Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 89
________________ * * * * * ( ૭૬ ) નયમાર્ગદર્શક નયના સ્વરૂપ જાણવાથી તમારા હૃદયમાં ધર્મને પ્રકાશ સારી રીતે પડેલે છે. શંકાકખાદિ સર્વ દે તમારાથી દૂર થઈ ગયા છે. હવે તમે કઇ જાતને ભય રાખશે નહીં. પાંચમે આરાને પ્રચંડ પ્રભાવ તમને કાંઈપણ કરી શકશે નહિ. તમારા હૃદયમાં સાતનયના સ્વરૂપનું પ્રતિબિંબ પડેલું છે, એ સાતનયની પ્રરૂપણા આહંત તત્વને પ્રતિપાદન કરનારી છે. તે સ્યાદ્વાદના સિદ્ધાંતને સિદ્ધ કરે છે. તેનાથી સપ્તભંગીનું યથાર્થ સ્વરૂપ પ્રતિપાદિત થાય છે. સપ્તભંગીની રચના ઉપર સાતનયની યુક્તિ વિશેષ ચમત્કાર આપે છે. ભદ્ર નયચંદ્ર, હવે તમને આહંતધર્મનું માહાભ્ય સારી રીતે સમજાશે, તમારી મને વૃત્તિમાં સમ્યકત્વને સારે પ્રકાશ પડશે, તથાપિ મારે તમને કહેવું જોઈએ કે સ્યાદ્વાર દર્શનને કે તમારા શ્રાવક ધર્મને બાદ ન આવે તે રીતે વર્તમાનકાલને અનુસરી તમે પ્રવૃત્તિ કરજે. આહંતધર્મને ઉદય કરવામાં ઉજમાળ રહેશે. સાતક્ષેત્રોને ઉદ્ધાર કરવામાં સદા તત્પર રહેજે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ-એ ચાર પુરૂષાર્થને અવિરેધપણે સાધજે, અને સધાવજે, તેમાં ખાસ કરીને શ્રાવક અને શ્રાવિકા એ બંને ક્ષેત્રેની સુધારણા કરવામાં વિશેષ ધ્યાન આપજે. એ ઉભયક્ષેત્રને સુધારવાથી બીજા ક્ષેત્રે સ્વતઃ સુધરી શકશે. તન, મન અને ધનથી સંઘની ભક્તિ કરજે. સંઘની અંદર પિશી ગયેલા હાનિકારક રીવાજોને દૂર કરવાના ઉપાયે જી ધાર્મિક સુધારણાને પુષ્ટિ આપજે, અને જીવદયા પાલવાને માટે બદ્ધ પરિકર જે. શ્રાવિકા સુબેધા, તમે સુજ્ઞ છે, એટલે તમને વિશેષ કહેવાની જરૂર નથી, તથાપિ એટલું તે કહેવું પડશે કે, તમે તમારી ધાર્મિક કેળવણને ઉપયોગ કરો. તમારી ધર્મબહેનને બોધ આપી સુધારજે. શ્રાવિકાઓને સદગુણ અને સતી ધર્મને જાણનારી બનાવજે. તે સાથે તમારા આત્માને આહંતધર્મને ઉપાસક કરો. વત્સ જિજ્ઞાસુ, તું આહંત વિદ્યામાં પ્રવીણ બની શ્રાવક પુત્રને સબોધ આપજે. આહંતધર્મને ઉદય તમારાથી થવાને છે. બા

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94