________________
નયમાર્ગદર્શક.
( ૫ ) થી અમો પણ વિહાર કરી આસ્થળે આવ્યા છીએ. જ્ઞાનના બળથી મેં તમને કુટુંબ સહિત એળખી લીધા છે. જ્ઞાન અને જ્ઞાની મહારા જના પસાયથી તમારી શંકાઓ દૂર કરવાની મારી ઈચ્છા છે.”
મુનિવરના આવાવચન સાંભળી નયચંદ્ર અત્યંત ખુશી થઈ ગયે. પ્રધા અને જિજ્ઞાસુ પણ હદયમાં અતિ આનંદ પામી ગયા. સર્વેએ તે મહાનુભાવને વંદના કરી. નયચંદ્ર વિનયથી બેભે–“ભગવન, આપ માપકારીના દર્શનથી હું સહકુટુંબ કૃતાર્થ થ છું. આ૫ આનંદસૂરિજી ખરેખર આનંદદાયક થયા છે. આપની પવિ ત્ર વાણીએ મારા આત્માને પૂર્ણ આરામ આપવાથી આપ સત્ય રી તે આત્મારામ રૂપ છે. આ૫ ભારતવર્ષના જૈનમુનિઓમાં વિખ્યા તિ પામેલા જૈનાચાર્ય છે. મેં અનેકવાર આપનું પવિત્ર નામ પ્રશ સા સાથે સાંભળ્યું છે. આપની વાણુએ ભારતવર્ષની જનપ્રજાને ભારે ઉપકાર કર્યો છે. મારા જેવા એક લઘુ શ્રાવકને માટે વિહાર કરી ઉપદેશ આપવા આ તરફ પધાર્યા, એ આપની મહાપકારવૃત્તિને ધન્યવાદ ઘટે છે, આપના જેવા શુદ્ધ ચારિત્રધારી અને પરોપકારી જનમહાત્માઓ જ્યાં સુધી ભારતક્ષેત્ર ઉપર વિચરે છે, ત્યાં સુધી વી. રશાસન વિજ્યવંત છે. મહાનુભાવ,હવે કૃપા કરી મારી શંકાઓને દૂર કરે, અને શ્રદ્ધારૂપી દઢશિલા ઉપર અથડાતા મારા શકિત હદયને તે પર સ્થિર કરો.”
નયચંદ્રના આવા ઉચિત વચને સાંભળી આનંદસૂરિ અતિ આનંદ પામીને બોલ્યા–“ભદ્ર, દરેક ક્ષેત્રોમાં વિચરી ઉપદેશ આપ
–એ અમારું કર્તવ્ય છે. અને ચરિત્રને ઉપયોગ પણ તેમાં જ ચરિતાર્થ છે. શ્રાવકજી, જે ક્ષેત્ર સ્પર્શના હશે તે અમારે અહિં સાત યાત્રાઓ કરવી છે. શરીરની સ્થિતિ નિર્બળ હોવાથી હમેશાં એક એક યાત્રા થઈ શકશે. તે યાત્રા પૂર્ણ કરી આવ્યા પછી, આજ સ્થાને તમને અને તમારા કુટુંબને ઉપદેશ આપવામાં આવશે. તમે ઉપ- એગ રાખી તે જ વખતે યાત્રા પૂર્ણ કરી પરવારજે.” .
સૂરિવરનાં આવાં વચન સાંભળી નયચંદ્રનું હદય હર્ષથી ઉભ