________________
( ૮ ) | નયમાર્ગદર્શિકા
લ્યા હે ભવ્ય આત્મા નયચંદ્ર, પ્રથમતમારે આત્માને માટે જાણવું જોઈશે. આપણા સર્વજ્ઞ પરમાત્માએ આત્માને ત્રણ પ્રકારે જણાવ્યું છે. અહિરાભા, અંતરાત્મા અને પરમાત્મા. જે જીવ મિથ્યાત્વના ઉદયથી શરીર, , ધન, પુત્ર, પુત્રી વગેરે પરિવારમાં તથા પોતાના ગૃહવૈભવ,નગર, દેશ, મિત્ર વગેરે ઇષ્ટ વસ્તુઓમાં રાગ બુદ્ધિ અને શત્રુ વગેરે અનિષ્ટ વસ્તુઓમાં શ્રેષબુદ્ધિ ધારણ કરે છે, તે બહિરાત્મા કહેવાય છે. તેને વિદ્વાને ભવાભિનંદી પણ કહે છે. કારણ કે, તે જીવ બાહ્ય વસ્તુને તત્ત્વ સમજે છે અને ભોગવિલાસમાં આનંદ માને છે. બાહરની વસ્તુઓ ઉપર પોતાના જીવનને ઉપગ કરનારા જીવ બહિરાત્મા કહેવાય છે. જે જીવ ચોથાથી તે બારમે ગુણ સ્થાને રહી અંતર્દષ્ટિ વાળ હોય, તે અંતરાત્મા કહેવાય છે. તેવા જીવને તત્વ ઉપર શ્રદ્ધા હોય છે. તે કર્મના બંધના હેતુઓને સારી રીતે જાણે છે. તે લાભ તથા હાનિને સમાન રીતે જાણે છે. સુખદુઃખમાં સરખી રીતે વર્તે છે. હર્ષ તથા શેક ધારણ કરતા નથી અને સદા પરમાત્માના સ્વરૂપનું ધ્યાન કરે છે.
આ વખતે નયચંદ્ર શંકા લાવી બે – મહારાજ, આ શંકાશીલ શ્રાવકના મનમાં એક શંકા ઉત્પન્ન થઈ છે, જે આજ્ઞા હોય તે તે શંકા દૂર કરવાને પ્રશ્ન કરું?
સૂરિવરે પ્રસન્નતાથી કહ્યું, “ભદ્ર જે શંકા હોય તેને માટે ખુશીથી પ્રશ્ન કરો.
નયચ-ભગવન આપે કહ્યું, કે અંતરાત્મા છવકર્મના બંધ ના હેતુઓને જાણે છે. તે તે કર્મના બંધના હેતુ કયા ? તે સમજાવે.
આનંદસૂરિન્દ્ર, આ સંસારમાં જીવને મિથ્યાત્વ, અવિ. રતિ, કષાય, પ્રમાદ અને ગ–એ પાંચ કર્મ બંધના હેતુ ગણાય છે, કારણકે તેને લઈનેજ કર્મના બંધ થાય છે.
નયચંકે હર્ષ પૂર્વક કહ્યું. “મહારાજ, હવે મારી તે શંકા દૂર થઈ, પરંતુ એક બીજી શકા ઉભી થઈ છે. તમે કહ્યું કે, અંતરાત્મા