Book Title: Pavitra Kalpasutra Author(s): Bechardas Doshi Publisher: Jashwantbhai N Shah Ahmedabad View full book textPage 7
________________ લોકપ્રકાશગ્રંથમાં વિસ્તારથી આપેલ છે. જેથી મૂળ કલ્પસૂત્રનો ભાગ હોવા છતાં આ સંક્ષિપ્ત ગ્રંથમાં તેને લીધી નથી. સમાચારી સાધુઓના આચાર અંગેના નિયમો છે તે હવે કોઈ પાળી શકે તેમ નથી. જેથી તેને પણ ગ્રંથમાં સામેલ કરેલ નથી. કલ્પસત્ર ઉપર ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીએ સંસ્કૃતમાં સુબોધિકા ટીકા લખી છે અને તેમાં ઘણા નવા પ્રસંગો ઉમેર્યા છે. લોકો સમક્ષ વાંચવા માટે ગણધરવાદ ઉમેરીને જૈન તત્ત્વજ્ઞાનની સમજ આપી છે. ઉપાધ્યાયજીએ રચનાને વિસ્તૃત બનાવી છે, જે હાલ વાંચનામાં ઉપયોગી થાય છે. તેનો ગુજરાતી અનુવાદ પણ થઈ ગયેલ છે. આ પુસ્તક શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મસૂરિજીને અર્પણ કરેલ છે. તેમના માટે પંડિત સુખલાલજીએ દર્શન અને ચિંતન ભાગ ૧ માં તેમને યુગપ્રવર્તક કહીને યાદ કર્યા છે. જૈન યુવકો સંસ્કૃત, પ્રાકૃત અને આગમના અભ્યાસી બને તે માટે તેમણે કાશીમાં યશોવિજયજી જૈન સંસ્કૃત - પાઠશાળાની સ્થાપના કરીને, જૈન વિદ્યાર્થીઓને ત્યાં રાખીને તૈયાર કર્યા. પંડિત સુખલાલજી તે પાઠશાળાના વિદ્યાર્થી હતા. બીજા પણ વિદ્યાર્થીઓ તૈયાર થયા. પરંતુ તેમના દેહાવસાન પછી તે પરંપરા આગળ ચાલી નહીં અને તેમનું સ્વમ અધૂરું રહ્યું. પંડિત સુખલાલજીએ દર્શન અને ચિંતન ભાગ ૧માં તેમને ભવ્ય અંજલિ આપી છે. કલ્પસૂત્ર પોતાના ઘરમાં રાખીને શ્રદ્ધાપૂર્વક વાંચન થઈ શકે તે માટે આ આવૃત્તિ તૈયાર કરી છે. કિંમત ઘણી ઓછી - પડતર કરતાં પણ ઓછી રાખી છે, અને જે રકમની આવક થશે તે પણ જૈન ટ્રસ્ટમાં જમા કરાવવામાં આવશે. વ્યવસાયનો કોઈ આશય નથી, તેટલી સ્પષ્ટતા પણ કરીને વિરમું છે. તા. ૧૪-૫-૨OO૬ “જન્મદિન” : ૧૪-૫-૧૯૩૨ જશવંતભાઈ એન. શાહ અમદાવાદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 78