Book Title: Paap Padal Pariharo
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ । ઐ નમઃ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમઃ । પ્રસ્તાવના પ્રભુ મહાવીર સ્વામીએ નિર્વાણની પૂર્વસંધ્યાએ અલ્પકાળમાં જ શરૂ થનારા પાંચમા આરાના ભવ્યજીવોને ઉદ્દેશીને પંચાવન અધ્યયન પુણ્યના અને પંચાવન અધ્યયન પાપના બતાવ્યા હતા. જાણે કે પાંચમા આરાના જીવોને એ સંદેશ આપવો હતો કે પાંચમા આરામાં જન્મ લેનારને મોક્ષ તો નથી, પણ પરલોક અવશ્ય છે. પરલોકમાં સદ્ગતિ- સુકુલમાં જન્મ-સાધના અને પરંપરાએ મોક્ષ જોઇતો હોય, તો પુણ્ય કરો. દુર્ગતિ-દુઃખની પરંપરા ન જોઇતી હોય, તો પાપ છોડો. પુણ્ય-પાપ આ બંને શબ્દ ખૂબ જ સશક્ત છે. આ બે પર શ્રદ્ધા હોય, એનું જીવન અલગ પ્રકારનું હોય અને આ બે પર શ્રદ્ધા ન હોય એનું જીવન અલગ પ્રકારનું હોય. એમ કહીએ તો ચાલે કે આ જિંદગીની મન-વચનકાયાની દરેક પ્રવૃત્તિને આ બે શબ્દની વિભાવના સ્પર્શે છે. તેથી જ કહી શકાય કે મન-વચન-કાયાના શુભયોગ પુણ્ય છે, અશુભ યોગ પાપ. પાપ આપાત રમણીય, પરિણામ દારૂણ છે, એટલે કે કરવું ગમે છે પણ પરિણામ ભયંકર છે. પુણ્ય આપાત દારૂણ, પરિણામ રમ્ય છે, એટલે કે મોટા ભાગના જીવોને પુણ્યની વાત ગમતી નથી. પુણ્ય કરવું જામતું નથી, પણ એ પરિણામે રમ્ય છે, હિતકર છે. જ સિદ્ધમ્ । પાપ સાપથી વધુ ભયંકર છે. એની કલ્પના, એનું શ્રવણ, એનું દર્શન કે એનો સ્પર્શ પણ ભયાવહ છે. પણ પાપ કયા છે ? કેવી રીતે થાય ? એ કેવી રીતે છોડવા ? એ છોડવાનો શો લાભ ? વગેરે જાણકારી હોય, તો પાપ છૂટે-છોડવા પ્રયત્ન થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 128