Book Title: Prabandh Chatushtay
Author(s): Ramniklal M Shah
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ આખ શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણની એક માત્ર તાડપત્રીય હસ્તપ્રત પરથી પ્રસ્તુત “પ્રબંધ-ચતુષ્ટય'નું સંપાદન કરવામાં આવ્યું છે. મૂળ પાટણના જ સંઘવી-પાટક જ્ઞાનભંડારની નં.૩૧૭ની (પાટણના તાડપત્રીય હસ્તપ્રતોના સૂચિપત્ર પૃ.૧૯૪ પર નોંધાયેલ) આ તાડપત્રીય પ્રતનો નવો નંબર ૧૩૬/ર છે. પ્રત પરની કાષ્ઠપટ્ટિકા પર કૃતિ વિશે સિદ્ધસેન દિવાકર પરિત્રાદિ ૪ ગ્રંથ, પત્ર-૧૦' એવી નોંધ છે. હાલ તેમાં પત્ર નં.૪, ૬, ૧૦, ૧૨, ૧૩, ૧૫, ૧૬, ૩૫, ૪૦, પ૧, ૭૦, ૭૫, ૭૬, ૭૭, ૭૮ અને ૧૦૪ એમ કુલ ૧૭ પત્રો ઉપલબ્ધ નથી, પત્ર ૩૭ મું ખંડિત છે એ સાથે કુલ ૮૮ પત્રો મળે છે. ( પત્રો લગભગ ૧૪.૫” x ૧.૫” (૩૫.૨ ૮૪ સે.મી.) માપનાં છે. પ્રત્યેક પત્રમાં સુવાચ્ય દેવનાગરી લિપિમાં ૩ થી ૪ પંક્તિઓ અને પ્રત્યેક પંક્તિમાં લગભગ ૪૫ અક્ષરો લખાયેલ છે. કેટલાંક પત્રોમાં શાહીના ફેલાવાના કારણે લખાણ તદન ઝાંખું, અસ્પષ્ટ અને અવાચ્ય બની ગયું છે. કોઈ કોઈ જગ્યાએ પત્ર સહેજસાજ ખંડિત થવાથી પણ થોડું ઘણું લખાણ કપાઈ ગયું છે. પત્ર ૧૨ થી ૧૧/૧ પંક્તિ ૧ સુધીમાં (કુલ ૧૧ બાદ ખૂટતા ૩=૮ પત્રોમાં) ૭૦ પઘોમાં સિદ્ધસેન કથાનક, પત્ર ૧૧/૧ થી ૪૩ર સુધી (કુલ ૩૪-ખૂટતા ૯=૨૭ પત્રોમાં) ૨૫૯ પદ્યોમાં પાદલિપ્તસૂરિ કથાનક, પત્ર ૪૪૧ થી ૪૯૧ (કુલ ૭ પત્રોમાં) ૫૪ પદ્યોમાં મલવાદિ કથાનક અને પત્ર ૪૯૨ થી ૧૦૫/૧ સુધી (કુલ ૫૭-ખૂટતા ૭=૧૦ પત્રોમાં) ૪૭૦ પદ્યોમાં બપ્પભટ્ટસૂરિ કથાનક આવે છે. પ્રતમાં અંતિમ પદ્યના છેડે પદ્યસંખ્યા ૬૮૫ લખેલ છે. પરંતુ ઉપલબ્ધ પદ્યોની સંખ્યા જ ૮૫૩ (જેમાં અખંડ ૮૪૦ પદ્યો છે) થાય છે. તે જોતાં લાગે છે કે લિપિકારના ભ્રમથી ૯૮૫ ને બદલે ૬૮૫ અંક લખાઈ ગયેલ હશે. આમ હોય તો ખૂટતા પત્રોના કારણે આશરે ૧૫૦ જેટલાં પદ્યો ખૂટે છે તેમ માની શકાય. પ્રતિપત્ર લગભગ ૯ પદ્યો મળે છે તે જોતાં ખૂટતા ૧૭ પત્રોમાં ૧૫૦ જેટલાં પડ્યો હોય તેમ અનુમાન કરી શકાય. આ ગણતરીએ પણ અંતિમ પદ્યનો અંક ૯૮૫ હોવાનું માની શકાય. ગ્રંથાતે પત્ર ૧૦૫૧ પર આપેલી પ્રશસ્તિ પરથી જાણી શકાય છે કે પ્રત વિ.સં. ૧૨૯૧ (ઇ.સ.૧૨૩૫)માં લખાઇ છે. પ્રતમાં પદ્યોને કોઈ ક્રમાંક આપવામાં આવેલ નથી. પ્રસ્તુત સંપાદનમાં પદ્યોને સળંગ ક્રમાંક આપ્યો છે. ખંડિત પદ્યોને-જેમાં ક્યારેક તો એકાદ શબ્દ જ મળે છે - પણ સ્વતંત્ર ક્રમાંક આપેલ છે. પ્રત પ્રાયઃ શુદ્ધ છે. અશુદ્ધ પાઠને ટિપ્પણમાં નોંધી મૂળમાં પાઠસુધારણા કરી છે. કવચિત ખૂટતા પાઠની પૂર્તિ ચોરસ કૌંસમાં કરી છે. ક્યાંક અશુદ્ધિ નિવારી શકાઈ નથી ત્યાં અશુદ્ધ કે અસ્પષ્ટ પાઠની સામે ગોળ કૌંસમાં પ્રશ્નાર્થ મૂકેલ છે. પ્રતમાં કૃતિનું નામ આપેલ નથી, માત્ર કાષ્ઠપટ્ટિકા ઉપર ‘સિદ્ધસેન દિવાકર ચરિત્રાદિ ૪ ગ્રંથ' એવી કોઇએ કરેલી નોંધ છે. મધ્યકાલીન ચરિત્રકથાનક બહુધા પ્રબંધ તરીકે ઓળખાય છે. આથી જેમાં આવા ચાર ચરિત્રકથાનકો છે તેવા ગ્રંથનું નામ પ્રબંધચતુષ્ટય' રાખવું ઉચિત સમજી મેં પ્રસ્તુત કૃતિનું નામ “પ્રબંધચતુષ્ટય' આપ્યું છે. આથી પ્રબંધચિંતામણી, પ્રબંધકોશ જેવા સુપ્રસિદ્ધ પ્રબંધગ્રંથો સાથે તેના સામ્યનો નિર્દેશ પણ થઈ જાય છે. Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 114