજી શ્રી મનકશ્રીજી મ. સા. જેઓશ્રીની હેતભરી હૂંફાળી ગોદમાં આ પુસ્તકનું આલેખન થયું. વાત્સલ્યની ગંગોત્રી સમા પરમ તપસ્વિની પરમોપકારિ ગુરુણીજી શ્રી સુવર્ણાશ્રીજી મ. સા.
માત્ર જન્મદાત્રી જ નહીં સુસંસ્કારોનાં દાન દ્વારા જીવનદાત્રી, સંયમદાત્રી એમ ત્રિવેણી ઉપકારનાં આરે ઊભેલાં, આશિષ અમૃતથી છલકાતું અંતર મુકામનો તમામ કાર્યભાર પોતાના શિરે લઈ લેખન માટેની તમામ સુવિધા આપનાર અસીમોપકારી ગુરુમાતાશ્રી પૂ. રમ્યગુણાશ્રીજી મ. સા. આદિ
પૂજ્યોનાં પાવન પાદપધમાં ભાવભીની વંદનાવલિ.... લેખનપૂર્વે જેમને અભ્યાસ કરાવ્યો અને લેખન બાદ સંપૂર્ણ મેટર ચિત્રો વિગેરેનું સૂક્ષ્માવલોકન કરી આપ્યું એવા પ્રાધ્યાપકશ્રી ચંદ્રકાંતભાઈ તથા અમારા બિન અનુભવી મેટરમાં ઘણી ઘણી લેખન ક્ષતિઓને સુધારીને ભારે જહેમત ઉઠાવીને કંટાળ્યા વિના પુસ્તકને સર્વાગીણ સૌંદર્ય આપનાર ભરત પ્રિન્ટરીને કેમ ભૂલી શકાય?
પ્રાન્ત -પુસ્તક લેખનમાં શ્રી વીતરાગપ્રભુજીની આજ્ઞા વિરુદ્ધ તથા કર્મગ્રંથના રચયિતા પૂજ્યપાદ શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજના આશય વિરુદ્ધ કાંઈ લખાઈ ગયું હોય તો ત્રિવિધ ક્ષમાયાચના.....“
મિચ્છામિ દુક્કડમ્'.. - અજ્ઞતા તથા છદ્મસ્થતાદિને કારણે રહી ગયેલી ક્ષતિઓને વિદ્વાનું પૂજ્યોએ સુધારવી એટલી વિજ્ઞપ્તિ સાથે વિરમું છું.
-કૃપાકાંક્ષી રમ્યરેણુ.
For Private and Personal Use Only