Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jinshasan Aradhana Trust
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 69
________________ ( ૧૬ ). નયમાર્ગદર્શિક. મુક્તિરૂપી સ્ત્રીના લલાટનું તિલકરૂપ, ચિત્તરૂપી પિયણાને ખીલવવામાં ચંદ્રસમાન અને તીર્થરાજ સિદ્ધગિરિના શિરમણિરૂપ શ્રી આદીશ્વર ભગવાન જય પામે, આ પ્રમાણે મંગળાચરણ કર્યા પછી સૂરિવર પ્રસન્નવદને બેલ્યા-ભદ્ર નયચંદ્ર, શ્રાવિકા સુબેધા અને વત્સ જિજ્ઞાસુ, તમને પ્રથમ કહેલા સાતનય વિષે કેટલીએક સમજૂતી આપી છે, અને આજે તે વિષે બીજા શાસ્ત્રીય અને લાકિક દષ્ટાંતે આપી વધારે ખુલાસો કરીશ, તે તમે એક ચિત્ત શ્રવણ કરજો. મેં તમને જે સાતનય સમજાવ્યા, તેમાં નિશ્ચય અને વ્યવહાર-એ બે મૂલાય છે. એ સાતેયમાં જે પહેલા છ નય છે, તે વ્યવહારમાં છે અને છેલ્લે જે એવંભનય તે નિશ્ચયમાં આવે છે. તેમાં વળી એક બીજી વાત પણ ખાસ જાણવા જેવી છે, છ નયે જે કાર્ય છે, તે અપવાદે કારણરૂપ છે અને સાતમે એવભૂતયે જે કાર્ય છે તે ઉત્કૃષ્ટ ઉત્સર્ગે નિશ્ચય કાર્યરૂપ છે, તેથીજ પહેલા છ નયને વ્યવહારમાં ગણ્યા છે અને સાતમે કાર્ય પ જે એવભૂતનય તેને નિશ્ચયમાં ગયે છે. જિજ્ઞાસુએ વિનયથી કહ્યું, ભગવન ,એ સાત નયમાં દ્રવ્ય અને ભાવ લાગુ પડે કે નહીં? રિવર–ભદ્ર, દ્રવ્ય અને ભાવ તેમાં પણ લાગુ પડે છે. એટલે દ્રવ્યનય અને ભાવનય એવા નામ પણ તેઓને આપી શકાય છે. નયચંદ્ર–ભગવદ્, તેઓમાં દ્રવ્યનય કયા? અને ભાવનય ક્યા?તે કૃપા કરી સમજાવે. સૂરિવર–ભદ્ર નયચંદ્ર, તે વિષે કેટલાક વિદ્વાને જુદે જુદા મત છે, તથાપિ એકંદર રીતે તેમને આશય એકજ છે. નયચંદ્ર-મહારાજ, તે કેવી રીતે છે ? તે જણાવે. રિવર–ભદ્ર, શ્રી છનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજી મહારાજ ૧ નિગમ, ૨ સંગ્રહ, ૩ વ્યવહાર, અને ૪ જુસૂત્ર—-એ ચારનયમાં નામ, સ્થાપના અને દ્રવ્ય-એ ત્રણ નિપા દ્રવ્યાસ્તિકપણે રહેલા

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94