________________
ભાષણમાં, કાઢેલા ઉદ્દગારમાં (૨) ૧૯૭૬ના “ગુજરાતી સાહિત્ય સભાના રીપોર્ટમાં તેના સમીક્ષક રા. રા. પ્રોફેસર માંકડે અમારા પુસ્તક વિષે પ્રગટ કરેલા વિચારમાં (૩) “મુંબઈ સમાચાર” નામે દૈનિકમાં શ્રીયુત મિ. ઝવેરીએ કોઈ પણ જાતની દલીલ આપ્યા વિના ટાંકેલા પિતાના અનેક નિર્ણયોમાં (૪) અને પૂ. આ. . શ્રી. ઈન્દ્રવિજય સૂરિએ બહાર પાડેલ અનેક કૃતિઓમાં. ઉપરના ચારેનાં સમાધાનને પ્રયાસ હવે એક પછી એક કરીએ.
(૧) શ્રીયુત દુર્ગાશંકર શાસ્ત્રીજીના પ્રમુખ તરીકેના ભાષણમાં કાંઈ દલીલોની અપેક્ષા ન જ રખાય; તેમ તે સ્થિતિમાં પિતે ગમે તેવાં વિશેષણે વાપરે તોયે સર્વને મૌનજ સેવવું રહે; એટલે તે બાબત આપણે જતી કરવી રહી; બાકી અવલોકનમાં પણ દલીલો જેવું થોડું જ દાખવ્યું છે; માત્ર પોતાને અભિપ્રાય દર્શાવતાં અમને ધમધપણાના, અહંભાવના ઈ. ઈ. ઈલકાબ છૂટે હાથે આપે ગયા છે, પરંતુ તે ઈલકાબે પિતાને લાગુ પડે છે કે અમને, તે તે ભાવી નકકી કરે તે ખરૂં. અત્ર તેમની એક શિકાને ઉત્તર આપવું જરૂરી છે. પરિશિષ્ટકાર શ્રી હેમચંદ્રસૂરિએ અવંતિપતિઓના સમય બાબત ત્રણ ગાથા ટાંકી છે, તેના અર્થ છે. શાંતિલાલ નામના વિદ્વાને ચાલી આવતી માન્યતા પ્રમાણે કરી બતાવ્યું છે. જ્યારે અમે જુદી જ રીતે કરી બતાવ્યું છે. એટલે શ્રીમાન શાસ્ત્રીજીને તે બહુ આકરું પડયું છે અને તે માટે પોતાના તરફની સંગીન દલીલ આપવાને બદલે (૧)માત્ર બોલે છે કે “આધાર એક જ હોવા છતાં નિર્ણય જુદા જુદા”; આ વાક્યને પણ જે એક દલીલ જ ગણાતી હોય તે જણાવવું રહે છે કે કાયદાની કોર્ટે હાલમાં અનેક દરજજની ગણાય છે. સૌથી નાની મુનસફની, તેના ઉપર સેશન્સ જજ, તેના ઉપર હાઈ કેટે, તેની ઉપર લબેંચ અને છેવટ પ્રોવી કાઉન્સીલ; એક કેસ જે મુન્સફની કોર્ટમાં ચાલ્યું હોય અને તેનું પરિણામ સંતોષકારક ન હોય તે ફરિયાદી તેને તેજ કાગળ લઈને એક પછી એક ઉપરની કોર્ટમાં જાય છે. અને પાંચ કોર્ટોમાં કેઈ વખતે જુદા જુદા નિર્ણયે પણ આવે છે. આ પ્રમાણે સર્વે પાસે “કાગળ-આધારો એક જ હોવા છતાં નિર્ણય જુદા જુદા” કાં આવતા હશે તેને કાંઈ ખુલાસો છે કે?
(૨) રા. રા. પ્રો. ડોલરરાય માંકડ, તેમણે રીપોર્ટમાં અમારા પુસ્તક વિશે અભિપ્રાય દર્શાવતાં એવી તે શબ્દ અને વાકય રચના કરી છે કે ગુજરાતી ભાષાના નિષ્ણાત તરીકે તે તરી આવે અને બીજા પક્ષે આપણને તેમના હાથ તળે બેસીને જ ગુજરાતી ભાષાનું જ્ઞાન મેળવવાનું મન થયાં કરે; તેમને બે બાબતને દેષ મુખ્ય પણે લાગે છે. એક તો ઐતિહાસિક પુસ્તકોમાં ન દાખલ કરવા જેવી બાબતોને સમાવેશ કર્યો છે જેથી પુસ્તકને શુદ્ધ ઈતિહાસ ન કહેવાય; અને બીજે, દલીલ કરવાની તથા
(૧) અમને એક અન્ય વિદ્વાને કહેલ શબ્દો અત્રે યાદ આવે છે તેમના કહેવાને સાર એ હતો 2 શ્રીમાન શાસ્ત્રીજીને ગુજરાતના ઇતિહાસનો અભ્યાસ હજુ હશે પરન્ત પ્રાચીન ભારતવર્ષને નહીં હોય. નહીં તે રીતસરની દલીલો આપત.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com