Book Title: Paap Pratighat ane Gun Bijadhan Author(s): Raj Saubhag Satsang Mandal Saila Publisher: Raj Saubhag Satsang Mandal Saila View full book textPage 9
________________ : ૫: મહારાજની ધર્મપરીક્ષાના હિસાબે પંચસૂત્રી એવું નામ મળે છે, છતાં ચાલુ વ્યવહાર પંચસૂત્ર એવું નામ રાખ્યું છે. આ પંચસૂત્રમાં વિવિધ અર્થિઓને ગ્રાહ્ય મહાન નિધાન પડેલાં છે. આમાં નિર્મલ શ્રદ્ધાબલ અને ઉચ્ચ આધ્યાત્મિક તત્ત્વચિંતન કેળવવાની પ્રેરણા અને પ્રકારો છે; મોહ અજ્ઞાનના અંધત્વ મિટાવવા દિવ્ય અંજન છે; દુર્બાન અને ચિતાની દાહક જ્વાળાઓ સમાવનાર શીતલ શુભ ધ્યાનના સિંચન છે. માનસિક ઉદ્વેગ અને વિદ્વલતોની નાગચૂડમાંથી છોડાવનાર મંત્રો છે. દીનતા સુદ્રતાદિ દૂષણો કે દિલના દર્દો દૂર કરવાના સચોટ ઔષધો છે, ઉચ્ચ યશસ્વી જીવન જીવવાની ચાવીઓ છે. આપત્તિમાં આશ્વાસન સાથે સાત્વિક સહિષ્ણુતા કેળવવાના બોધપાઠ છે. ટૂંકમાં પંચસૂત્ર એટલે મહાગુલામી અને મહાત્રાસના મેરુ નીચે અંતરાત્મામાં દબાઇ રહેલ ભવ્ય સમૃદ્ધિ-વૈભવને પૂર્ણ પ્રકાશિત કરવાનું અમોઘ માર્ગદર્શન. એ દ્વારા સૂત્રકારે આપણા પર અનંત ઉપકાર કર્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રના ખપીને, ત્યાગ તપ અને વિરાગ-વિરતિના અર્થિને, ઉચ્ચ ભાવના- ધ્યાન અને આત્મરમણતાના અભિલાષીને આ શાસ્ત્ર વિના ચાલી શકે એમ નથી. તેથી આ ગ્રંથના પદે પદનું વારંવાર અધ્યયન, મનન, નિદિધ્યાસન કરવું જોઈએ. અહિ નીચે મૂળ ગ્રંથની અતિ ટૂંકી રૂપરેખા દોરી છે. પરંતુ ગ્રંથનું મહત્ત્વ તો વિવેચનમાં ખૂબ ઊંડા વિચારો પૂર્વક યોજેલા સ્પષ્ટીકરણોને પુનઃપુનઃ મથવાથી સમજાશે. ગ્રન્થવસ્તુ- પંચસૂત્રના ૫ પ્રકરણોમાં ૧ પાપપ્રતિઘાત પૂર્વક ગુણબીજાધાન, ર સાધુધર્મ-પરિભાવના, ૩ પ્રવજ્યા-ગ્રહણ વિધિ, ૪ પ્રવ્રજ્યા પાલન અને ૫ પ્રવજ્યાફળ મોક્ષ એ મુખ્ય વિષય છે. | પંચસૂત્ર અને વિવેચનનો ટૂંકસાર વિવેચન-ગ્રંથના પ્રારંભે આત્માની વિકૃત અંધકારમય દશાના કારણ તરીકે “અહ-મમ' ના સાચાં સ્થાનનું વિસ્મરણ બતાવી “ઉચ્ચ પ્રકાશના પંથે' નામની સાર્થકતા બતાવી, “પાપ પ્રતિઘાત- ગુણબીજાધાન,” “સાધુધર્મની પરિભાવના” વગેરે પાંચ સૂત્રનામોનો પરિચય આપ્યો. પછી પંચસૂત્ર “સતુ” યાને સત્ય ને સુંદર કેવી રીતે તે દર્શાવતાં કૃષ્ણ અને ઋષભદેવના દ્રષ્ટાંતથી જિનવચનની અનન્ય વિશિષ્ટતા બતાવી, એમાં પ્રભુનો ૯૮ પુત્રોને ઉપદેશ કહ્યો. પછી પાંચ સૂત્રોના ક્રમનું પ્રયોજન, સૂત્રનામનો ભાવાર્થ, દ્વાદશાંગીસાર જ્ઞાન-ક્રિયા, ને નિર્બેજ-સબીજ ક્રિયા (પૃ.૧૩) નું સ્વરૂપ કહ્યું.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 122