Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
(૨) થાય છે? – જ્ઞાન અંગેની આવી બધી સમસ્યાઓનો વિચાર તર્કશાસ્ત્ર કરે છે. ભારતીય તર્કશાસ્ત્ર પણ આ બધી જ સમસ્યાઓનો વિચાર કરે છે.
ભારતીય તર્કશાસ્ત્રની ચાર શાખાઓ છે–ન્યાય-વૈશેષિક, મીમાંસા, બૌદ્ધ અને જૈન. ન્યાય-વૈશેષિક શાખાનું તર્કશાસ્ત્ર અક્ષપાદનાં ન્યાયસૂત્રોથી ગંગેશ ઉપાધ્યાયના તત્ત્વચિન્તામણિ સુધી વિકસતો એક પ્રબળ પ્રવાહ છે. ધર્મને ગ્રહણ કરવા લૌકિક જ્ઞાન અસમર્થ છે એ સિદ્ધ કરવાના પોતાના પ્રયોજનને દષ્ટિમાં રાખી તર્કશાસ્ત્રની સમસ્યાઓની ચર્ચા કરવાની મીમાંસા પરંપરામાં મીમાંસા તર્કશાસ્ત્રનું મૂળ છે. મીમાંસા તર્કશાસ્ત્રનો વિકાસ પ્રભાકર અને કુમારિલ જેવા સૂક્ષ્મપ્રજ્ઞ તાર્કિકો દ્વારા સધાયો છે. બૌદ્ધ તર્કશાસ્ત્રના સ્થાપક દિનાગછે. ધર્મકીર્તિ, ધર્મોત્તર, અર્ચટ, આદિ બૌદ્ધ તાર્કિકોએ તર્કશાસ્ત્રની સમસ્યાઓની વિચારણામાં એવા તો પ્રબળ વિસ્ફોટો સજર્યા કે ભારતીય તર્કશાસ્ત્રની અન્ય વિચારધારાઓમાં તેમના દૂરગામી જબ્બર પ્રત્યાઘાતો પડ્યા અને નૂતન ઊંડાણો અને સૂક્ષ્મતાઓનું નિર્માણ થયું. તર્કશાસ્ત્રના નિર્માણના ક્ષેત્રમાં જૈન તાર્કિકોના મોડા પ્રવેશે તેમને લાભદાયી સ્થિતિમાં મૂક્યા. તેણે તેમને અન્ય શાખાઓના મહાન તાર્કિકોના ગ્રંથોનું અધ્યયન કરવાની અને જૈન તર્કશાસ્ત્રના નિર્માણ માટે જરૂરી બૌદ્ધિક સામગ્રીથી પૂરેપૂરા સજ્જ થવાની તક પૂરી પાડી. વળી, તેમની અનેકાન્ત દષ્ટિએ તેમને અન્ય શાખાઓના તાર્કિકોએ સ્થાપેલા અને પ્રતિપાદિત કરેલા સિદ્ધાન્તોમાં નિહિત સત્યને શોધી કાઢવા પ્રેર્યા અને એ રીતે તેમને આત્યન્તિકતાઓને તજવા તથા વિરોધી મન્તવ્યોનો સમન્વય કરવા સમર્થ બનાવ્યા. જૈન તર્કશાસ્ત્રને અંતિમ ઘાટ આપી પૂર્ણ કરનાર ઉચ્ચ કોટિના સૂક્ષ્મપ્રજ્ઞ જૈન તાર્કિક અકલંકદેવ પ્રખર ન્યાય-વૈશેષિક તાર્કિકો ઉદ્યોતકર અને પ્રશસ્તપાદ, ધુરંધર મીમાંસક તાર્કિકો પ્રભાકર અને કુમારિલ, સૂક્ષ્મદર્શી બૌદ્ધ તાર્કિકો દિડુનાગ અને ધર્મકીર્તિ પછી થયા છે. પરંતુ એનો અર્થ એ તો હરગિજ નથી કે જૈન તાર્કિકોનો ભારતીય તર્કશાસ્ત્રમાં ઓછો ફાળો છે. જૈન તાર્કિકોએ ભારતીય તર્કશાસ્ત્રમાં ગૌરવપ્રદ ફાળો આપ્યો છે, એનો ખ્યાલ પંડિત સુખલાલજી લિખિત તુલનાત્મક દાર્શનિક ટિપ્પણોને જોવાથી આવશે.
અકલંકને (અનુ. ઈ.સ. ૭૨૦-૭૮૦) જૈન તર્કશાસ્ત્રના પિતા ( the Father of Jaina Logic') ગણી શકાય. તેમની તર્ક કૃતિઓ છે – બધી સ્ત્રી, ન્યાયવિનિશ્ચય, પ્રમાણસંગ્રહ અને સિદ્ધિવિનિશ્ચય. આ બધી કૃતિઓ ઉપર તેમણે પોતે જ સંક્ષિપ્ત ટીકારૂપ નિવૃતિ લખી છે. અકલંક પછી તો જૈન પરંપરામાં એક પછી એક હારબંધ મહાપ્રજ્ઞ અનેક તાર્કિકો થયા. તેની સંક્ષિપ્ત માહિતી આપીએ છીએ. માણિક્યનન્દીએ (અનુ. ઈ.સ. ૮૫૦) જૈન તર્કશાસ્ત્રનો પ્રથમ વ્યવસ્થિત સારભૂત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org