________________
નયમાર્ગદર્શક. સમભિરૂટ નયન મત છે. એ નયના મતવાળે સિદ્ધરૂપ પરિણામને ધર્મપણે કરી માને છે. શુદ્ધ શુકલધ્યાન, રૂપાતીત પરિણામ, રૂપકશ્રેણી એ કર્મક્ષયના જે કારણે છે, તેને સાધન ધર્મ તરીકે જાણે અને જીવને મૂલ સ્વભાવ મોક્ષરૂપ કાર્ય નિષ્પના સિદ્ધિમાં રહે તે ધર્મ માન, તે એવભૂત નયને મત છે. આ પ્રમાણે ધર્મની અંદર સાતે નયની ઘટના થાય છે. ભગવન, આ ઘટનામાં કે દોષ હેય તે ક્ષમા આપી તેમાં સુધારણા કરી મને સમજાવશે.
સૂરિવાર સાનંદાશ્ચર્ય થઈને બોલ્યા-ભદ્ર, જિજ્ઞાસુ, તારા મુખથી ધર્મ ઉપર સાત નયની ઘટના સાંભળી મને અતિ આનંદ થાય છે, મને હવે ખાત્રી થઈ કે, આહંત ધર્મના તત્વજ્ઞાનનું રહસ્ય જિજ્ઞાસુના હૃદયમાં સારી રીતે સ્થાપિત થયું છે. એ ભવ્યાત્મા અલ્પ સમયમાંજ આહત ધર્મને ઉત્તમ અધિકારી બની માનવ જીવનની સાર્થક્તા કરશે.
ભદ્વનયચંદ્ર, શ્રાવિકા સુધા અને વત્સ જિજ્ઞાસુ, હવે આજે વ્યાખ્યાન સમાપ્ત કરવાનો સમય થઈ ગયો છે, સૂરિવરના મુખમાંથી એ શબ્દ નીકળતાંજ આદીશ્વર ભગવાનની જય એ ધ્વનિ પ્રગટ થયે અને તેના પ્રતિધ્વનિથી તળાટીને પવિત્ર પ્રદેશ ગાજી ઉઠશે. નયચંદ્ર પિતાના કુટુંબને લઈ સ્વસ્થાન પ્રત્યે ચાલ્ય.