Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 7
________________ : ૩ : આત્મશુદ્ધિને સાકાર કર્યો જાય છે. એના પાલનમાં સાધક જો જરાક પણ ભૂલ કરે તો રોગમાં મિથ્યાભાવે સેવાયેલ કુપથ્યની જેમ અનર્થકારી બને છે. એ સમજવા આ સૂત્ર સુંદર સાધન છે. માટે, ઉત્તમ આત્માએ આ પંચસૂત્ર કંઠસ્થ કરવા લાયક છે, વારંવાર સ્વાધ્યાય કરવા યોગ્ય છે. દુષ્કાળમાં દ્વાદશાંગીનો મોટો ભાગ વિચ્છેદ પામે થકે અવશિષ્ટ આગમ-શાસ્ત્રો પણ પરમ આલંબન છે. એમાં આ સૂત્રની આરાધના પણ સમ્યગુ મોક્ષસાધકરૂપે પરમ આધાર છે. તત્ત્વાર્થ-ભાષ્યમાં, મરિ તુ નિનવનસ્ યWનિર્વાહ દ્રિ મવતિ એક પણ જિનવચનસાગરનું વચન આરાધ્ય મોક્ષગામી બનાવે છે, એ માપતુષમુનિ, ચિલાતિપુત્ર જેવા આરાધકોમાં દેખાય છે. ત્યારે ૧૪ પૂર્વી જેવા પણ જો પ્રમાદભાવે વિરાધક થયા, તો નીચગતિમાં રીબાવાનું ભુવનભાનુકેવળી ચરિત્રમાં જોવા મળે છે. માટે સુજ્ઞ આત્માઓ વિરાધના ટાળી સમ્યક્ શ્રદ્ધાપૂર્વક આ સૂત્ર અને સૂત્રોક્ત માર્ગની આરાધના અવશ્ય કરીને મોક્ષસાધક થાઓ; જેથી જીવન ધન્ય કૃતાર્થ બને, એવી મારી મંગળકામના છે. ગ્રંથપ્રકાશનમાં ઉપકાર કરનારાઓને ધન્યવાદ - આ પંચસૂત્ર ઉપર પૂર્વે અનેક વિદ્વાનોએ ગુર્જર અનુવાદ કરેલ છે. પરંતુ તેનું વિશદ વિવેચન તો તલસ્પર્શી ગંભીર ભાવોભરી પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીની સંક્ષિપ્ત સંસ્કૃત વૃત્તિને સ્પષ્ટ કરવામાં કુશળ સહજસિદ્ધ લેખક પન્યાસ ભાનુવિજયજી ગણિવરે (હાલ સ્વ. પૂ. આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ) ઉચ્ચ પ્રકાશના પંથે નામના વિવેચનથી કર્યું છે. તે જોતાં મને નિર્ણય થયો કે વર્તમાન જડવાદના અનાર્ય સંસ્કારી જમાનામાં મુગ્ધ થયેલ ભવી આત્માને શ્રી જિનેશ્વર ભગવંતના અમૃત-વચનોનો આસ્વાદ સચોટ રીતે પમાડનારું આ કલ્યાણહેતુ લખાણ છે, અને મેં તેથી ઘણા આત્માઓને મનનપૂર્વક વાંચવાને પ્રેરણા કરેલ. પરંતુ થોડા જ વખતમાં આ ગ્રન્થ અલભ્ય થયો અને જિજ્ઞાસુઓને આની જરૂર પડી; તેથી આ ગ્રન્થની બીજી આવૃત્તિ માટે પંન્યાસજીને મારી પ્રેરણા થઈ. જો કે તેમને અનેક સાહિત્ય-સર્જન વ્યાખ્યાન, મુનિસમૂહ-સંભાળ વગેરેને લીધે સમય-સંકોચ હતો, છતાં જીવોની ભાવદયા જાણી એમણે આ વિવેચનગ્રન્થમાં બાળજીવોને ઉપકારક સંવેગ-વૈરાગભર્યા દ્રષ્ટાનો દાખલ કરવા સાથે પૂર્વ આવૃત્તિના ભાવોને વિશેષ સ્પષ્ટ સુગમ કરનાર સુધારાવધારા કરી આપવા સંમત થયા, ને લખાણ તૈયાર થવા સાથે મુદ્રણનું કાર્ય શરૂ થયું. એ ઘણા આનંદની વાત છે કે આ ગ્રન્થ વાચકવર્ગને અમૃતના આસ્વાદ સાથે મુમુક્ષુ બનાવે એવો છે. એમાં શાસનદેવોને સહાયક થવા અભ્યર્થના છે.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 122