________________
સારાસાર તારવી કાઢવાની પદ્ધતિ બાબત છે. પહેલી બાબત વિશે એમ ઉત્તર આપવાનું કે, ઈતિહાસ કેને કહે તે પ્રશ્ન મતમતાંતર છે. તે વિશે અમારા કેટલાક વિચારે પુ. ૧ ની પ્રસ્તાવનામાં જણાવ્યા છે. વિશેષમાં “પ્રસ્થાન' માસિકમાં ૧૯૯૪ ના કાતિક માસના અંકમાં “ઈતિહાસનું પરિશીલન” નામે જે વિદ્વતાપૂર્ણ લેખ અત્રની કોલેજના અધ્યાપક રા. રા. કેશવલાલ હિમતરામ કામદારે લખ્યો છે તે ઉપર ધ્યાન ખેંચવા રજા લઈએ છીએ. બીજે દેષ જે તેઓશ્રીએ મૂકયો છે તે જાણવા તથા વિદ્યાર્થી તરીકે તેમાંથી શીખવા યોગ્ય ત ગ્રહણ કરવા, તેઓશ્રીને અમદાવાદમાં જ એક વખતે અમે રૂબરૂ મળ્યા હતા. ત્યારે થોડીક ચર્ચા થઈ હતી તેને સાર એ હતા કે, તેમણે અમારું પ્રથમ પુસ્તક તેમજ તેની પ્રસ્તાવના વાંચી નથી; બનવા જોગ છે કે જે વાંચ્યું હોત તે તેમને દેખાતી બૂટીઓ વિશેનું સમાધાન તેમાંથી મળી રહે એટલે નિરૂપાયે બીજી વખત સર્વ પુસ્તકો સહિત મળવા ઉપર મુલતવી રાખ્યું. તે બાદ કરાંચી મુકામે તેમના નિવાસસ્થાન ઉપર બે વખત અમે મળ્યા પણ સમયના અભાવે તે મુદ્દાઓ ચર્ચા શકાયા નથી. ત્યાંથી આવ્યાબાદ બે ત્રણ વખત પત્રદ્વારા તેના જવાબની ઉઘરાણી કરી પણ છે. પરંતુ ઉત્તર મળ્યો નથી એટલે હવે જ્યારે વળી બને ત્યારે ખરૂં.
(૩) મુંબઈ સમાચારના એક લેખક શ્રીયુત ઝવેરી–તેમણે લગભગ અઢી ડઝન જેટલા પિતાના નિર્ણયે જ કેવળ જણાવી દીધા છે. તે નિર્ણય ઉપર આવવાને તેમને શું શું કારણે મળ્યાં હતાં તેને ઉલેખ સરખોયે નથી. બલકે પૂ. આ. મ. ઈન્દ્રવિજયસૂરિ મહારાજના જ સર્વ પ્રશ્નો અને નિર્ણય કેમ ઉતાર્યા ન હોય અથવા કેમ જાણે તેમની નિશ્રામાં રહીને જ આખાયે લેખ લખાયે ન હોય તે આભાસ ઉભે થાય છે. આ સ્થિતિમાં તેમને સ્વતંત્ર જવાબ ન આપતાં, ઈન્દ્રવિજયસૂરિજી માટે નીચે જણાવેલ ઉત્તર વાંચી જવા વિનંતિ છે.
(૪) પૂ. આ. મ. ઈન્દ્રવિજયસૂરિ અમારી કૃતિમાં અપૂર્વ રસ લેતા માલમ પડ્યા છે. ઈ. સ. ૧૯૭ના મે માસ સુધીમાં તેમણે જે પ્રવૃત્તિ આદરી હતી અને તેમાં કયાં કયાં તેમણે ઉધે રસ્તે વાચકોને દર્યા છે તેનું દિગ્દર્શન પુસ્તક વિભાગ ૩ ની પ્રસ્તાવનામાં પૃ. ૧૦ થી ૧૪ સુધીમાં ટૂંકમાં દોરી બતાવ્યું છે. તે બાદ તેમના તરફથી ત્રણ પુસ્તક પ્રગટ થયેલ અમે નિહાળ્યાં છે (૧) પ્રાચીન ભારતનું સિંહાલકન (૨) મથુરાને સિંહ વજ અને (૩) મહાક્ષત્રપ રાજારૂદ્રદામા. પાછળના બે પુસ્તકે દેખીતી રીતે અને સ્પર્શતા નથી પરંતુ અમોએ જાહેર કરેલ માન્યતાના ખંડન માટેના તેમાં વારંવાર ઇસારા કરાયેલ હોવાથી તેનાં નામ અત્રે ઉતાર્યા છે. આ ઉપરથી જે એક બે વિદ્વાનોએ તે સર્વે જયાં-વાંચ્યા હશે તેમણે પૃચ્છા પણ ચલાવેલ કે, ડૉ. ત્રિભુવનદાસ ઉપર ઇદ્રવિજયસૂરિને આટલો બધે વેરભાવ થવાનું કારણ શું? અમારા કાને તે વાત આવી ત્યારે ત્યારે અમે
(૨) સિંહ જ નામ તેમણે શા માટે આપ્યું હશે તે તેઓશ્રીએ કયાંય જણાવ્યું નથી. મૂળ શબ્દ તે Lion-capital Pillar છે, જેનો અર્થ સિંહસ્તંભ થઈ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com