________________
નયમાર્ગદર્શક
( ૬૩ )
પ્રદેશ કહેવાય છે, એવી રીતે જે સમયે જે દ્રવ્યના ઉપયોગ આપી પુછવામાં આવે, તે સમયે તે પ્રદેશ તે દ્રવ્યને કહેવામાં આવે છે.
જીજ્ઞાસુ, ભગવન, હવે મારા સમજવામાં આવ્યું. આપ કૃપા કરી એ વિષયને આગલ ચલાવે.
સૂરિવર—ભદ્ર, વલી અહિં એક બીજી વાત પણ યાદ રાખવાની છે કે, જે દ્રવ્યનું નામ લઇ પુછવામાં આવે, તે પ્રદેશ તે દ્રવ્ય ના કહેવાય—એ શબ્દ નયના મતથી સમજવુ, એક આકાશ પ્રદેશમાં ધર્માસ્તિકાયને એક પ્રદેશ રહ્યા છે, તથા અધર્માસ્તિકાયના પશુ એક પ્રદેશ રહ્યા છે, તથા જીવ અનતાના અનંતા પ્રદેશ રહ્યા છે, અને પુદ્ગલ પરમાણુએ પણ અનંતા રહ્યા છે-એ સમભિત નયના મત છે. અને જે સમય જે પ્રદેશ જે દ્રવ્યના ક્રિયા ગુણને અંગીકાર કરતા દેખવામાં આવે તે સમય તે પ્રદેશ તે દ્રવ્યના ગણાય છે—એ એવ ભૂત નયના મત છે.
ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે એક આકાશ પ્રદેશમાં છ દ્રવ્યનું સ્વરૂપ સાત નયથી જાણી શકાય છે, અને તે જાણવાથી વસ્તુના સ્વરૂપના નિઃશંક એધ પ્રાપ્ત થાય છે.
આ વખતે શ્રાવિકા સુમેાધાએ પ્રશ્ન કર્યાં—ભગવન, આપે તે સાત નયને જેવી રીતે વસ્તુ-સ્વરૂપમાં ઘટાવા છે ? તેવી રીતે લાકિક વાર્તાના દ્રષ્ટાંતમાં ઘટાવા તે વિશેષ સમસ્તૃતી પડે.
રિવર—ભરે, તે વિષે એક લાકિક દૃષ્ટાંત કહેવાય છે, તે સાંભળેા—ધર્મચદ્ર અને કચદ્ર નામે એ મિત્રા હતા, તે હંમેશાં સ્વધર્મમાં તત્પર અને તત્ત્વ શેાધક હતા. એક વખતે તેએ કાઈ જૈન મુનિની કથા શ્રવણુ કરવાને ઉપાશ્રયમાં ગયા, તે વખતે તે વિદ્વાત્ જૈન મુનિએ સાત નયનું સ્વરૂપ સમજાવા માંડ્યું, તેમણે નયનું સ્વરૂપ એવી શુદ્ધ રીતે પ્રરૂપ્યુ` કે, જે સાંભળીને ધર્મચંદ્ર અને કર્મચ'દ્ર બંનેને સાતે નયના સ્વરૂપનુ ઘણું ઉત્તમ જ્ઞાન થઈ આવ્યુ, ત્યારથી તે અને દરેક વસ્તુ અને વાર્તામાં સાત નયનું સ્વરૂપજ