Book Title: Pramanmimansa Jain History Series 10
Author(s): Hemchandracharya, Nagin J Shah, Ramniklal M Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
અનુવાદકનું પ્રાસ્તાવિક
કલિકાલસર્વજ્ઞ’ની અસાધારણ ઉપાધિ ખુદ બહુમુખી પ્રતિભાશાળી આચાર્ય હેમચન્દ્રને પામી કૃતાર્થ થઈ અને ગૌરવાન્વિત બની. ગુજરાતના ઇતિહાસમાં હેમચન્દ્રનું સ્થાન વિદ્યાગુરુ તરીકે નિશ્ચિત થયું છે. ભારતમાં વિદ્યાક્ષેત્રે ગુજરાતનું નામ તેમણે ઉજમાળું કર્યું છે. તેમણે વ્યાકરણ, છન્દ, અલંકાર, કોશ, યોગ, તર્ક (પ્રમાણ), દર્શન વગેરે વિષયના સર્વગ્રાહી શાસ્ત્રીય ગ્રન્થોનું નિર્માણ કર્યું છે. તે ગ્રન્થોમાં તેમણે તે તે વિષયનું વિશદ પ્રતિપાદન કરવાની સાથે જ જાણવા યોગ્ય પ્રાચીન વિચારપરંપરાઓનો સુચારુ રીતે અને વિવેચન સહિત સંગ્રહ કર્યો છે. જો તેમણે આ પરંપરાઓનો સંગ્રહન કર્યો હોત તો તેમનાથી આપણે સર્વથા અજ્ઞાત રહી જાત. અન્ય કોઈ ઉપલબ્ધ ગ્રન્થમાં તેમનો ઉલ્લેખ સુદ્ધાં નથી. એટલે જ જર્મન પ્રાધ્યાપક ડૉ. યાકોબી કહે છે : જે મૂળ સ્રોતો આપણા માટે મોટા ભાગે નાશ પામી ગયા છે તેમનામાંથી વિવિધ પ્રકારની માહિતીનો ગજબ વિશાળ રાશિ તેમણે પોતાના ગ્રન્થોમાં સંગૃહીત કર્યો છે. પરિણામે તેમના ગ્રન્થો ભાષાશાસ્ત્રીય અને ઐતિહાસિક સંશોધન માટે એક અણમોલ અપરિમેય ખજાનો બની ગયા છે.' - ભારતીય ચિન્તનમાં તર્કશાસ્ત્ર માટે પ્રમાણશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્ર શબ્દોનો પ્રયોગ પ્રચલિત છે. સને, વસ્તુને આપણે કેવી રીતે જાણીએ છીએ? જેના વડે આપણે વસ્તુને જાણીએ છીએ તે સાધનો કયાં છે? તે સાધનો કેટલાં છે અને શા આધારે આપણે તેમને યથાર્થ જ્ઞાનનાં (પ્રમાનાં) સાધનો ગણી શકીએ? જ્ઞાનના માથાશ્મની (પ્રામાણ્યની) કસોટો શી છે ? જ્ઞાનને અને જ્ઞાનના યથાર્મેને આપણે કેવી રીતે જાણીએ છીએ? પ્રત્યક્ષજ્ઞાનની ઉત્પત્તિનો ક્રમ શો છે? અનુમાનપ્રક્રિયા કેવી છે? અનુમાનનાં અંગો કેટલાં છે અને કયાં છે ? કયાં જ્ઞાનો સ્વતંત્ર પ્રમાણો છે? ક્યાં જ્ઞાનો પ્રમાણો હોવા છતાં સ્વતંત્ર પ્રમાણો નથી અને તેમનો અન્તર્ભાવ કયાં સ્વીકૃત સ્વતંત્ર પ્રમાણમાં 9. "....the enormous mass of varied information which he
gathered from original sources, mostly lost to us, makes his works an inestimable mine for philological and historical research.” —“Encyclopaedia of Religion and Ethics', Vol. VI, P. 591
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org