________________
( ૫૮ ) નયમાર્ગદર્શક લાગી રહેલી છે, તે જીવ અશુદ્ધ વ્યવહાર નયે છે, અને એ અશુદ્ધતાની ચીકાશને લઈને જીવને પ્રકૃતિરૂપ સત્તાપણે કર્મરૂપ દલિયા રહેલા છે, તે જે કે સંગ્રહ નયને મતે છે, તથાપિ તે વ્યવહારરૂપે જાણવાના છે, જે જીવે અતીત કાલે કર્મના દલિયા ગ્રહણ કરેલા હતા, અને ભવિષ્યકાલે તે ભેગવવાના છે, અને વર્તમાનકાલે સત્તામાં રહી પ્રવર્તે છે. વળી તે દલિયા સ્થિતિ પાકે વ્યવહાર નયે ઉદયરૂપ ભાવે, અજ્ઞાનપણે ઉપયોગ વિના એકેદ્રિય, વિકલંદ્રિય વગેરે સંમૂછિંમ જીવે ભેગવે છે, તે ઉદય ભાવરૂપ વ્યવહાર ન કહેવાય છે. તાત્પર્ય એ છે કે, અશુદ્ધ વ્યવહાર નયમાં નિગમ, સંગ્રહ અને વ્યવહાર–એ ત્રણ નય પ્રવર્તે છે.
અશુદ્ધ વ્યવહારને બીજો ભેદ ઉપચરિત વ્યવહાર નય કેવી રીતે છે, તે જાણવા જેવું છે, જે જીવ આ સંસારના દરેક પદાથો જેવાં કે ઘર, હાટ, મકાન, ભાઈ, પિતા, સ્ત્રી, કુટુંબ, પરિવાર, ગ્રામ ગરાસ, દાસ, દાસી, લક્ષમી વિગેરે કે જે પ્રત્યક્ષપણે તેનાથી જુદા છે, છતાં તે તેને સ્વામીરૂપ કર્તા થઈ પ્રવર્તે છે, અને ઋજુસૂત્ર નયના ઉપગ સાથે વેર છે, તે ઉપચરિત વ્યવહાર નય કર્તા કહેવાય છે, અને તેની ચીકાશથી જીવ અશુભ કર્મરૂપી દલિયા ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરવા–તે રૂપ વ્યવહાર નય છે, અને કેઈ જીવ ચિત્ય ઉપશ્રય તથા જ્ઞાનના ઉપકરણ વગેરે સારા પદાર્થો કે જે તેનાથી ભિન્ન છે, છતાં જીવ તે ઉપર પિતાનું સ્વામીવ માને તે પણ ઉપચરિત વ્યવહાર નય છે, અને તે શુભ સાધનની ચીકાશથી શુભ કર્મરૂપ દલિયા ગ્રહણ કરે છે, તે ગ્રહણ કરવારૂપજ વ્યવહાર નય સમજે. ઉપચરિત વ્યવહાર ન કરી શુભાશુભ રૂપ બે પ્રકારે દલીયાનું ગ્રહણ કરી તે દલિયા જીવે પોતાની પ્રકૃત્તિરૂપ સત્તાપણે બાંધ્યા છે, તે સંગ્રહ નયના મતે છે, પણ તે વ્યવહારરૂપ ગણાય છે, અને નૈગમ નયના મત પ્રમાણે જીવે ભૂતકાલે જે દલિયા ગ્રહણ કર્યા હતાં, અને આવતે ભવિષ્યકાલે ભેગવશે, તથા વર્તમાનકાલે પ્રકૃતિરૂપ સત્તાપણે રહ્યાં છે, તે નિગમ નય જાણો અને વ્યવહાર નયને મતે તે દલિયા સમ્ય