________________
( ૫૪) નિયમાર્ગદર્શક. સાત નયને ઉપયોગ થાય છે. જે યથાર્થ રીતે એ સાત નયનું સ્વરૂપ સમજી દરેક સેય વસ્તુની અંદર તે સાતે નયને બરાબર ઘટાવ્યા હેય, તે તે રેય વસ્તુ સ્પષ્ટ રીતે સમજાય છે.
નયચંદ્ર વિનયથી બે –ભગવન, આપે કહેલ સાત નયનું સ્વ રૂપ મારા સમજવામાં આવ્યું, તથાપિ તે બીજી વસ્તુમાં કેવી રીતેવટાવી શકાય? તે મને સમજાવે, અને તે ઉપર શાસ્ત્રીય અને લૈકિક અને દષ્ટાંત આપે. - સુબાધા–ભગવન, મારી પણ એ જ ઈચ્છા હતી.
જિજ્ઞાસુ–પૂજ્યપાદ મહાનુભાવ, મારા પિતાએ જે પ્રાર્થના કરી છે, તે પ્રાર્થનાને મારું પણ અનુમંદન છે. તેમના આ વચને સાંભળી સૂરિવર શાંત સ્વરથી બેલ્યા- હે ભવ્ય આત્માઓ, તે વિ. પે આવતી કાલે હું તમને સમજાવીશ. આજે તે વ્યાખ્યાન પૂર્ણ કરવાને સમય થઈ ગયું છે.
પછી આદીશ્વર ભગવાનના જયધ્વનિ સાથે શ્રાવક નયચંદ્ર તાના કુટુંબ સાથે સૂરિવરને વંદના કરી ત્યાંથી પ્રસાર થયા. મહાનુભાવ સૂરિવર પણ પિતાના મુનિધની ક્રિયામાં પ્રવર્યા હતા.
તલેટીના પવિત્ર પ્રદેશમાંથી પસાર થતા નયચંદ્ર, સુધા અ ને જિજ્ઞાસુ પરસ્પર સૂરિવારના વ્યાખ્યાન વિષે વાત કરતા હતા ને તેમના વ્યાખ્યાનની પ્રશંસા કરી ઉત્તમ પ્રકારની ભાવના ભાવતા હતા.
res
/
2
૧
/