Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 10
________________ પડુપત્ર સંવમિ I ઞળાશય પઘ્ધવામિ । ત્રણે કાળના પાપ સાથે કેવો અભિગમ કેળવવો જોઇએ તેનું અદ્ભુત માર્ગદર્શન આ ત્રિપદીમાં મળે છે. ‘“ભૂતકાળના પાપોનો પ્રતિઘાત વર્તમાનના પાપોનો પ્રતિબંધ ભવિષ્યના પાપોનું પ્રત્યાખ્યાન'' પાપપ્રીતિનું સ્થાન પાપભીતિ લે તો જ સંસારના વળતાં પાણી થાય. ષોડશક પ્રકરણમાં સૂરિપુરંદરશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ધર્મ સિદ્ધિના પાંચ લક્ષણો બતાવ્યા છે. તેમાં એક છે-પાપજુગુપ્સા ! રસ્તા પર પડેલી વિષ્ટા જોઇને નાકનું ટેરવું ઉંચું ચડે છે. એ અશુચિ તો રોડ ઉપર પડી છે. પાપ એ તો પોતાની અંદર જ પડેલી ભાવ-અશુચિ છે. રસ્તાની અશુચિથી કદાચ પગ બગડે, આ અશુચિથી તો ભવોભવ બગડે. છતાંય, પાપની જુગુપ્સા જલ્દી ઉઠતી નથી એ જીવની કઠીણાઇ છે. પાપની વિરતિ હજુ સહેલી છે, પરંતુ પાપની અરતિ અતિ દુષ્કર છે. એક એક પાપસ્થાનના કટુ વિપાર્કો જીવ જાણે અને સંવેદનશીલ બનીને તેને ઝીલે તો ધ્રુજી જાય, થરથરી ઉઠે, કંપી જાય, “પાપપંકમાંથી બહાર નીકળવાનો અક્સીર ઉપાય છે-પાપકંપ''. પ્રાણાતિપાતાદિ પાપસ્થાનકોના દારૂણ વિપાકોનો પરિચય એ એવો લાવા બની શકે જેનાથી હાઇ રિચર સ્કેલના પાપકંપ પેદા થાય, જેનાં આંચકાથી પૂર્વસંચિત પાપ-મહેલાતો ક્ષણમાં ધરાશાયી બને અને નવું પાપ કરવાના પ્લાન સહજ રદ થઇ જાય. જૈન સાહિત્યકોશનું એક કિંમતી નજરાણું, એટલે આચાર્યદેવ શ્રી જિનચંદ્રસૂરિજી રચિત સંવેગ રંગશાળા. જેના પાને પાને સંવેગનું અમૃત નીતરે છે તેવો એક અમૃતફંડ એટલે સંવેગ રંગશાળા. જેના વાક્યે વાક્યે વૈરાગ્યના વિસ્ફોટ થાય છે તેવો એક આધ્યાત્મબોમ્બ એટલે સંવેગ રંગશાળા. જેના શબ્દે શબ્દે માર્મિક પ્રેરણાની સરિતા પ્રગટે છે તેવો એક મહાગિરિ એટલે સંવેગ રંગશાળા. આ ગ્રન્થરત્નના ચોથા સમાધિલાભ દ્વાર અંતર્ગત પ્રથમ અનુશાસ્તિ દ્વારમાં સહુ પ્રથમ અઢાર પાપસ્થાનકનો અધિકાર છે. એક-એક પાપ સ્થાનકનું વેધક અને વિસ્તૃત સ્વરૂપ, પ્રત્યેક પાપસ્થાનકની ભયંકરતા, તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 128