________________
( ૧૨ )
નયમાગદર્શક.
અષ્ટ
છે, તે પણ પેાતાની પાસે છે તે પાંચમા શબ્દનયને મતે છે,જે અન ત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી છે, તે પણ પેાતાની પાસે છે તે છ. ઠા સમભિરૂઢનય છે. સિદ્ધ પરમાત્મા અષ્ટકના ક્ષય થતાં ગુણુ પ્રગટ કરી લેાકને અંતે વિરાજમાન વર્તે છે, તે એવ‘ભૃતનય ના મત છે, એવી રીતે સિદ્ધના સ્વરૂપમાં અતર’ગ દૃષ્ટિએ જોતાં કાર્ય રૂપ સાતે નય પ્રાપ્ત થઇ શકે છે, અને ઉપરથી વ્યવહાર દ્રષ્ટિએ જોતાં તા એક એવ’ભૂત આવી શકે છે.
ભદ્ર નયચ'દ્ર, આ પ્રમાણે જુદી જુદી રીતે સાતનયની યાજના થઈ શકે છે, આ વાત તમારા હૃદયમાં સ્થાપિત કરી તેનું મનન કરજો. આ વખતે જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યાં—ભગવન, એ સાત નયની ઘટના કયા પદાર્થોં ઉપર લગાડવી ઉત્તમ છે ? અને તેમાંથી કઈ કઈ આખત જાણુવા ચેાગ્ય છે, તે કૃપા કરી સમજાવો.
સૂરિશ્વર આનંદ પૂર્વક ખેલ્યા—ભદ્ર, પ્રથમ તે છ દ્રવ્યમાં સાતે નય ઘટાડવા જોઇએ. જેમકે આકાશ પ્રદેશ છે, તેની અંદર સાતે નય પ્રવર્તે છે. આકાશ પ્રદેશ એક છતાં નૈગમનયના મતે તે છ દ્રવ્યેાથી મિશ્રિત છે. સંગ્રહ નયને મતે એક કાલ દ્રવ્ય અપ્રદેશી છે, કારણકે, સ લેાકમાં તેના એક સમય વ્યાપી રહેલા છે, તેથી તે આકાશ પ્રદેશમાં કાલ જુદા નથી, માટે સંગ્રહ નયને મતે એક કાલ દ્રવ્ય વિના બાકીના પાંચ દ્રવ્યના એ પ્રદેશ કહી શકાય છે. તથા ય્વહારનયને મતે જે દ્રવ્ય એમાં મુખ્ય દેખાય છે, તે દ્રવ્યના એ પ્ર દેશ કહેવાય છે, તથા ઋજીસૂત્રનયને મતે જે સમયે જે દ્રવ્યના ઉપચેાગ આપી પુછાય તે સમયે તે પ્રદેશ તેજ દ્રવ્યના કહેવાય છે.
જિજ્ઞાસુ—ભગવત્ તે વાત મારા સમજવામાં આવી નહીં, માટે તે ખરાખર દાખલા આપી સમજાવે.
સૃરિવર—ભદ્ર જિજ્ઞાસુ, સાંભળ-જો ધર્માસ્તિકાયના ઉપયાગ આપી પુછવામાં આવે, તો તે ધર્માસ્તિકાયને પ્રદેશ કહેવાય છે, અને જો અધર્માસ્તિકાયના ઉપયાગ આપી પુછીએ, તે તે અધર્માસ્તિકાયના