Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ 'પાપક્ષાળો અકસીર ઈલાજઃ પાપકંપ ચોર ભયાનક છે પણ ચોરોની પલ્લી અતિભયાનક છે. ગુંડો ખતરનાક છે પરંતુ ગુંડાનો અડ્ડો અતિખતરનાક છે. બોમ્બ ખરાબ તો બોમ્બનું કારખાનું અતિખરાબ. વિષનું એક બુંદ પણ મારી નાંખે, વિષના કટોરાની વાત જ મૂકો. એક મધમાખીથી પણ ડરતા રહેવું પડે તો મધપૂડો તો કેટલો જોખમી! ગીરનો એક સિંહ દૂરથી દેખા દે તોય સાત પેઢીના વડવા યાદ આવી જાય, ગીરના જંગલમાં તો પગ શે મૂકાય ? એક નાનકડો સર્પ પણ ડરાવી મૂકે, સાપના રાફડાથી તો જેટલા છેટા રહો એટલું કલ્યાણ ! બંદૂકની એક ગોળી પણ ઢીમ ઢાળી દે, મશીનગનની તો વાત જ ન્યારી ! પાપસ્થાનક એટલે પાપોની પલ્લી, પાપનો અડ્ડો, પાપનું કારખાનું, પાપનો કૂવો, કાતિલ પાપપૂડો, પાપનું ઘોર ભયાનક જંગલ, પાપનો રાફડો અને ખતરનાક પાપવેપન. આવા ૧૮-૧૮ પાપસ્થાનકોની નગરી એટલે આ સંસાર ! પાપસ્થાનકોની છાવણીમાંથી મોહ-કાયદા નામની ત્રાસવાદી સંસ્થા જગતના જીવો પર આતંક ફેલાવતી રહે છે. સાપ કરતાં પણ પાપ વધુ ભયાનક છે. સાપનું વિષ ચડ્યા પછી તે કદાચ જીવલેણ નીવડે તોય તેની મરણોત્તર તો કોઇ અસર નહીં. પણ, પાપ પોતાનો પરચો પરલોકમાં પણ દેખાડે છે. એક ભવનું પાપ અનેક ભવોને પ્રદૂષિત કરી નાંખે છે. સાપ અને પાપમાં એક ફરક નોંધપાત્ર છે. “ડંખ નીકળી ગયા પછી સાપનું જોખમ ઓછું. ડંખ નીકળી ગયા પછી પાપનું જોખમ વધુ.” ગુંડાતત્ત્વ સાથે જેવો અભિગમ હોય તેવો અભિગમ પાપ સાથે જોઇએ. માણસ ગુંડાથી ડરે, કદાચ ગુંડો ઘરમાં આવી ચડે તો તેની સાથે લડે અને ગુંડા દ્વારા પોતે લુંટાઇ જાય તો રડે. પાપરસિક જીવનું વલણ તો આનાથી તદ્દન વિપરીત હોય છે. પહેલાં પાપનું ગણતરી પૂર્વક “આયોજન” પછી પદ્ધતિપૂર્વક “આસેવન” અને પાપ થઇ ગયા પછી પણ યાદ કરી કરીને તેનું “આચમન''. બિચ્ચારો જીવ ! એક પાપના ત્રણ વાર દંડા ખાય છે. પાક્ષિકસૂત્રમાં એક ત્રિપદીનું છ વાર ઉચ્ચારણ થાય છે. નિંદ્રામા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 128