Book Title: Pavitra Kalpasutra
Author(s): Bechardas Doshi
Publisher: Jashwantbhai N Shah Ahmedabad

View full book text
Previous | Next

Page 6
________________ નિવેદન જૈન આગમ ગ્રંથો પ્રાકૃત અર્ધમાગધી ભાષામાં હોવાથી તે સમજવા દરેક માટે શક્ય નથી. ભગવાન મહાવીરના સમયમાં આ ભાષા બોલચાલની ભાષા રહી હશે, અને તેથી જ મહાવીર સ્વામીએ લોકો સમજી શકે તેવી તેમની ભાષામાં ઉપદેશ આપ્યો. પંડિતોની ભાષા કે જે થોડા લોકો જાણતા હતા, તે ભાષાની સામે વિરોધ કરીને તેમણે લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. બુદ્ધિ અને મહાવીરે વૈદિક સંસ્કૃતિ સામે વિરોધ કર્યો હતો તે સૌ જાણે છે. આજે હવે જે ભાષા લોકો સમજી શકતા નથી તે ભાષાને બદલે હાલની આમ સમુદાય સમજી શકે તેવી ભાષામાં આગમગ્રંથોને લોકો સમક્ષ મૂકવા જોઈએ. ચૌદ પૂર્વ બચ્યા નથી, તેના કેટલાક અવશેષો બચ્યા છે. ચૌદ પૂર્વના જાણકાર શ્રી ભદ્રબાહુસ્વામીએ નવમા પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધ સૂત્ર જુદું કરીને લોકો સમક્ષ પ્રસ્તુત કરેલ. તેનું આઠમું અધ્યયન એટલે કલ્પસૂત્ર. કલ્પસૂત્ર કોઈ સ્વતંત્ર ગ્રંથ નથી. સાધુઓ તેનો પાઠ મોઢે કરતા હતા. પરંતુ મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૯૮૦ વર્ષ પછી તે વંચાયુ કે લિપિબદ્ધ થયેલ હોય તેમ જણાય છે. હવે પર્યુષણમાં નિયમિતપણે વંચાય છે. મુનિશ્રી પુણ્યવિજયજીએ આગમ ગ્રંથોના સંશોધનનો જે પ્રયાસ કર્યો છે તે જૈન સમાજ ઉપર મોટો ઉપકાર કરેલ છે. કલ્પસૂત્રની પ્રત મુનિ પુણ્યવિજયજીએ અનેક પ્રાચીન તાડપત્રીય અને કાગળની પ્રતોમાંથી ઘણી જ મહેનત કરીને હાલની પ્રત તૈયાર કરી છે. સૌથી પ્રાચીન પ્રત વિક્રમ સંવત ૧૨૪૭ની છે. તે પહેલાની કોઈ પ્રત તેમને મળી આવી નથી. મુનિશ્રીએ અનેક પ્રતોના વાંચન પછી હાલની પ્રત તૈયાર કરી છે. જેથી કલ્પસૂત્ર વાંચતાં પહેલાં તેમણે લખેલ પ્રાસ્તાવિક પણ વાંચવું જોઈએ. એવું પણ કહેવાય છે કે કલ્પસૂત્રનું એકવીસ વખત શ્રવણ-વાંચન-મનન કરવાથી ભવિષ્યમાં મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે. તેથી પણ કલ્પસૂત્ર મહત્ત્વનો ગ્રંથ છે. જૈન ધર્મમાં બે ગ્રંથો મહત્ત્વના છે : કલ્પસૂત્ર અને તત્વાર્થ સૂત્ર. કલ્પસૂત્રમાં જૈન પરંપરા અને આચારનો ઈતિહાસ છે. જયારે તત્ત્વાર્થ સૂત્ર દાર્શનિક ગ્રંથ છે. ઉમાસ્વાતી મહારાજે સંસ્કૃતમાં તત્વાર્થ સૂત્રની સૂત્રશૈલીમાં રચના કરી છે. જેમાં જૈન તત્ત્વજ્ઞાનનો અમૂલ્ય વારસો છે. તેના ઉપર અનેક આચાર્યઓએ સંસ્કૃતમાં વિવેચનાત્મક અને પાંડિત્યપૂર્ણ ટીકાઓ લખી છે. પંડિત સુખલાલજીએ સરળ ગુજરાતી અનુવાદ કરેલ છે. તે વિસ્તૃત છે, પરંતુ તેની પણ સંક્ષિક આવૃત્તિ તૈયાર કરવામાં આવે તો શ્રાવક સામાયિક કરતી વખતે નિયમિત રીતે વાંચન કરી શકે અને તેનાથી જૈન તત્ત્વજ્ઞાનનો અને કલ્પસૂત્રના વાંચનથી જૈન ઇતિહાસ અને જીવનચરિત્રનો લાભ પ્રાપ્ત થઈ શકે છે. આજે પણ હિન્દુઓમાં ગીતાપાઠનો રિવાજ છે, તેવી જ રીતે કલ્પસૂત્ર અને તત્ત્વાર્થસૂત્રનું નિયમિત વાંચન થઈ શકે છે. ના નાનાં ૩૪૪ સૂત્રો મોઢે પણ કરી શકાય તેમ છે અને વિવેચન વાંચીને આત્મસાત થઈ શકે છે. જેનાથી જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા દઢ થશે. હવે પછી તત્ત્વાર્થસૂત્રની સંક્ષિપ્ત આવૃત્તિ તૈયાર કરવાની ઇચ્છા છે. મહાવીર સ્વામીની પરંપરામાં સુધર્મા સ્વામીની પરંપરાનો હાલનો સાધુ સમુદાય છે. સુધર્મા સ્વામી પછી જંબુસ્વામી, પ્રભવ સ્વામી, શયંભવ સ્વામી, યશોભદ્રસૂરિ અને સંભૂતિવિજયસૂરિ તથા ભદ્રબાહુ સ્વામી થઈ ગયા છે. સ્થવિરાવલી હવે ઘણી લાંબી થઈ ગઈ છે. ઉપાધ્યાય વિનયવિજયજીએ તેમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 78