Book Title: Paap Padal Pariharo Author(s): Prashantvallabhvijay Publisher: Divya Darshan Trust View full book textPage 6
________________ “પાપ પડલ પરિહરો”ના પ્રેરણાદાતાની પ્રેરણા વિજય જયઘોષસૂરિ તરફથીવિનયાદિગુણોપેત પંન્યાસ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી ! અનુવંદના. તમે જે અઢાર પાપસ્થાનકનું-“પાપ પડેલ પરિહરો' નામનું પુસ્તક શ્રી સંવેગરગશાળાના શ્લોકો અને અનુવાદપૂર્વકનું તૈયાર કર્યું છે, તેવાંચન માટે ચિંતન માટે આત્મજાગૃતિ માટે વૈરાગ્ય માટે આંતરિક પ્રરેણા માટે રાગદ્વેષ કષાયોના આવેશો લાગણીઓને તોડવા, ઘટાડવા માટે વિષયોની પરિણતિ છોડવા, તોડવા માટે ચિત્તની પ્રસન્નતા અને શાંતિ માટે અશુભ સંસ્કારોના નાશ માટે શુભ સંસ્કારો-લાગણીઓ ઉત્પન્ન કરવા માટે ધર્મના પાયા માટે ધેર્ય-સત્ત્વ વિકસાવવા માટે છે. આ પુસ્તક બધા જ ધર્માત્માઓને ઘણું ઉપયોગી થાય તેમ છે. પાપકર્મો અને તેના અનુબંધ તોડવા માટે, ચિંતન-મનન દ્વારા આત્મસાતું કરવા ઘણું ઉપયોગી થશે. આ પુસ્તક વૃદ્ધ મહાત્માઓ માટે પણ ઘણું આનંદદાયક થશે. તમારે અને મારે પણ આ અને આવા પુસ્તકો વારંવાર વાંચવા-વાગોળવા જોઇએ. એજ. વિજય જયઘોષસૂરિની અનુવંદના. વિ.સં. ૨૦૬૩, માગસર વદ-૨, કાસારવાડી (પૂના) તા. ૬-૧ર-૨૦૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 128