Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 87
________________ ( ૭૪ ) નયમાગદરક. નવૃત્તિ નિઃશંક થઈ હોય તે અમે અમારા કર્તવ્યને બજાવેલું જાણીએ છીએ. અમારે ઉપદેશ સફલ થાય તે અમને વિશેષ આનંદ પ્રાપ્ત થાય, એ સ્વાભાવિક છે, અને મુનિ જીવનની કૃતાર્થતા પણ તેને માંજ છે. ભદ્ર નયચંદ્ર, હવે સાત નયના સ્વરૂપનો ઉપદેશ સમાપ્ત કરવામાં આવે છે. તે વિષય એટલો બધો ગહન છે કે, તેને માટે જેટલો વિસ્તાર કરીએ તેટલ થઈ શકે તેમ છે. એ સાતનય અમુક રીતે માનવાથી નયાભાસ થઈ જાય છે, તે નયાભાસનું સ્વરૂપ તમે તમારી બુદ્ધિના બલથી જાણી શકશે. એ બંને નયને પૃથક પૃથક એકાંત માનવામાં આવે તે મિથ્યાત્વ કહેવાય છે, અને સ્યાદ્વાદ સં. યુક્ત માનવામાં આવે તે સમ્યક્દષ્ટ કહેવાય છે. ભદ્ર, તેમાં ખાસ કરીને એક વાત લક્ષમાં રાખવાની છે કે, તે સાતે નવમાં પહેલા ચારનય અર્થનું નિરૂપણ કરવામાં પ્રવીણહાવાથી અનય કહેવાય છે અને બાકીના ત્રણ નય શબ્દ વાના અર્થને લગતા હેવાથી શબનય કહેવાય છે, અને તેના બીજા અનેક ભેદ થઈ શકે છે. તેને માટે એક ગાથા સદા સ્મરણમાં રાખજે - श्केको प सयविहो, सत्त नयसया हवंति एमेव । अन्नोवि य अाएसो, पंचेव सया नयाणंतु ।। १॥ તેને ભાવાર્થ એ છે કે, નિગમ વિગેરે સાતનયના પ્રત્યેક ના સે સે ભેદ છે. તે સર્વે મળીને સાતસે ભેદ થાય છે. બીજે કારે પાંચ પ્રકારના નય માનીએ તે તેના પાંચસો ભેદ થાય છે. ભદ્ર નયચંદ્ર, જે સામાન્ય ગ્રાહી નિગમનને સંગ્રહની અં. દર લઈએ અથવા વિશેષગ્રાહી મૈગમનને વ્યવહારનયની અંદર અંતત કરીએ તે છ નય થાય છે, અને તે દરેકના મે સે ભેદ ગણવાથી છસો ભેદ થઈ શકે છે. નૈગમ, સંગ્રહ અને વ્યવહાર એ ત્રણ અર્થ નય અને એક શબ્દ નય એવી વિવક્ષા કરવામાં આ વે તે બધા મલીને ચાર નય થાય છે. તે પ્રત્યેકના સે સે ભેદ લેતાં ચાર ભેદની સંખ્યા થાય છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક–એ બે માં લઈએ તે દરેકના સે સે ભેદ ગણતાં બસે ભેદ થાય છે.

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94