Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 73
________________ ( ૬ ) નયા માર્ગદર્શક ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે અશુદ્ધ વ્યવહાર નયના મૂલ એક દ અને તેના પાંચ ઉત્તર ભેદ મેં તમને કહ્યા, તે તમે તમારા હદયમાં સ્થાપન કરી રાખજે, અને તે દરેક પદાર્થમાં ઘટાવી વસ્તુ સ્વરૂપને યથાર્થ રીતે ઓળખી લેજે. - હવે હું તમને શુદ્ધ વ્યવહાર નાનું સ્વરૂપ કહું, તે ધ્યાનપૂર્વક સાંભલજો. મેં તમને જે પૂર્વે શબ્દ નય સમજાવ્યો છે, તે શબ્દ ને મતે સમ્યકત્વ ભાવથી માંડીને છઠા તથા સાતમા ગુણઠાણુ પર્યત સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવિકા, એ સર્વ શુદ્ધ વ્યવહારનયે વર્તે છે, તેમાં પાંચ નયની ઘટના થાય છે. નયચંદ્ર–ભગવન એ પાંચ નય કેવી રીતે ઘટે તે સમજાવે. સૂરિવર–ભદ્ર, પહેલા સંગ્રહનયને મતે સિદ્ધસમાન પિતાના આત્માની સત્તા અસ ખ્યાત પ્રદેશરૂપ છે, બીજાનૈગમનયને મતે આડ રૂચક પ્રદેશ સદાકાલ સિદ્ધસમાન નિર્મલા છે, ત્રીજા વ્યવહાર નયને મતે ઉપરથી ગુણઠાણુ માફક પિતાની કરણ કરે છે, જેથી ત્રાજુસૂત્રનયને મતે સંસાર તરફ ઉદાસી વૈરાગ્યરૂપ પરિણામ વર્તે છે, અને પાંચમા શબ્દનયને મતે જીવ અજીવ રૂપે સ્વ–પરની વહેંચણ કરી જેવી હતી તેવી જ શુદ્ધ નિર્મલ સ્વ–આત્માની પ્રતીતિ કરીછે–એવી રીતે સમ્યકત્વ ભાવથી માંડીને છઠા સાતમા ગુણ ઠાણું પર્યત ઉપરથી વ્યવહાર દષ્ટિએ જોતાં એક શબ્દનય અને અતરંગ નિશ્ચય દૃષ્ટિએ પાંચ નય જાણવા, એ શબ્દનયનમતે શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ કહેલું છે, હવે સમણિરૂઢ નયને મતે શુદ્ધ વ્યવહાર નયનું સ્વરૂપ કહું છું, તે તમે લક્ષપૂર્વક મનન કરજો. સમભિરૂઢનયને મતે આઠમા નવમા ગુણઠાણુથી માંડીને તેરમા-ચદમાં ગુણઠાણ પર્યત કેવળી ભગવાન તે શુદ્ધ વ્યવહારને વર્તે છે, તેમાં છ નય ઘટાવી શકાય છે, જે ઘટાવાથી શુદ્ધ વ્યવહારનયનું સ્વરૂપ સારીરી. તે જાણી શકાય છે, | નયચંદ્ર–ભગવન, તે છનય કેવી રીતે ઘટાવી શકાય છે અને મને સારી રીતે સમજાવે.

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94